________________
૨૪ ]
શ્રી આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
ઉપાશ્રયમાં ર = રાત્રિમાં વિયાને = અકાળમાં મ ર્યાતિયં વર્લ્ડ = ઇન્દ્રિય સુખોપભોગ માટે રસિયં = એકાંત સ્થાનમાં મેહુણધર્મપરિયા૨બા૨ = મૈથુન ધર્મનું સેવન કરવામાં ભાડાનો = પ્રવૃત્તિ કરીએ સં = તે પ્રાર્થનાને રેપો = કોઈ અનભિજ્ઞ સાધુ સાફને = સ્વીકાર કરે.
અ = અકરણીય કાર્ય છે જ પર્વ = ફરી આ સંgણ = જાણીને આવા = કર્મને આવવાનો માર્ગ વિશ્વના = ક્ષણ-ક્ષણમાં કર્મ એકઠા કરતા પાવાવ = આ રીતે બીજો પણ કર્મ આવવાનો માર્ગ. ભાવાર્થ :- સંખડીમાં ગયેલા સાધુ જો ત્યાં ગૃહસ્થો કે તેની પત્નીઓ, પરિવ્રાજક કે પરિવ્રાજિકાઓ મદિરાપાન કરતા હોય તેઓની સાથે મળીને મદિરા પાન કરે, તેઓની સાથે હળીમળી જાય, ક્યારેક ઉપાશ્રયની શોધ કરતા ન મળે તો તે ગૃહસ્થ કે પારિવ્રાજકોની સાથે જ રહી જાય, તેઓ પરસ્પર મદોન્મત થઈ વિપરીત ભાવને પ્રાપ્ત થાય, મદિરાના પ્રભાવથી પોતાના સ્વરૂપને ભૂલી સ્ત્રી શરીરમાં કે નપુંસકોના શરીરમાં આસક્ત થાય, તેના સંપર્કથી સાધુ પણ ભાન ભૂલી જાય, ત્યારે તેને આસક્ત જોઈને સ્ત્રી કે નપુંસકો તેની પાસે આવીને કહે કે તું આયુષ્યમાન શ્રમણ ! બગીચામાં કે ઉપાશ્રયમાં રાત્રે કે સંધ્યા સમયે આપણે મળશું અને ત્યાં ઇન્દ્રિય સુખોપભોગ માટે એકાંત સ્થાનમાં રતિક્રીડા કરશું, તેવા સમયે કોઈ અજ્ઞાની સાધુ તેઓની તથા પ્રકારની પ્રાર્થનાનો સ્વીકાર પણ કરે.
તેથી તીર્થકર ભગવંતોએ કહ્યું છે કે ભિક્ષ માટે સંખડી ગમન અકરણીય છે, તે કર્મના આશ્રવનો માર્ગ છે, દોષોનું સ્થાન છે, કર્મોનો સંચય વધે છે, પૂર્વોક્ત અનેક દોષો ઉત્પન્ન થાય છે, માટે નિગ્રંથ મુનિઓએ પૂર્વ કે પશ્ચાત્ કોઈ પણ સંખડીમાં જવાનો સંકલ્પ પણ કરવો ન જોઈએ. | ३ से भिक्खू वा भिक्खुणी वा अण्णयरं संखडिं सोच्चा णिसम्म संपरिहावइ उस्सुयभूयेणं अप्पाणेणं । धुवा संखडी । णो संचाएइ तत्थियराइयरेहिं कुलेहिं सामुदाणियं एसियं वेसियं पिंडवायं पडिगाहेत्ता आहारं आहारेत्तए । माइट्ठाणं संफासे । णो एवं करेज्जा । ___ से तत्थ कालेण अणुपविसित्ता तत्थियराइयरेहिं कुलेहिं सामुदाणियं एसियं वेसियं पिंडवायं पडिगाहेत्ता आहारं आहारेज्जा । શબ્દાર્થ -પરિહાજરુ= જાય છે વસ્તુમૂળ = ઉત્સુકતાપૂર્વક અખi = આત્માથી ધુવા સંરહદી = નિશ્ચિત રૂપે સંખડીમાં આહાર મળશે, આ આશયથી નો સંવાદ = સમર્થ થાય નહીં, કરે નહીં તલ્થ =
ત્યાં ફરાર્દ = બીજા-બીજા અર્થાત્ સંખડી વિનાના ગુefé = ઘરોમાંથી સામુવાનિય = સામુદાનિક, ઘણા ઘરોમાંથી સવૅ = એષણીય, વસિયં = સાધુના વેષથી પ્રાપ્તfપંડવાર્થ = આહારને પડકદેત્તા = ગ્રહણ કરીને આ મહત્ત = આહારને વાપરવા માટે મક્કાઈ = માયા સ્થાનનો સંપmતે = સ્પર્શ થાય છે, સેવન કરે છે. તે પર્વ વાળા = આ રીતે ન કરવું જોઈએ. ભાવાર્થ:- સાધુ કે સાધ્વી અન્ય કોઈ પણ પ્રકારના જમણવારને સાંભળીને, જાણીને, ત્યાં જવાનો મનમાં નિર્ણય કરીને, ત્યાં નિશ્ચિત રૂપથી મનગમતા ખાદ્ય પદાર્થો મળશે, તેમ જાણીને ઉત્સુક મનથી તે દિશામાં જલદી-જલદી જાય છે. તે સાધુ (જમણવારમાં જ બધી ખાદ્ય સામગ્રી મળી જશે એ પ્રમાણે વિચારીને)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org