________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
अप्पेगे खुधियं... तेजपुट्ठा व पाणिणो :- સાધુ ભૂખથી વ્યાકુળ થઈ ભિક્ષા માટે નીકળે ત્યારે કૂતરા આદિ પ્રકૃતિથી ક્રૂર પ્રાણી તેની વિચિત્ર વેષભૂષા જોઈને ભસવા લાગે, ઝાપટ મારે, કરડવા લાગે, નહોરથી તેના અંગોને વિખોડીયા ભરે તો તે સમયે અલ્પસત્ત્વ સાધક ગભરાઈ જાય છે. જેવી રીતે આગમાં બળી જવાથી પ્રાણી આર્તનાદ કરે છે, તેવી રીતે તેઓ વેદનાથી કણસે છે તથા આર્તધ્યાન કરે છે.
૧૪૬
પાઠાંતર :– લુધિય નો સ્પષ્ટ અર્થ છે ભૂખથી વ્યાકુળ, ભૂખ્યા. આ અર્થની અપેક્ષાએ પાઠ શુદ્ધ છે છતાં ફ્યુજ્ઞિય, લુપ્તિય એવા પાઠાંતર મળે છે. તેનો અર્થ પણ ક્ષુધાથી વ્યાકુલ, એવો જ કરાય છે.
આક્રોશ પરીષહરૂપ ઉપસર્ગ :
अप्पेगे पडिभासंति, पडिपंथियमागया । पडियारगया एते, जे एते एवं जीविणो ॥
શબ્દાર્થ :- • પહિપથિયમાયા = પ્રતિપથ એટલે પ્રતિકૂળ રૂપે જે ચાલે તે, સાધુ પ્રત્યે દ્વેષભાવ રાખનારા, માર્ગમાં સામે મળનારા, અગ્વેને = કોઈ કોઈ, હિમામંતિ = કહે છે કે, ને તે = જે આ લોકો, વં નીવિગો = આ પ્રમાણે ભિક્ષાવૃત્તિથી જીવન ધારણ કરે છે, તે = આ લોકો, પઢિયાર થયા = પોતાના પૂર્વકૃત પાપનું ફળ ભોગવી રહ્યા છે.
ભાવાર્થ :- સાધુજનો પ્રત્યે દ્રોહી અથવા માર્ગમાં ચાલતા સામે મળનારા કેટલાક લોકો આ રીતે પ્રતિકૂળ વચન બોલે છે કે આ ભિક્ષાવૃત્તિથી જીવનાર સાધુ પોતાના પૂર્વે કરેલાં પાપકર્મોનું ફળ ભોગવીને બદલો ચૂકવી રહ્યા છે.
Jain Education International
अप्पगे वइं जुजंति, णगिणा पिंडोलगाऽहमा । मुंडा कंडूविणटुंगा, उज्जल्ला असमाहिया ॥
१०
શબ્દાર્થ :- ગપ્પેશે - કોઈ કોઈ, વરૂં જુગતિ = કહે છે કે, શિળ = આ લોકો નગ્ન છે, પરિવ્રાજક છે, પિંડોલા = પરપિંડપ્રાર્થી છે, બીજાના આહારનો ઈચ્છુક છે, અહમા = તથા અધમ છે, મુંહ તેઓ મુંડિત છે, દૂષિળકા = કંડૂરોગથી અંગો નષ્ટ થઈ ગયા છે, ઇબ્નત્ત્તા = તેઓ સૂકા પરસેવાથી યુક્ત અને, અસમાહિયા = બીભત્સ છે, અન્યને અસમાધિ કરનાર છે.
=
ભાવાર્થ :- કોઈ કોઈ એમ કહે છે કે, આ લોકો નગ્ન છે, બીજાના ભોજનથી આજીવિકા ચલાવનાર છે, તથા અધમ છે, તેઓ મુંડિયા છે, ખૂજલીથી તેનાં અંગ ગળી ગયા છે, આ લોકો સૂકા પરસેવાથી યુક્ત છે તથા પ્રાણીઓને અસમાધિ ઉત્પન્ન કરનારા દુષ્ટ અથવા બીભત્સ છે.
| ११
एवं विप्पडिवण्णेगे, अप्पणा उ अजाणया । तमाओ ते तमं जंति, मंदा मोहेण पाउडा ॥
For Private Personal Use Only
www.jainelibrary.org