________________
૧૫ર |
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
ઉપસર્ગ સાધુઓ માટે દુસ્તર– દુરતિક્રમણીય છે. તે સૂમ–આંતરિક ઉપસર્ગો આવવાથી કેટલાક સાધકો વ્યાકુળ થઈ જાય છે. તેઓ સંયમી જીવનનો નિર્વાહ(પાલન) કરવામાં અસમર્થ બની જાય છે.
વિવેચન :
આ ગાથામાં અનુકૂળ ઉપસર્ગોનું વર્ણન શરૂ કરતા શાસ્ત્રકાર તેનો પરિચય આપે છે. અનુકૂળ ઉપસર્ગોની ઓળખાણ બે પ્રકારે થાય છે. (૧) તે સૂક્ષ્મ સંગરૂપ હોય છે. (૨) દુસ્તર હોય છે. તેનો પ્રભાવ વિવેકમૂઢ સાધકો પર બે રીતે પડે છે. (૧) તેઓ ગભરાઈ જાય છે, (૨) સંયમી જીવન નિભાવવામાં અસમર્થ થઈ જાય છે.
ને સુહુના સમરહૂ ગુત્તરી -પોતાના પૂર્વાશ્રમ(સંસારી અવસ્થા)ના માતા-પિતા, ભાઈ–બહેન, સ્ત્રી-પુત્ર આદિ સ્વજનોના મધુર તેમજ સ્નેહસ્નિગ્ધ સંસર્ગ(સંબંધ)રૂપ ઉપસર્ગ એટલા સૂક્ષ્મ હોય છે કે તે સાધકના શરીર પર હુમલો કરતા નથી પરંતુ તેના મન ઉપર ઘાતક આક્રમણ કરે છે. તેની ચિત્તવૃત્તિને ચંચળ બનાવે છે. તેથી આ સંગરૂપ ઉપસર્ગને સૂક્ષ્મ એટલે કે આંતરિક(માનસિક) બતાવવામાં આવ્યો છે. પ્રતિકૂળ ઉપસર્ગ તો પ્રગટ રૂપે બાહ્ય શરીરને વિકૃત કરે, પીડા પહોંચાડે પરંતુ આ અનુકુળ ઉપસર્ગ બાહ્ય શરીરને વિકૃત કરવાને બદલે સાધકના અતઃકરણને વિકૃત કરે છે.
આ સૂક્ષ્મ સંગરૂપ ઉપસર્ગો દુત્તર છે, કારણ કે પ્રાણોને સંકટમાં નાખનારા પ્રતિકૂળ ઉપસર્ગો આવે ત્યારે તો સાધક સાવધાન થઈને મધ્યસ્થવૃત્તિ ધારણ કરી શકે છે, જ્યારે અનુકુળ ઉપસર્ગ વખતે મધ્યસ્થવૃત્તિનું અવલંબન લેવું અતિ કઠિન હોય છે. તેથી સૂક્ષ્મ અથવા અનુકૂળ ઉપસર્ગને સહન કરવા જોઈએ, તે પ્રકારનું કથન છે.
ગત્ય ને..-ગવત્તા :- અનુકુળ ઉપસર્ગો આવે ત્યારે કોઈ મહાન કહેવાતા સાધક પણ ધર્મારાધના અથવા સંયમસાધનાથી વિચલિત તેમજ ભ્રષ્ટ થઈ જાય છે. સુકુમાર તેમજ સુખસુવિધાપરાયણ સાધક તો તુરંત પોતાના સંયમમાર્ગથી લપસી જાય છે, સંબંધીઓના મોહમાં પડીને તેઓ સંયમ પાલનમાં શિથિલ અથવા સંયમથી સર્વથા ભ્રષ્ટ થઈ જાય છે. સતુ અનુષ્ઠાનો પ્રત્યે તેઓ ઉદાસીન બની જાય છે, સંયમ પાલન તેને દુઃખદાયક લાગે છે. તેઓ સંયમને છોડી દે છે અથવા છોડવા તત્પર થઈ જાય છે.
સ્વજનસંગરૂપ ઉપસર્ગ :
अप्पेगे णायओ दिस्स, रोयंति परिवारिया । पोस णे तात पुट्ठोऽसि, कस्स तात जहासि णे ॥
શબ્દાર્થ :- ગાયો = જ્ઞાતિજનો, પરિવારિકજનો, લિસ = સાધુને જોઈને, પરિવારિયા = તેને ઘેરીને, તાત ! = હે તાત! પોલ = તમે અમારું પાલન કરો! પુસિ = અમે તારું પાલન કર્યું છે, #સ = શા માટે તું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org