________________
જન્મ ધારણ કરીને મોક્ષે જશે.
જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરે ભોગાવલી કર્મ પૂરું થતાં વૈરાગ્ય વાસિત બનીને દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો. લોકાંતિક દેવોએ ધર્મ પ્રવર્તન માટે વિનંતી કરી. પ્રભુએ એક વર્ષ સુધી રોજે રોજ એક પ્રહર સુધી એક કરોડ આઠ લાખ સોના મહોરનું દાન આપ્યું. એક વર્ષમાં ત્રણસો અષ્ટયાસી કરોડ એસી લાખ સુવર્ણ મુદ્રાનું દાન આપ્યું. ત્યારપછી ઈન્દ્ર-ઇન્દ્રાણી, દેવ-દેવીઓ અને માનવો વગેરેએ દીક્ષા મહોત્સવ કર્યો. પ્રભુ અને નિરાગી નિષ્કામી બની યશોદા પત્નીનો ત્યાગ કરી, જ્યેષ્ઠ ભાઈ બહેનનો સ્નેહ સંબંધ છોડી, સર્વથા નિઃસ્નેહી બનવા કેશ લુચન કર્યા પછી દીક્ષા મંત્ર ભણ્યા. સિદ્ધ ભગવાનને નમસ્કાર કરી સિદ્ધ થવાનું લક્ષ બાંધીને વિચર્યા. કઠિન કર્મો ઉદયમાં આવતા અનેક પરીષહને સહન કર્યા. સહનશીલતા એટલી જબરજસ્ત હતી કે અનાર્યો દ્વારા કૂવામાં ડૂબકી ખવડાવવી, ગૃહસ્થો દ્વારા કૂતરા કરડાવવા આવી કોઈ પણ પરિસ્થિતિમાં દેહની પરવાહ કર્યા વિના પરીષહો પ્રતિક્રિયા કર્યા વિના સહન કર્યા.
એકલા શાંતરસના પરમાણુથી બનેલો સુકુમાર રાજવંશી દેહ, પરંતુ સંયમતપની દઢ ભાવના હતી. વજસમા મજબૂત શરીરમાં ઘાવ પડતાં પણ ચરમ શરીરી દેહનો નાશ થતો નહીં. તે દેહમાં કોઈ વૈદકીય ઉપચાર કર્યા વિના સ્વયંમાંથી ફુરાયમાન થતાં શાંતરસના ઔષધથી તે કર્મો સમાઈ જતાં હતા. પ્રતિક્રિયા ન કરનાર માનવ ખુદ નવું કર્મ બાંધતા નથી અને તેના જૂના કર્મો ક્ષય થઈ જતાં સહજ રીતે આરામ થઈ જાય છે. તીર્થંકરનો આત્મા જેટલું આયુષ્ય લાવ્યા હોય તેટલું જ ભોગવે છે. તેઓ નિરૂપક્રમી આયુષ્યવાળા હોય છે. વત્સ! આ વાત બહુ લક્ષમાં લેવા જેવી છે. જીવ સ્વયંના આચારથી જ વૃક્ષનો જન્મ ધારણ કરે પરંતુ તે દેહ પોતાના માટે ઉપયોગમાં લેતા નથી પરંતુ છકાય જીવોને શાતાકારી બનાવે છે. તેમના એક એક પરમાણુ જેના શરીરમાં પહોંચે તેનો ક્રોધ શાંત થઈ જાય છે. શરીર નશ્વર છે પણ આયુષ્ય પ્રમાણે તે સજીવન રહે છે.
આ રીતે ભગવાન બાર વર્ષ અને પંદર દિવસ પછી શ્યામક ગાથાપતિના ક્ષેત્રમાં શાલ્મલી વૃક્ષની નીચે ઋજુવાલિકા નદીના કિનારે ચોથા પ્રહરે ચાર ઘાતકર્મ ક્ષય કરી સર્વજ્ઞ બન્યા. ત્યારપછી દેવોને ઉપદેશ આપ્યો. બીજા દિવસે બાર પ્રકારની પરિષદ આવી, પ્રભુએ ઉપદેશ આપ્યો, અગિયાર ગણધર બન્યા, તીર્થની સ્થાપના કરી. મહાવ્રતધારીને ઇરિયા ભાવનાથી લઈને સ્પર્શેન્દ્રિયનાનિગ્રહ સુધીની પચ્ચીશ ભાવનાનું વર્ણન સમજાવ્યું. પોતે તર્યા અને ભવ્ય જીવોને તરવાની જડીબુટ્ટી અર્પણ કરી. આ છે માનવ આચાર આમ્રવૃક્ષના ફળ પ્રાપ્ત કરવાની આબેહુબ રીત. સ્વયં આચરે અને પછી બીજાને શીખવાડે છે. ધન્ય હો પ્રભુ આપને ! આપે શેષ જીવનમાં ઉપદેશ આપીને
48.
/
નાયક, થરા
of
B & Besson Use
www.ainelibrandt