________________
અધ્યયન-૨/ઉદ્દેશક-૩
_.
| ૧૨૭ |
તુલ્ય પુરુષો! તમે ક્યાં સુધી સમ્યગુદષ્ટિવિનાના રહેશો? સમ્યક્દર્શન સંપન્ન બનવા માટે સર્વજ્ઞ, સર્વદર્શી દ્વારા કથિત તત્ત્વો અથવા સિદ્ધાંતો અથવા આગમો પર શ્રદ્ધા કરો ! સમ્યક્દર્શન પ્રાપ્તિનો અવસર ખોઈ નાખવાથી પોતાના પૂર્વકૃત મોહનીયકર્મના કારણે મનુષ્યની જ્ઞાનદષ્ટિ બંધ થઈ જાય છે. ૬૯ મોહે પુણો પૂછો - આ ગાથામાં શાસ્ત્રકારના બે આશય પ્રગટ થાય છે. પહેલો આશય એ છે કે સમ્યગદર્શન તેમજ સમ્યકજ્ઞાનના અભાવમાં અજ્ઞાન, અંધવિશ્વાસ અને મિથ્યાત્વના કારણે મનુષ્ય પાંચ પ્રકારે દુઃખી થાય છે. (૧) હિતાહિત, કર્તવ્ય-અકર્તવ્ય, શ્રેય-પ્રેય, હેય-ઉપાદેયનું ભાન ભૂલી જવાથી ધર્મવિરૂદ્ધ કાર્ય કરીને (૨) વસ્તુ તત્ત્વનું યથાર્થ જ્ઞાન ન હોવાથી ઈષ્ટ વિયોગ, અનિષ્ટ સંયોગમાં આર્તધ્યાન અથવા ચિંતા કરીને (૩) પરમ હિતેચ્છુ, આપ્ત, વીતરાગ, સર્વજ્ઞ સિદ્ધાંત પર વિશ્વાસ ન કરવાથી તથા (૪) અજ્ઞાનવશ માન-અપમાન, નિંદા-પ્રશંસા, લાભ-અલાભ, સુખ-દુઃખ, જીવન-મરણ આદિ દ્વન્દ્રોમાં સમભાવ ન હોવાથી (૫) મિથ્યાત્વ આદિના કારણે ભયંકર પાપકર્મબંધ થઈ જવાથી વારંવાર કુગતિઓમાં જન્મ-મરણાદિ કરીને.
અશાતા વેદનીય કર્મના ઉદયે જીવને દુઃખની પ્રાપ્તિ થાય છે. જેને દુઃખ થઈ રહ્યું હોય તેને દુઃખી કહે છે. તે જ અશાતા વેદનીય કર્મ જ્યારે ઉદયમાં આવે છે, ત્યારે મૂઢજીવ એવાં દુષ્કર્મ કરે છે, જેનાથી તે વારંવાર દુઃખી થાય છે.
દુઃખી મનુષ્ય ફરી ફરી મોહગ્રસ્ત વિવેકમૂઢ થઈ જાય છે. ઉપર્યુક્ત છ પ્રકારોમાંથી કોઈપણ પ્રકારે દુઃખી માનવ પોતાની બુદ્ધિ પર મિથ્યાત્વ અને અજ્ઞાનનો પડદો પડી જવાથી સત્યવાતને વિચારી શકતો નથી, વાસ્તવિક નિર્ણય કરી શકતો નથી, તત્ત્વ પર દઢ શ્રદ્ધા કરી શકતો નથી. સર્વજ્ઞ કથિત વચનો પર તેને વિશ્વાસ બેસતો નથી, પરિણામે તે વારંવાર કુકૃત્ય કરી, વિપરીત ચિંતન કરી, મૂઢ અથવા મોહગ્રસ્ત થતો રહે છે. મોહનીય કર્મનો બંધ કરી ફરીવાર ચારગતિ રૂ૫ ભયંકર દુઃખકારી, અનંત સંસાર અટવીમાં પરિભ્રમણ કર્યા કરે છે.
અહીં એક પ્રશ્ન થાય છે કે સાધુ જીવન અંગીકાર ર્યા પછી તો સમ્યગુદર્શનાદિનું ઉત્કટ આચરણ હોય પછી ત્યાં મોહ અને દુઃખ કેવી રીતે હોય? તેનું સમાધાન આ પંક્તિમાં સમાયેલું છે કે સાધુ સાધ્વી સાંસારિક પદાર્થોનો મોહ-મમતા ત્યાગીને સમ્યક પ્રકારે સંયમ માટે ઉધત થયા હોય છતાં પણ જ્યાં સુધી સાધક વીતરાગ ન થાય, ત્યાં સુધી તેને કેટલા ય પ્રકારે મોહ ઘેરી શકે છે– જેમ કે– (૧) શિષ્યશિષ્યાઓ (૨) ભક્ત–ભક્તાણીઓ (૩) વસ્ત્રપાત્રાદિ ઉપકરણો (૪) ક્ષેત્ર, સ્થાન (૫) શરીર (૬) પ્રશંસા-પ્રસિદ્ધિ (૭) પૂજા-પ્રતિષ્ઠા આદિનો મોહ. તેથી આચારાંગ સૂત્રમાં ફુલ્લી મોરે પુણો પુળો ના સ્થાને પત્થનોદે પુરે પુજે પાઠ છે, જેનો આશય એ છે કે તેના સાધુ જીવનમાં પણ વારંવાર (ફરી ફરી) મોહની ભરતી આવે છે. આ ગાથામાં વિશેષ પ્રકારે મોહને ઉત્પન્ન કરનાર શ્લાઘા અને પૂજા બે વાતોથી ખાસ કરીને વિરક્ત થવાની પ્રેરણા આપવામાં આવી છે. આત્મશ્લાઘા, સ્તુતિ, પ્રશંસા, યશકીર્તિ, પ્રસિદ્ધિ અથવા વાહ વાહને શ્લાઘા કહેવામાં આવે છે અને પૂજાનો અર્થ છે. વસ્ત્રાદિ દાન દ્વારા સત્કાર અથવા પ્રતિષ્ઠા, બહુમાન, ભક્તિ આદિ પૂજા કહેવામાં આવે છે. સાધુ જીવનમાં બીજી વાતોનો મોહ છૂટવો હજુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org