________________
મોક્ષ પ્રાપ્ત કરવાની રીત દર્શાવી છે. આપણે સહુ તે સર્વજ્ઞના પુત્રો છીએ તેથી તેવો જ પુરુષાર્થ કરવો જોઈએ. પ્રભુના ઉપદેશ પ્રમાણે પ્રયોગ કરીએ તો તેના રાજ્યમાં પહોંચી શકાય છે. આ છે આચાર સમાધિની સામગ્રી. સમતાથી તેનો પ્રયોગ કરજો. પ્રભુના પાંચ કલ્યાણક ઉત્તરાફાલ્વની નક્ષત્રમાં થયા અને સ્વાતિ નક્ષત્રમાં પ્રભુ મોક્ષે પધાર્યા.
બંને શિષ્યો આ વાત સાંભળીને મહાવીર જેવા બનવા અગ્રસર થયા અને બોલી ઊઠ્યા- આચાર પાળવો લાગે ઈષ્ટ.
જેમ આમ્રરસ લાગે મિષ્ટ. આમ્રવૃક્ષના ફળ પાકી ગયા હતાં અને હવે વૃક્ષ પરથી તૂટું તૂટું થઈ રહ્યાં હતાં. તે કેમ તૂટે છે તેની કળા શીખવા બંને આતુર બન્યા. અધ્યયન સોળમું વિમુક્તિ – ધર્મવીર અણગાર અને મારો પુસ્કોકિલ બંને ગુરુદેવ પાસે પહોંચી ગયા. તેઓ બંને શીધ્રાતિશીધ્ર આપ્રફળ ખાવા આતુર બન્યા હતા. ગુરુદેવે તેમની તમન્ના જોઈને ઉપદેશ આપ્યો. જુઓ, આ પ્રકીર્ણક ઉપદેશ છે. આપણે જે પૌલિક દેહ ધારણ કર્યો છે તે અનિત્ય છે, ગમે તેટલો સાચવો તો પણ તેનો નાશ થવાનો છે, માટે તેના થકી કાર્ય સિદ્ધ કરી લેવું. ગૃહત્યાગી, આરંભ–પરિગ્રહના ત્યાગી સંયમવાન, અનુપમ જ્ઞાનવાન, નિર્દોષ આહારના ગવેષક સાધકો કર્મ સંગ્રામ ખેલી આત્મવિજેતા બને છે. અજ્ઞાનીજનો દ્વારા અપાતા કષ્ટોને સમભાવે સહન કરનાર, અવસરના જાણકાર, ક્ષમાદિ ગુણના ધારક, પ્રાણી માત્રના રક્ષક, સ્ત્રીઓ પ્રત્યે નિરાસક્ત, પૂજા પ્રતિષ્ઠાના નિષ્કામી સાધક આલોક-પરલોકની કામના રહિત, મૈથુનથી ઉપરત, મૂળગુણ–ઉત્તરગુણમાં દોષ ન લગાડનાર સાધક સંસાર સમુદ્રને તરી જાય છે. તેના આચાર આમ્રવૃક્ષનું ફળ પાકી જાય છે.
સાધક આ દેહરૂપ આમ્રવૃક્ષનું પોષણ કરીને આચારનું આમ્રફળ પ્રાપ્ત કરે છે. તેના મન, વચન, કાયયોગનો ઉપયોગ કરી ક્ષેપક શ્રેણી દ્વારા ચાર ઘાતી કર્મોનો ક્ષય કરી સર્વજ્ઞ બની જાય છે. ત્યારપછી અઘાતી કર્મ ક્ષય કરીને અંતે સિદ્ધાલયનું રાજ્ય મેળવે છે.
આ ઉપદેશ સાંભળીને ધર્મવીર અણગારે તેવા જ પ્રકારની ક્રિયા કરી. તેનાથી તેને આચાર આમ્રફળ પ્રાપ્ત થયું. તેના રસપાન કરીને તે પોતાના સ્વદેશમાં જવા ઉત્સુક બન્યા. તેમણે આયુષ્ય બળ હતું ત્યાં સુધી આત્માનંદના રસનું આસ્વાદન કરતા રહ્યા. જેમ કેરીનો રસ ઘોળી ઘોળીને પીવાય અને ગોઠલા-છોતરા ફેંકી દેવાય તેમ ધર્મવીર અણગારે જ્ઞાનરસ પીધો, ઘાતી-અઘાતી કર્મ ક્ષય થતાં ઔદારિક શરીરરૂપ ઉપરના છોતરા અને તૈજસ-કાશ્મણ શરીર રૂપ ગોઠલાને છોડીને આત્માના આનંદરસનો અનુભવ
49
/
નાયક, થરા
of
B & Besson Use
www.ainelibrandt