________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
ચક્ષુવાન પુરુષની પ્રવૃત્તિમાં શ્રદ્ધા રાખીને જીવન નિર્વાહ કરે છે. (૨) જ્ઞાન નેત્રહીન ભાવઅંધ વ્યક્તિએ સમ્યગ્દષ્ટા બનવા માટે કેવળજ્ઞાન—કેવળદર્શન સંપન્ન વીતરાગે કહેલ દર્શન પર દઢ શ્રદ્ઘા કરવી જોઈએ. (૩) સ્વકૃત મોહનીય કર્મના કારણે સમ્યગ્દષ્ટિ અવરુદ્ધ થઈ જાય છે તેથી ભાવઅંધ વ્યક્તિ સર્વજ્ઞકથિત સિદ્ધાંત પર શ્રદ્ધા કરે નહીં. (૪) દુ:ખી જીવ સમ્યગ્દષ્ટિના અભાવે વારંવાર વિવેકમૂઢ (મોહગ્રસ્ત) થાય છે. (૫) સાધકે મોહજનક આત્મપ્રશંસા અને પૂજાથી વિરક્ત રહેવું જોઈએ. (૬) સર્વ પ્રાણીઓને આત્મ તુલ્ય જોનાર સાધુ જ સમ્યગ્દર્શી તેમજ રત્નત્રય સંપન્ન હોય છે.
૧૨૬
અવન્તુ વ... મુળ :- આ ગાથામાં આગમ સિદ્ધાંત પર શ્રદ્ધા કરવા માટે અંધ પુરુષનું દૃષ્ટાંત આપ્યું છે. અંધપુરુષ શ્રદ્ધાથી નેત્રવાન પુરુષના માર્ગદર્શન પ્રમાણે ચાલે છે. અંધ પુરુષ નેત્રવાન પુરુષ ની આંગળી પકડીને જ્યાં લઈ જાય ત્યાં તર્ક વિતર્ક વિના પ્રગાઢ શ્રદ્ધાથી ચાલ્યો જાય છે. આવી દઢ શ્રદ્ધા ધર્મ માર્ગમાં, વીતરાગ દર્શનમાં રાખવાની પ્રેરણા મોહ અને અજ્ઞાનમાં પડેલ પ્રાણીઓને આ ગાથામાં કરી છે. વ્યાખ્યાકારોએ આ ગાથાનું વિવેચન બીજી રીતે કર્યું છે.
'અવસ્તુ વ વવવુવાહિય ' ગવન્દૂ વ :- આ સંબોધન છે. સંસ્કૃતમાં તેના પાંચ રૂપ વૃત્તિકારે પ્રસ્તુત કર્યા છે. (૧) હૈ અપશ્યવત્ ! (૨) હે અવયવર્ણન્ !(૩) અવક્ષવત્ (૪) અપૃષ્ટવંશિન્ ! (૫) અદષ્ટવર્શન આ પાંચેનો અર્થ ક્રમશઃ આ પ્રમાણે છે.
(૧)અપશ્યવસ્– જે જુએ છે, તે પશ્ય અને જે નથી જોતો તે અપશ્ય કહેવાય છે. અપશ્યને વ્યવહારમાં આંધળો કહે છે. અહીં દાર્શનિક ક્ષેત્રમાં દ્રવ્યથી અંધની વાત નથી, ભાવઅંધની વાત જ અહીં વિવક્ષિત છે. ત્રણ કારણોથી તેઓને ભાવઅંધ માનવામાં આવ્યાં છે. () એક માત્ર પ્રત્યક્ષને જ પ્રમાણ માનવાના કારણે, (C) કર્તવ્ય—અકર્તવ્ય, હિતાહિતના વિવેકથી રહિત હોવાના કારણે (T) વ્યવહાર માત્રનો લોપ થઈ જવાના કારણે.
(૨) અપવર્શન- સર્વજ્ઞ—સર્વદર્શીને પશ્ય કહે છે. જે સર્વજ્ઞ સર્વદર્શી નથી, તેને અપશ્ય કહે છે. અપશ્યદર્શનનો અર્થ થયો " હે અસર્વજ્ઞ અસર્વદર્શીના દર્શનને માનનાર પુરુષ !” એને બીજા શબ્દોમાં કહીએ તો "અન્ય દર્શનાનુયાયી પુરુષ" કહી શકીએ.
(૩)અવક્ષવત્– દક્ષનો અર્થ છે નિપુણ. દાર્શનિક ક્ષેત્રમાં નિપુણ તેને કહે છે, જે પ્રત્યક્ષ, અનુમાન, આગમ આદિ પ્રમાણોથી તત્ત્વને સિદ્ધ કરવામાં નિપુણ હોય, અનિપુણ પુરુષ ! જે તેવો ન હોય તે "અદક્ષ" કહેવાય છે.
(૪) અદૃષ્ટવંશિન્— ઈન્દ્રિયની ક્ષીણતા વગેરે કારણથી સૂક્ષ્મ, વ્યવહિત, ક્ષેત્ર-કાળથી પરોક્ષ પદાર્થ જેને દષ્ટ નથી—દેખાતા નથી તે અદષ્ટદર્શી છે. અદષ્ટદર્શીનું સંબોધનરૂપ અદષ્ટદર્શિન્ ! થાય છે.
(૫) અદૃષ્ટવર્શન- અસર્વજ્ઞ, અસર્વદર્શીને કહે છે, આ દૃષ્ટિએ અદષ્ટદર્શનનો અર્થ થયો—જે અદૃષ્ટ અસર્વદર્શીના દર્શનવાળો છે. જે કોઈ પણ અદષ્ટદર્શી હોય તે ભાવથી અંધ હોવાના કારણે સમ્યગ્દર્શન યુક્ત નથી. તેથી તેને સંબોધન કરતાં પરમ હિતૈષી શાસ્ત્રકાર કહે છે. વવવુવાહિય સદ્દહસુ હે અદષ્ટ
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org