________________
અધ્યયન-૨/ઉદ્દેશક-૨
_.
[ ૧૦૯ ]
ભોજન કરતા નથી (૫) જીવનને ક્ષણભંગુર જાણી મદ(અભિમાન) કરતા નથી (૬) સ્વચ્છંદાચાર, માયાચાર તેમજ મોહપ્રવૃત્તિના દુષ્પરિણામ જાણી તેનો ત્યાગ કરી, સંયમ સાધનામાં લીન રહે છે (૭) અનુકૂળ પ્રતિકૂળ પરીષહોને મન, વચન, કાયાથી સમભાવપૂર્વક સહે છે. (૧) હીરો કાપડિવુકાળો :- ઠંડા (સચિત્ત-અપ્રાસુક) પાણીના સેવન પ્રત્યે જુગુપ્સા રાખનાર સાધુ ગમે તેવો વિકટ પ્રસંગ હોય, જરા માત્ર પણ સચેતપાણીની ઈચ્છા ન કરે, કારણ કે પાણીના જીવોની વિરાધનાને તે આત્મવિરાધના સમજે છે. (૨) અલિguસ :- પ્રતિજ્ઞા-કોઈપણ ઈષ્ટ, મનોજ્ઞ આ લોકસંબંધી કે પરલોકસંબંધી વિષયને પ્રાપ્ત કરવાનો સંકલ્પ કરે નહીં. (૩) તાવળિો :- લેશમાત્ર કર્મબંધનથી પણ દૂર રહેનાર. વૃત્તિકાર સંમત પાઠાંતર છે કે નવાવસMળો તેની વ્યાખ્યા કરી છે કે, નવું વર્ષ તાત્ અવસર્જનઃ યેનુષ્ઠાન શર્મવલોપાલાનY તત્વરિદરિખ ત્યર્થ અર્થાત્ લવ કર્મને કહે છે તેનાથી દૂર થઈ જનાર અર્થાત્ જે કાર્ય કર્મબંધનનું કારણ છે, તેને જાણીને છોડી દેનાર. તે લેશમાત્ર પણ કર્મબંધનના કારણોની પાસે જતો નથી અર્થાત્ કર્મબંધના કારણોથી દૂર રહે. (૪)મિત્તે સનં જ મુંનદ્ :- ગૃહસ્થના વાસણોમાં ભોજન ન કરે. સાધુ જો ગૃહસ્થના વાસણમાં ભોજન કરે તો ભોજન કર્યા પછી ગૃહસ્થ તે વાસણને સચેત પાણીથી ધોવે, તે ધોયેલા પાણીને અયત્નાથી ફેકે, તે પાણી ગટર વગેરેમાં જાય તો અનેક જીવોની હિંસા થાય. ધાતુના વાસણ વાપરવા, ગૃહસ્થના વાસણ વાપરવાનો સાધુનો આચાર નથી. અહિંસા સમત્વની સાધના માટે સાધુ ગૃહસ્થના વાસણમાં ભોજન ન કરે. (૫) રૂતિ સહાય મુળ જ મm૬ :- જીવનને ક્ષણભંગુર જાણીને મુનિ મદ ન કરે. વૃત્તિકાર આ વાતને સ્પષ્ટ કરતાં કહે છે કે ખરાબ કાર્ય કરનારાઓમાં હું જ સત્કાર્ય કરનાર છું, હું જ ધર્માત્મા છું, અમુક મનુષ્ય તો પાપી છે, હું ઉચ્ચ ક્રિયાપાત્ર છું, આ બધા તો શિથિલાચારી છે. આ રીતે સાધુ અભિમાન ન કરે. () છ પતિ રૂમ પથ :- અજ્ઞાની લોકો પોતપોતાના સ્વચ્છંદ આચાર વિચારના કારણે તથા માયાપ્રધાન આચારના કારણે મોહનીયકર્મનો બંધ કરી નરક આદિ ગતિઓમાં જાય છે. સ્વછંદ બુદ્ધિના કારણે કેટલાક પશુઓની બલિ ચડાવે છે; કેટલાક લોકો પોતાના ધર્મસંઘ, આશ્રમ, મંદિર, સંસ્થા અથવા જાતિ આદિના નામે દાસી–દાસ અથવા પશુ તથા ધન ધાન્ય આદિનો પરિગ્રહ રાખે છે; લોકોને પોતાની તરફ આકર્ષિત કરવામાં, ક્રિયાકાંડોમાં ભરમાવી તેમની પાસેથી ધન એકઠું કરે છે. બાહ્ય શારીરિક શુદ્ધિમાં જ ધર્મ છે તેમ માની શરીર પર વારંવાર પાણી છાંટવું, સ્થાનને વારંવાર ધોવું, વાસણોને વારંવાર ઘસવા આદિ માયાપ્રધાન પંચનાત્મક પ્રવૃત્તિ કરે છે અને તેનું સમર્થન કરતા તેઓ કહે છે કે
कुक्कुटसाध्यो लोको, णाकुक्कुटतः प्रवर्तते किंचित् । तस्माल्लोकस्यार्थे स्वपितरमपि कुक्कुट कुर्यात् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org