________________
૧૪૪]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
= હમેશાં જીવનભર સાધુને રહે છે, નાયણ = ભિક્ષા માંગવાનું કષ્ટ, યુવત્તિય = દુઃસહ્ય હોય છે, પુરોના = અજ્ઞાની પુરુષ, સામાન્ય લોકો, શ્વાસુ = એમ કહે છે કે, વમત્તા = આ લોકો પોતાના પૂર્વકૃત પાપકર્મનું ફળ ભોગવી રહ્યા છે, કુમII વેવક તથા આ લોકો ભાગ્યહીન છે, કવાયત્ત = સહન ન થતા.
ભાવાર્થ :- સાધુને બીજા દ્વારા આપવામાં આવતી વસ્તુ જ ગ્રહણ કરવાનું દુઃખ જીવનપર્યત સહેવાનું છે. યાચનાનો આ પરીષહ સહેવો ઘણો મુશ્કેલ છે. ગામ-નગરમાં વિચરણ કરી યાચના કરતા સાધુને જોઈ સામાન્ય વ્યક્તિઓ પણ બોલે છે કે આ લોકો પૂર્વકૃત કર્મોનું ફળ ભોગવી રહ્યા છે, તેઓ ભાગ્યહીન છે. સંગ્રામમાં જેમ કાયર વ્યક્તિ વિષાદ પામે છે તેમ આવા આક્રોશપૂર્ણ વચન સાંભળીને અલ્પ સામર્થ્યવાન સાધુ વિષાદને પ્રાપ્ત થાય છે.
વિવેચન :
આ બન્ને ગાથાઓમાં યાચના અને આક્રોશ વચન રૂપ બે પરીષહ ઉપસર્ગોના સમયે અલ્પ પરાક્રમી સાધકોની મનોદશાનું વર્ણન કરવામાં આવ્યું છે.
સંય વળ...બરો :- સાધુ ભિક્ષાજીવી છે. તેણે જીવન જરૂરિયાતની પ્રત્યેક વસ્તુ યાચના કરીને જ પ્રાપ્ત કરવાની છે. સાધુએ પરિચિત કે અપરિચિત ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરીને, ભિક્ષાચરીના ૪૨ દોષ રહિત વસ્તુની યાચના કરવી, તદનુસાર વસ્તુ પ્રાપ્ત કરવી તે અત્યંત કઠિન તેમજ ખેદજનક છે. આ સમયે અલ્પસત્વ સાધકની મનોસ્થિતિ કેવી થાય છે? તેનું ચિત્રણ વિદ્વાનોએ આ પ્રમાણે કર્યું છે.
खिज्जइ मुखलावण्णं, वाया घोलेइ कंठमझमि । कहकहकहेइ हिययं, देहित्ति परं भणंतस्स ॥ गतिभ्रंशो मुखे दैन्यं, गात्रस्वेदो विवर्णता । मरणे यानि चिह्नानि, तानि चिह्नानि याचके ॥
ચહેરાની ક્રાંતિ ક્ષીણ થવી, અવાજ ગળામાં જ ઘૂંટાવો, મને અમુક વસ્તુ આપો તેમ ન કહી શકવાથી હદયનું જોરથી ધબકવું, પગનું લથડાવું, મુખ પર દીનતા છવાઈ જવી, પરસેવો વળવો, ચહેરાનો રંગ ઊડી જવો, મૃત્યુના સમયના આવા બધા જ ચિન્હો યાચકમાં દષ્ટિ ગોચર થાય છે.
તેનો અર્થ એ નથી કે યાચના પરીષહરૂપ ઉપસર્ગ પ્રત્યેક સાધકને માટે દુઃખદાયી જ છે, જે મહાસત્ત્વશાળી, ઉપસર્ગ સહિષ્ણુ તેમજ અભ્યસ્ત સંયમી સાધક છે, તેના માટે આ પરીષહ દુઃખ દાયક નથી. યાચનાના સમયે દીનતા, હીનતા, ગ્લાનિ તેમજ મિથ્યાગૌરવ અનુભવવું નહીં, સ્વાભિમાન પૂર્વક નિર્દોષ ભિક્ષા પ્રાપ્ત થાય તો જ લેવી, ગૃહસ્થ દાતા ના પાડે અથવા રસહીન-લુખ્ખો સૂકો, તુચ્છ તેમજ અલ્પ આહારાદિ આપે તોપણ તેનો વિષાદ ન કરે તે આ ગાથાનો આશય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org