________________
૧૩૦ |
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
સાધક તે સાંભળેલા સત્યને પોતાના જીવનમાં ઉતારવા પુરુષાર્થ કરી શકે. સાધકનો આ સત્યસંયમ પુરુષાર્થ મત્સરરહિત-રાગદ્વેષરહિત હોય તો જ તે સાચો પુરુષાર્થ કહેવાય. સબ્બલ્ય વિળી મચ્છર - બધા પદાર્થોમાં મત્સરરહિત થઈને રહે. વૃત્તિકારે બે વિશેષ અર્થ બતાવ્યા છે તે આ પ્રમાણે (૧) સર્વત્ર એટલે કે ક્ષેત્ર, ગૃહ, ઉપાધિ, શરીર આદિ પદાર્થોની તૃષ્ણાને મનમાંથી દૂર કરે. (૨) સર્વપદાર્થો પ્રત્યે ન તો રાગ, મોહ કરે ન દ્રષ, ધૃણા કે ઈર્ષ્યા કરે. મત્સર ત્યાં દ્વેષ અને જ્યાં દ્વેષ
ત્યાં રાગ-મોહ અવશ્યભાવી છે. સાધકની મોક્ષયાત્રામાં આ બાધક છે, તેથી તેનાથી દૂર જ રહે. ૩૪fમg વિશુદ્ધમાદરે - શુદ્ધ ભિક્ષાચરીકરે.સાધુ ભિક્ષાજીવી તો હોય જ છે પરંતુ તેની ભિક્ષાચરી એષણાના ૪૭ દોષોથી રહિત હોય તો જ વિશુદ્ધ ભિક્ષા કહેવાય છે. ઔદેશિક આદિ દોષોથી યુક્ત ભિક્ષા હોય તો સાધુ, મહાવ્રત, સંયમ, સમિતિ અથવા તપનું આચરણ યથાર્થરૂપે કરી શકે નહીં. દોષયુક્ત ભિક્ષા ગ્રહણ તેમજ સેવનથી સાધુની તેજસ્વિતા સમાપ્ત થઈ જાય. તેનામાં નિઃસ્પૃહતા, નિર્લોભતા, ત્યાગ તેમજ અસ્વાદવત્તિ રહેતી નથી. અહીં ભિક્ષાને બદલે શાસ્ત્રકારે "3" શબ્દનો પ્રયોગ કર્યો છે, પ્રાકૃત શબ્દકોશ અનુસાર તેનો અર્થ થાય છે–ક્રમશઃ (થોડું થોડું)લેવું. તાત્પર્ય એ છે કે ભિક્ષુ અનેક ગૃહસ્થોના ઘરોમાંથી થોડી થોડી ભોજન સામગ્રી ગ્રહણ કરે છે અર્થાત્ ગૃહસ્થને પોતા માટે બીજીવાર કરવું ન પડે તેમ ગ્રહણ કરે છે. સબ્સ ઇશ્વ હિટ્ટણ :- બધું જાણીને સર્વજ્ઞ કથિત શાસ્ત્રનો આધાર લે. સાધુ ઘણી ચીજો જાણતા હોય, તેમાંથી કેટલીક હેય(છોડવા યોગ્ય) હોય છે, કેટલીક શેય(જાણવા યોગ્ય) અને કેટલીક ઉપાદેય (ગ્રહણ કરવા યોગ્ય) હોય છે. સાધુ રાજહંસની જેમ સર્વજ્ઞકથિત શાસ્ત્રરૂપી ચાંચ દ્વારા હેય-શૈયઉપાદેયનો નીરક્ષીરવત્ વિવેક કરે. સર્વજ્ઞકથિત પાંચ સંવરને આધારભૂત માનીને તે જ કસોટી પર તે પદાર્થોને કસે અને જે સંવરને અનુકૂળ હોય તેને ગ્રહણ કરે, શેષ છોડી દે અર્થાત્ જેના દ્વારા સંવર થાય તેવા જ કાર્ય કરે. છદ્મસ્થતા તથા અલ્પજ્ઞતાના કારણે સાધુ હેયાદિનો યથાર્થ નિર્ણય કરી શકે નહીં. તેથી સર્વજ્ઞકથિત પાંચ પ્રકારનાં સંવરનાં માધ્યમથી નિર્ણય કરે.
મૂઠ્ઠી :- ધર્મનો અર્થી હોય. સાધુનું લક્ષ્ય, ધ્યેય, પ્રયોજન ધર્મ જ હોય. સંવર સિવાયની અન્ય બાબતોમાં તે રોકાય નહીં. ૩વહાણ વરિપ :-ઉપધાન એટલે તપ. તપમાં પરાક્રમ કરે. પોતાની શક્તિને ગોપવ્યા વિના તપ કરે.
:-ગુપ્તિથી યુક્ત રહે. મન, વચન, કાયા આ ત્રણે પ્રકારની ગુપ્તિથી ગુપ્ત રહે. સજા નg :- આ નાનું એવું આચરણ સત્ર છે. પરંતુ તેમાં ગંભીર અર્થ છપાયેલો છે. સાધ ચાલે ફરે. ઊઠે–સૂએ, ખાય-પીએ બોલે આદિ પ્રત્યેક ક્રિયાઓ યત્નાપૂર્વક કરે. તે આ વાતનો વિવેક રાખે કે આ પ્રવૃત્તિ અથવા ક્રિયા કરવામાં જ કયાંક હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ આદિ આશ્રવોથી તો હું લેપાઈ નહીં જાઉંને? જો કોઈ ક્રિયા હિંસા આદિ દોષયુક્ત હોય અથવા ભવિષ્યમાં અનર્થકારક, હિંસાદિ પાપવર્ધક હોય તો તે ન કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org