________________
[ ૮૮ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
કહે છે કે પરીષહો અને ઉપસર્ગોને સમભાવપૂર્વક હસતાં હસતાં સહેવા માટે સાધકે પહેલાં અનશન આદિ તપશ્ચર્યા, ત્યાગ, પ્રત્યાખ્યાન, કાયોત્સર્ગ, સેવા, આતાપના, વસ્ત્ર સંયમ, કાયક્લેશ, પ્રતિસલીનતા, ઉણોદરી, રસપરિત્યાગ, વૃત્તિસંક્ષેપ આદિ દ્વારા કષ્ટો સ્વીકારી તેમાં સમતા રાખવાનો અભ્યાસ કરવો જોઈએ. શાસ્ત્રકારે ભીંતના દષ્ટાંત દ્વારા આ વાતને પુષ્ટ કરી છે. જેમ દીવાલ પરના પોપડા ઉખેડી નાખવાથી દીવાલ કૂશ થાય છે તેમ અનશનાદિ દ્વારા શરીરને કૃશ કરવું જોઈએ.
અભ્યાસ પરિપક્વ થઈ જાય ત્યારે સાધુજીવનમાં અકસ્માતુ (એકાએક) કોઈ પણ ઉપસર્ગ અથવા પરીષહ આવી પડે તો તે સમયે અહિંસા વગેરે ધર્મના ગુણો– ક્ષમા, દયા, ધૈર્ય, આદિને ધારણ કરવા જોઈએ.
વિહંસાનેવ પબ્લા - પરીષહ ઉપસર્ગ આવે ત્યારે અહિંસા ધર્મનો આશ્રય લેવો જોઈએ. તે સમયે તે પરીષહ ઉપસર્ગોના નિમિત્તને નિંદવા ન જોઈએ, અકળાવું ન જોઈએ તેમજ ચિડાવું ન જોઈએ. વિલાપ, આર્તધ્યાન, રોષ અથવા શ્વેષ કરવો તે ભાવહિંસા છે. તે એક પ્રકારની આત્મ હિંસા જ છે. વિવિધ પ્રકારની હિંસા તે વિહિંસા કહેવાય છે. હિંસા ન કરવી તે અવિહિંસા. મોક્ષને અનુરૂપ ધર્મ તે અનુધર્મ કહેવાય છે. પરીષહાદિના સમયે અહિંસારૂપ અનુધર્મના પાલનનું કથન સર્વજ્ઞ ભગવાનનું છે. સકળ નદ...મદને :- જૈન દર્શન માન્ય સિદ્ધાંત છે કે મનુષ્ય પર કોઈપણ વિપત્તિ, સંકટ, યાતના, કષ્ટ અથવા દુઃખ, પૂર્વકૃત અશુભ કર્મોના ઉદયના કારણે આવે છે, પરંતુ અજ્ઞાની વ્યક્તિ અશાતાવેદનીય કર્મોને ભોગવવાની સાથે આકુળ-વ્યાકુળ તેમજ શોકાર્ત થઈ નવો કર્મબંધ કરી લે છે. એથી શાસ્ત્રકારે ગાથામાં બતાવ્યું છે કે જ્ઞાની સાધક ઉપસર્ગ અથવા પરીષહજન્ય કષ્ટ આવે ત્યારે પૂર્વકૃત કર્મોનું ફળ જાણીને તેમને સમભાવથી ભોગવીને તે કર્મરજને એવી રીતે ખંખેરી નાખે, જેવી રીતે ધૂળથી ખરડાયેલું પક્ષી પોતાની પાંખો ફફડાવીને તે ધુળને ખંખેરી નાખે છે.
१६
અનુકૂળ પરીષહ-વિજય ઉપદેશ :
उट्ठियमणगारमेसणं, समणं ठाणठियं तवस्सिणं ।
डहरा वुड्डा य पत्थए, अवि सुस्से ण य तं लभे जणा ॥ શબ્દાર્થ – પલળ = એષણાનું પાલન કરવા માટે, તાકિ = સંયમ સ્થાનમાં સ્થિત, ૩૮ર = દીકરાઓ, યુથ = માતાપિતા આદિ વૃદ્ધ, પત્થ = દીક્ષા છોડી દેવા માટે પ્રાર્થના કરે, અતિ સુણે = પ્રાર્થના(વિનંતિ) કરતાં કરતાં તેઓ થાકી જાય, = પરંતુ તે સાધુને, ા ય ત નમેન = પોતાને આધીન(વશવર્તી) કરી શકતા નથી. ભાવાર્થ :- ગૃહત્યાગ કરી અણગાર બનેલા તથા એષણા પાલન માટે તત્પર, પોતાના સંયમસ્થાનમાં સ્થિત એવા તપસ્વી સાધુને તેના સંતાનો કે વૃદ્ધ માબાપ આદિ દીક્ષા છોડી દેવા માટે ગમે તેટલી આજીજી કરે, આજીજી કરતાં કરતાં તેનું ગળું સૂકાવા લાગે, તોપણ તેઓ તે સાધુને મેળવી શકતા નથી, મનાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org