________________
અધ્યયન-ર/ઉદ્દેશક-૧
_
| ૮૭ |
છે. પરીષણો બાવીશ છે. આચારાંગસૂત્રમાં શીત અને ઉષ્ણ બે પ્રકારના પરીષહો બતાવ્યા છે. તે અનુકુળ અને પ્રતિકૂળ પરીષહ પણ કહેવાય છે. ૨૨ પરીષહોમાંથી સ્ત્રી અને સત્કાર આ બે શીત અથવા અનુકૂળ પરીષહ છે. બાકીના ૨૦ પરીષહ ઉષ્ણ અથવા પ્રતિકૂળ છે. અન્ય દ્વારા કષ્ટદાયક પરિસ્થિતિ ઉત્પન્ન થાય તેને ઉપસર્ગ કહેવાય છે અને દ્રવ્ય-ક્ષેત્ર-કાળાદિ નિમિત્તથી સહન કરવા યોગ્ય સ્થિતિ નિર્માણ પામે તો તે પરીષહ કહેવાય છે. આ ઉપસર્ગ પણ શીત અને ઉષ્ણ બન્ને પ્રકારના હોય છે. ઉપસર્ગ પરીષહ સહન કરવાનું બળ, વૈર્ય કેળવવા માટે શાસ્ત્રકાર ચિંતન સૂત્ર પ્રસ્તુત કરે છે. છ જિ તી અદમેવ...દિયાસણ :- આ ગાથામાં પરીષહ કે ઉપસર્ગ શબ્દ તો નથી પરંતુ સુખતિ શબ્દ પ્રયોગ છે. સુખતિ એટલે પીડા સહવી, પરીષહ–ઉપસર્ગ પીડા દાયક છે માટે આ ગાથામાં પરીષહ-ઉપસર્ગ સહન કરવાની વાત છે તેમ સિદ્ધ થાય છે. (૧) આ ઉપસર્ગ અને પરીષહ માત્ર મને જ પીડિત કરતા નથી. સંસારનાં બધાં પ્રાણીઓને પીડિત કરે છે. પૂર્વે કરેલાં કર્મોના ઉદયથી જ્યારે તે કષ્ટ સામાન્ય વ્યક્તિ પર આવે છે, ત્યારે તે "હાય-હાય" કરતાં, દુઃખી બની તેને ભોગવે છે અને તેથી વિશેષ કર્મબંધ કરે છે. જ્યારે જ્ઞાનાદિ સંપન્ન સાધક પૂર્વકૃત અશુભ કર્મોનું ફળ જાણીને તે પરીષહાદિને શત્રુ નહિ પણ મિત્ર સ્વરૂપે જુએ છે. તેથી આ પરીષહ અથવા ઉપસર્ગ સાધકને કર્મ નિર્જરાનો અવસર છે. તે પ્રકારની શુભ વિચારણાથી પરીષહો અને ઉપસગોને સમતાપૂર્વક સહન કરે તો જ કર્મ નિજેરા થાય છે. તેથી સાધક પરીષહાદિના સમયે તે કષ્ટદાતા અથવા કો પર ક્રોધ ન કરે, તેમજ કષ્ટસહિષ્ણુ હોવાનું અભિમાન પણ ન કરે. અનુકૂળ પરીષહ અથવા ઉપસર્ગ આવવાથી વિષયસુખની લોલુપતાવશ વિચલિત ન થાય, પોતાના ધર્મમાં અડગ રહે. પરીષહોને સહન કરવાથી સાધકમાં કષ્ટ સહિષ્ણુતા (કષ્ટોને સહન કરવાની શક્તિ), વીરતા, કાયોત્સર્ગ શક્તિ, આતમ શક્તિ આદિ ગુણોમાં વૃદ્ધિ થાય છે.
અજ્ઞાની લોકો લાચારીથી વિવિધ કષ્ટોને સહન કરે છે, સમભાવથી નહી. તેથી તેઓ નિર્જરાના અવસરને ખોઈ નાખે છે. સાધક જૂએ તેને આ વાત શાસ્ત્રકારે મહિપાસ શબ્દ દ્વારા વ્યક્ત કરી છે. વૃત્તિકારે તેનો અર્થ કર્યો છે, જ્ઞાનાદિ સંપન્ન બની અથવા આત્મહિતૈષી બની, કુશાગ્ર બુદ્ધિથી જુએ. ચૂર્ણિકારે અર્થ કર્યો છે– જ્ઞાનાદિ સહિત સાધક પોતાનાથી જુદા જુદા અધિક લોકોને જુએ. પરીષહ અને ઉપસર્ગ સહન કરવાના સહજ ઉપાયઃ- શાસ્ત્રકાર પરીષહ અને ઉપસર્ગને સહજતાથી સહન કરવાના ત્રણ ઉપાયો બતાવ્યા છે. ૧. શરીરને અનશન આદિ (ઉપવાસ આદિ) તપશ્ચર્યા દ્વારા કૃશ કરે. ૨. પરીષહ અથવા ઉપસર્ગ આવે ત્યારે અહિંસા ધર્મમાં અડગ રહે. ૩. ઉપસર્ગ અથવા પરીષહને પૂર્વકૃત કર્મોદયજન્ય જાણીને સમભાવથી ભોગવી કર્મરાજ ને ખંખેરી
નાખે.
જિસ દેદમMIRMIé:- આ એક મનોવૈજ્ઞાનિક તથ્ય છે કે સ્વેચ્છાએ અપનાવેલાં કષ્ટોને મનુષ્ય કષ્ટરૂપે અનુભવતો નથી, જ્યારે બીજા કોઈ એ કષ્ટ આપે તો તે કષ્ટ અસહ્ય થઈ જાય છે. તેથી શાસ્ત્રકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org