________________
Th( 5.
પરસ્પર ગુરુ ગુણનો વાર્તાલાપ કર્યો. કેવા નિષ્કામ કણાનિધિ છે, આપણને કેવું કેવું શીખવે છે. પુસ્કોકિલ બોલ્યો, મને ખબર જ નથી કે આ આમ્રવૃક્ષમાં મંજરી કેમ આવે. હું તો જ્યાં મંજરી જોઉં ત્યાં મારો આત્મા થનગની ઊઠે અને અમારા બધા મિત્રોને સાથે લઈને મંજરીના રસને માણીએ. મંજરીનું ઉત્પાદન કેટલું અઘરું છે. હજુ તો ફળ કેમ મળે તેનો પાઠ ભણવાનો બાકી છે, ચાલો, ત્યારે ગુરુદેવ પાસે બંને આવ્યા, પ્રણામ કર્યા અને ઉત્સુક બનીને, હાથ જોડીને ગુરુદેવનું મુખ નિહાળી રહ્યા.
ગુરુદેવે કહ્યું, હે શિષ્યવરો! આજે આચાર આમ્રવૃક્ષના ફળ પકાવવાની રીત દર્શાવું છું. સાંભળો ! મનુષ્ય ભવ બહુ પુણ્યયોગે મળે છે. મનુષ્યોને દશ પ્રાણ પ્રાપ્ત થાય છે. તેમાં શ્રોતેન્દ્રિય બલ પ્રાણ અને ચક્ષુરિન્દ્રિય બલ પ્રાણ કામી છે. તે ફક્ત ઇચ્છા ઉત્પન્ન કરે, આ બંને પ્રાણોમાંથી એકને શબ્દો સાંભળવા ગમે, બીજાને રૂપ જોવું ગમે. શ્રોતેન્દ્રિય બલપ્રાણ બહુ બહુ પુણ્યના પુંજથી પ્રાપ્ત થાય છે તેને શબ્દો સાંભળવાની ઇચ્છા થાય છે પરંતુ તમે સમિતિ દેવીની ત્રણ પુત્રીઓ મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિને સાથે રાખશો. તે તમારી આત્યંતર રક્ષા કરશે. તમોને બધા પ્રકારના વાજિંત્રોના સ્વર સાંભળવાની ઇચ્છા જાગશે, ધ્વનિવર્ધક સાધનોના શબ્દો, ચતુરંગી સેનાના શબ્દો, ઘોડાનો હણહણાટ, હાથીના ગુલગુલાટ, રથના રણઝણાટ, પાયદળના ધડબડાટ, ઉત્સવોની ઉદ્ઘોષણા, ભેરીના અવાજ વગેરે સાંભળવા શ્રોતેન્દ્રિય દોટ મૂકે, ત્રિકોણ, ચતુષ્કોણ વગેરે રસ્તામાં જોવા માટે આંખ તલસે ત્યારે તમારી મનોગુપ્તિ બહેન તમોને રોકશે, વચનગુપ્તિબહેન તમોને તેની પ્રશંસા કરતાં અટકાવશે અને કાયગતિબહેન તમને ઊભા થવા દેશે નહીં. આવા શબ્દો સાંભળવા સ્વાધ્યાય છોડીને જવાય નહીં. શબ્દની ધ્વનિના અનેક સ્થાનો છે. તે વિવિધ સ્થાનોનું વર્ણન અરિહંત પરમાત્માએ કર્યું છે. શ્રોતેન્દ્રિય બહુ સજાગ છે પરંતુ તમારે શબ્દોની રાગબુદ્ધિ કે દ્વેષબુદ્ધિ છોડવી. આ બધી ઇચ્છાઓ ચારિત્રમોહના ઉદયના કારણે થાય છે. તે મોહ તગડો બને તેવી એક પણ ક્રિયા ન કરવી. સંસારનો સઘળો મોહ છોડવાનું એક જ કારણ છે કે તમારે યથાખ્યાત ચારિત્રનો આચાર પ્રગટ કરવાનો છે. માટે વત્સો ! ચારિત્ર મોહ છોડી શ્રોતેંદ્રિયનો નિગ્રહ કરવો. શબ્દ સપ્તકને છોડીને પોતાના સ્વાધ્યાયનો ઉપદેશાત્મક અવાજ સાંભળવો. આ જ આચાર આમ્રવૃક્ષને સફળ કરવાની સામગ્રી છે, બાકી તો કલેશાત્મક કષાયાત્મક, વિષયાનુબંધી રાગાત્મક શબ્દો અનેકવાર આ જીવે સાંભળ્યા છે. તેમાં રક્ત, વિશેષ અનુરક્ત, વૃદ્ધ, વિશેષ વૃદ્ધ થઈને આ જીવે સંસારનો વધારો કર્યો છે. હવે તેવી ક્રિયા ન થાય, તેની કાળજી રાખવી.
ગુરુદેવનો ઉપદેશ સાંભળી બંને શિષ્યો તૃપ્ત થયા. હાથ જોડી, માન મોડી કહ્યું, ભદન્ત ! આપનું વચન તહેત કરવાનો પુરુષાર્થ કરશું. અમને તો આચાર લાગે છે
43
/
નાયક, થરા
of
B & Besson Use
www.ainelibrandt