________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
કર્મયુક્ત બની સંસારમાં આવે છે. શુદ્ધાત્મા પુનઃ મલિન થાય છે તે સમજાવવા તે દાર્શનિકો નિર્મળ અને મલિન જળનું દૃષ્ટાંત આપે છે તે દર્શાવતા શાસ્ત્રકાર કહે છે-વિયટ વ નહીં મુખ્મો યં સવં તો જે રીતે નિર્મળ પાણી પણ આધી તુફાનથી ઉડેલી રજ, માટી, કચરા વડે મલિન બની જાય છે તે જ રીતે તપ સંયમની સાધના વડે શુદ્ધ થયેલો આત્મા પણ પોતાના શાસનના અભ્યુદય માટે રાગ અને સ્વશાસનનો પરાભવ જોઈને દ્વેષભાવને ધારણ કરે છે. આ રીતે શુદ્ધ થયેલો આત્મા પુનઃ મલિન થઈ જાય છે.
૫૪
આ સંબંધમાં ચૂર્ણિકાર ૧૧મી ગાથાના ઉત્તરાદ્ધમાં પુો ઝીકાપવોસેળ, સે તત્ત્વ અવતાર આ પ્રકારનું પાઠાંતર માનીને અવતારવાદની ઝાંખી પ્રસ્તુત કરે છે. તે આત્મા મુક્ત થઈ, રાગ અને દ્વેષના કારણે કર્મરજથી લિપ્ત થઈ સંસારમાં અવતાર ધારણ કરે છે. તે મુક્તાત્મા પોતાના ધર્મશાસનની પુનઃ પ્રતિષ્ઠા કરવા માટે રજોગુણ યુક્ત થઈને અથવા કર્મ રજથી શ્લિષ્ટ થઈને અવતાર લે છે.
તે
આ પ્રકારની માન્યતા બૌદ્ધ ધર્મના કેટલાક સંપ્રદાયોની પણ છે. તેઓનું કથન છે કે સુગત(બુદ્ધ) આદિ ધર્મતીર્થના પ્રવર્તક, જ્ઞાની, તીર્થંકર્તા, પરમ પદને પ્રાપ્ત કરીને પણ જ્યારે પોતાના તીર્થ ધર્મસંઘનો તિરસ્કાર જુએ છે ત્યારે તેનો ઉદ્ધાર કરવા માટે પુનઃ સંસારમાં આવે છે.
ધર્મનું પતન અને અધર્મનું અભ્યુત્થાન થતું જોઈ મુક્ત આત્માના અવતીર્ણ થવાની માન્યતા વૈદિક પરંપરામાં પણ પ્રસિદ્ધ છે અને ગીતા વગેરે ગ્રંથોમાં અવતારવાદનું સ્પષ્ટ વર્ણન છે કે– જયારે જ્યારે સંસારમાં ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થવા લાગે છે ત્યારે ત્યારે હું(મુક્ત આત્મા) સાધુ પુરુષોનું રક્ષણ તથા દુષ્ટોનો નાશ કરવા યુગે યુગે અવતાર ધારણ કરું છું. તે અવતારવાદ અથવા પુનરાગમનવાદ કહેવાય છે.
જે ભક્તિવાદી સંપ્રદાયોમાં એવી માન્યતા પ્રચલિત છે કે ભગવાન પોતાની લીલા બતાવવા માટે અવતાર ધારણ કરે છે અથવા સજ્જનોના રક્ષણ તથા દુર્જનોના સંહારના રૂપે લીલા કરે છે. આવી લીલા સમયે તેઓ દુષ્ટોનો નાશ કરે અને ભક્તની રક્ષા માટે શક્ય હોય તેટલા પ્રયત્ન કરે ત્યારે તેવું કરવામાં તેનામાં દ્વેષ અને રાગ હોય તે સ્વાભાવિક છે. તેથી આ ગાથામાં કહેલા જીલાપોલ્લેખની સાથે ભક્તિવાદી સંપ્રદાયો કચિત ક્રીડા - લીલાની અર્ધ સંગતિ થઈ જાય છે.
બૈરાશિક વાદ, અવતારવાદનું' ખંડન :– પ્રશ્ન થાય કે જે આત્મા એકવાર કર્મમળથી સર્વથા રહિત થઈ ગયો છે, શુદ્ધ—બુદ્ધ મુક્ત, નિષ્પાપ થઈ ગયો છે; તે ફરીથી અશુદ્ધ, કર્મમળયુક્ત અને પાપયુક્ત કેવી રીતે થઈ શકે ? જેવી રીતે બીજ બળી ગયા પછી તેમાંથી અંકુર ફૂટે નહીં, એવી જ રીતે કર્મબીજ બળી ગયા પછી ફરીથી સંસારરૂપી(જન્મમરણ રૂપી) અંકુર ફૂટવા અસંભવિત છે. અધ્યાત્મ સાધનાઓનો ઉદ્દેશ્ય પાપથી, કર્મબંધથી, રાગ-દ્વેષ—કષાયાદિ વિકારોથી સર્વથા મુક્ત, શુદ્ઘ તેમજ નિષ્પાપ થવું તે છે. જો શુદ્ધાત્મા પુનઃ મલિન થઈ જાય તો શુદ્ધ થવાની મહેનત નકામી જાય, કરેલી સાધના માટીમાં મળી જાય. આત્મા શુદ્ધ બની મોક્ષે ગયા પછી પુનઃ અશુદ્ધ બની જન્મ ધારણ કરે છે. તે તેઓની માન્યતા યુક્તિ સંગત નથી. મુક્ત જીવ રાગદ્વેષ વિહીન હોય છે. રાગદ્વેષ હોય તો તે મુક્ત ન કહેવાય. રાગદ્વેષ જ ન હોવાથી તેઓની આખા જગત પ્રત્યેની એકત્વ દષ્ટિ હોય છે. તેઓમાં સ્વધર્મ-પરધર્મ જેવો કોઈ ભેદભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org