________________
| અધ્યયન-૧: ઉદ્દેશક-૧
૧૫ |
રિયાતિવમળT૬ – નિત્યદાન સંજ્ઞક. નિત્ય દાન આપવાના કારણે જે કુળો દાન માટે પ્રસિદ્ધ હોય તે કુળો. ઉપસંહાર:१२ एवं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं । जं सव्वट्ठहिं समिए सहिए सया जए । त्ति बेमि । ભાવાર્થ :- આ પિંડેષણા વિવેક તે સાધુ-સાધ્વીની આચાર-સમગ્રતા અર્થાત્ સંયમ સમાચારી છે. તેનું પૂર્ણપણે પાલન કરતા સાધુ-સાધ્વીઓએ સમિતિઓથી યુક્ત અને જ્ઞાનાદિના ઉપયોગ સહિત થઈને સદા-નિરંતર સંયમ પાલનમાં પુરુષાર્થશીલ રહેવું જોઈએ. આ પ્રમાણે તીર્થકરોએ કહ્યું છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્ર આ ઉદ્દેશકના ઉપસંહાર રૂપ છે. તે સંયમી જીવનમાં નિર્દોષ આહારની પ્રાપ્તિની મહત્તા દર્શાવે છે અને સાધક જીવનમાં તેના મૂલ્યનો નિર્દેશ કરે છે. સાધક જીવનમાં ગવેષણા, ગ્રહëષણા પરિભોગેષણાના દોષોનું સમ્યગુજ્ઞાન પ્રાપ્ત કરવું, તે જ્ઞાનાચાર છે; નિર્દોષ આહારની મહત્તા સ્વીકારવી તે દર્શનાચાર છે; નિર્દોષ આહારની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ બનવું અને પ્રાપ્ત થયેલા નિર્દોષ આહારને અનાસક્ત ભાવે ભોગવવો, તે ચારિત્રાચાર છે; નિર્દોષ આહારની પ્રાપ્તિ ન થાય ત્યારે સમભાવપૂર્વક ઇચ્છાનો નિરોધ કરવો, તે તપાચાર છે અને જ્ઞાનાદિ આચાર પાલનમાં તથા નિર્દોષ આહારની ગવેષણામાં પોતાની વીર્યશક્તિનો પ્રયોગ કરવો, તે વીર્યાચાર છે.
આ રીતે નિર્દોષ આહારની પ્રાપ્તિ અને તેના ઉપભોગમાં પંચાચારની પુષ્ટિ થાય છે. તે ઉપરાંત તેમાં રસેન્દ્રિયવિજય થાય છે; તે જ સંયમ જીવનની મુખ્ય સમગ્રતા-સંયમ સમાચારી છે, તેથી સાધુસાધ્વીઓએ તેના પાલનમાં અપ્રમત્તપણે પુરુષાર્થશીલ રહેવું જોઈએ. આમ એષણા સમિતિની પૂર્ણતઃ શુદ્ધિ દ્વારા સાધક પૂર્ણતાની પ્રાપ્તિ કરી શકે છે.
છે અધ્યયન-૧/૧ સંપૂર્ણ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org