________________
[ ૨૮ ]
શ્રી આચારાંગ સત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
ભાવાર્થ:- સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં આહાર પ્રાપ્તિ માટે જાય, ત્યારે તે(તદ્યોગ્ય) આવશ્યક સર્વ ઉપકરણ (વસ્ત્ર, પાત્ર, જોળી, રજોહરણ વગેરે) લઈને ઘરમાં પ્રવેશ કરે કે નીકળે.
સાધુ કે સાધ્વી બહાર મલોત્સર્ગભૂમિમાં કે સ્વાધ્યાય ભૂમિમાં જાય, ત્યારે પણ(તયોગ્ય) આવશ્યક સર્વ ઉપકરણ સાથે લઈને ત્યાંથી નીકળે કે પ્રવેશ કરે. - સાધુ કે સાધ્વી એક ગામથી બીજા ગામ વિહાર કરતા હોય, ત્યારે પોતાના સર્વ ઉપકરણ સાથે લઈને વિહાર કરે. |७ से भिक्खू वा भिक्खुणी वा अह पुण एवं जाणेज्जा, तिव्वदेसियं वा वासं वासमाणं पेहाए, तिव्वदेसियं वा महियं संणिचयमाणिं पेहाए, महावाएण वा रयं समुद्धयं पेहाए, तिरिच्छ संपाइमा वा तसा पाणा संथडा संणिचयमाणा पेहाए, से एवं णच्चा णो सव्वं भंडगमायाए गाहावइकुलं पिंडवायपडिवाए पविसेज्ज वा णिक्खमेज्ज वा, बहिया विहारभूमि वा वियारभूमि वा णिक्खमेज्ज वा पविसेज्ज वा गामाणुगाम दूइज्जेज्जा । શબ્દાર્થ – તિધ્વસિયં વાસં = અલ્પ કે તીવ્ર વર્ષાવાસમાઈ = વરસતી પેદાઈ = જોઈને નહાવા = મહાવાયુથી રહ્યું = રજને સમુદ્ધાં = ઊડતી પેદા = જોઈને તિરિષ્ઠ સંપામા = તિરછા ઊડતા હતા પાણી = ત્રસ પ્રાણીઓના સથડા = સમુદાયને સાિવયમાન = ઊડતા તેમજ પડતા. ભાવાર્થ:- સાધુ કે સાધ્વી કદાચ એમ જાણે કે અલ્પ કે વધુ પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે, અલ્પ કે વધુ પ્રમાણમાં ઝાકળ, ધુમ્મસ વરસી રહી છે, મહાવાયુ-આંધીથી ધૂળ ઊડી રહી છે, તિરછા ઊડતા ઘણા ત્રસ જીવો એક સાથે ઊડી રહ્યા છે, ત્યારે સાધુ કે સાધ્વી સર્વ આવશ્યક ઉપકરણ સાથે લઈને પણ આહાર નિમિત્તે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે નહિ, નીકળે નહિ તથા બહાર મલોત્સર્ગ ભૂમિમાં કે સ્વાધ્યાય ભૂમિમાં પણ પ્રવેશ કે નિર્ગમન કરે નહિ અને એક ગામથી બીજા ગામમાં વિહાર પણ કરે નહિ. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રમાં ગોચરી આદિ કોઈ પણ આવશ્યક કાર્ય માટે બહાર જતાં સમયે યોગ્ય સર્વ ઉપકરણ સાથે લઈને જવાનું કથન છે. સળં મંડામાયા - સર્વ ભંડોપકરણને સાથે લઈને. પ્રસ્તુત પ્રસંગમાં સર્વ શબ્દનો અર્થ તે કાર્યને યોગ્ય સર્વ ઉપકરણો સાથે લઈને જાય, તે પ્રમાણે થાય છે. જેમ કે સાધુ ગોચરી જાય, ત્યારે આહારને યોગ્ય પાત્ર, જોળી વગેરે; પાણી લેવા માટે જાય ત્યારે પાણી લઈ શકાય તેવું મોટું પાત્ર તથા તેને યોગ્ય જોળી લઈને જવું જરૂરી છે. જો આહાર કે પાણી માટે ગયેલા સાધુ પાસે યોગ્ય પાત્ર કે જોળી વગેરે ન હોય, તો તેને મુશ્કેલી થાય છે, તેને ફરી સ્વસ્થાને આવીને પુનઃ તે આહાર-પાણી લેવા જવું પડે છે.
સ્પંડિલભૂમિ જાય ત્યારે એક પાત્ર, જોળી, આવશ્યકતા અનુસાર પાણી હોવું જરૂરી છે. સ્વાધ્યાયભૂમિમાં જાય, ત્યારે પોતાનું આસન, પુસ્તક, પોથી, પાના વગેરેની જરૂર હોય છે. આ રીતે સાધુ પોતાની પ્રવૃત્તિ અનુસાર તદ્યોગ્ય આવશ્યક સર્વ ઉપકરણો ઉપયોગપૂર્વક સાથે રાખે છે. પ્રમાદવશ તેમાં ભૂલ કરે નહીં અને જ્યારે ગ્રામાનુગ્રામ વિહાર કરે ત્યારે પોતાના ભંડોપકરણમાંથી કોઈ પણ વસ્તુ ભૂલાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org