________________
[ ૯૨ |
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
કરવા માટે આવે છે પરંતુ સાધુ સંયમ ભાવમાં એવા દઢ રહે કે આ ઉપસર્ગ સાધુને વિચલિત કરી ન શકે. ઉપસર્ગ સમયની સાધુની દઢતા સૂચવતા શાસ્ત્રકારે કહ્યું છેકવિ સુરસે તં નમે નળT, જે નથતિ ન સંવત્તા - આવા અનુકૂળ ઉપસર્ગના સમયે સંયમ ધર્મમાં સ્થિત શ્રમણ સ્વજનોના રાગયુક્ત વચનોથી કે કરુણ વિલાપથી ચલિત થાય નહીં. જો તે સ્વધર્મમમાં દ્રઢ રહે તો સ્વજનો તેને ચલિત કરી શકતા નથી. શાસ્ત્રકારે સાધકને અનુકુળ ઉપસર્ગના સમયે સ્થિર રહેવા ભિન્ન ભિન્ન પ્રકારે સાત સૂચનો કર્યા છે. (૧) તેમની પ્રાર્થના (આજીજી)પર ધ્યાન આપે નહીં (૨) તેમની વાતોથી અંશમાત્ર પીગળે નહીં (૩) તેમના કરુણ વિલાપ આદિથી વિચલિત થાય નહીં (૪) પ્રલોભનોમાં લલચાય નહિ અને ભયથી ગભરાઈને ડગે નહિ (૫) તેઓની વાતોમાં જરાપણ રુચિ બતાવે નહીં (૬) તેઓની સંયમથી ભ્રષ્ટ કરનારી શિખામણો પર વિચાર કરે નહીં અને (૭) અસંયમી જીવનની જરા પણ આકાંક્ષા કરે નહીં. મને અહિં છિયા, નોઈ નંતિ...પુળો પરિપથ :- માતાપિતા આદિ અસંયમી લોકોના પ્રલોભનોમાં જે લલચાય જાય, ભય દેખાડવાથી મૂછિત થઈ જાય તેવા અપરિપક્વ સાધુ સુદીર્ઘ કાળનું મહામૂલું, અતિ દુર્લભ સંયમ ધન ખોઈને અસંયમી બની જાય છે. તે મૂઢ સાધક, ગૃહસ્થ જીવનમાં આવી પોતાના સ્વજન- પરિજનોમાં અથવા કામભોગોમાં એટલો આસક્ત થઈ જાય કે તે કોઈપણ પ્રકારના પાપ કરવામાં સંકોચ અનુભવતો નથી. ગૃહસ્થ યોગ્ય ધાર્મિક મર્યાદાઓનું પણ પાલન કરી શકતો નથી. સંયમભ્રષ્ટ પુરુષ અઢારે પ્રકારના પાપો કરવામાં નીંભર અને નિરંકુશ બની જાય છે. અને અહં મુછિયા :- આદિ પાઠથી શાસ્ત્રકારે સાધુઓને સાવધાન કર્યા છે કે મંદપરાક્રમી, આચારવિચારમાં શિથિલ, સાધુતામાં અપરિપક્વ, અસંયમમાં રુચિ રાખનાર જ સંયમથી ભ્રષ્ટ થાય છે પણ તમે કયારે ય તેવા બનતા નહી. મહાકિંમતી સંયમધનને ગુમાવતા નહીં. કર્મવિદારક વીરોને ઉપદેશ :
तम्हा दवि इक्ख पंडिए, पावाओ विरएऽभिणिव्वुडे ।
पणया वीरा महावीहिं, सिद्धिपहं णेयाउयं धुवं ॥ શબ્દાર્થ :-રવિ મોક્ષાર્થી, રૂહ = વિચાર કરીને, વાવાળો = પાપથી, વિર = નિવૃત્ત થઈને, મ હે= શાંત થઈ જાઓ, વારે = કર્મનુંવિદારણ કરવામાં સમર્થ પુરુષ, મણિવિહં= મહામાર્ગને, પાયા = પ્રાપ્ત કરે છે, સિદ્ધિાર્દ = જે મહામાર્ગ સિદ્ધિનો માર્ગ, નેવાર્થ = તથા મોક્ષથી નજીક લઈ જનાર, પુર્વ ધ્રુવ છે. ભાવાર્થ :- મોક્ષાર્થી પંડિત સાધક આંતનિરીક્ષણ કરીને પાપકર્મોથી વિરત થઈ પરમ શાંત થઈ જાય છે. સંયમના આ મહામાર્ગ પ્રત્યે વીર પુરુષ સમર્પિત હોય છે. આ જ સિદ્ધિપથ છે, મોક્ષ તરફ લઈ જનાર અટલ-ધ્રુવ માર્ગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org