________________
ચારિત્રમોહ ઉત્પન્ન થાય. તેના કારણે એકબીજાને આલિંગનાદિ દેવાની ભાવના જાગે તેવા ઇચ્છા રાગને ટાળવો પણ અત્યંત જરૂરી છે કારણ કે તેમ કરવાથી આચાર આમ્રવૃક્ષની મંજરીઓ મુરઝાઈ જાય છે, માટે એવી રીતે બેસવું કે દેહરાગ જાગે નહીં, અરસપરસ કર્મો બંધાય નહીં, ચારિત્રમોહ તગડો બને નહીં. ઉદયના અડપલાને ટાળીને સ્વાધ્યાયના આસનથી બેસી સ્થિરાસન કેળવવું. ગુર્દેવની આ શિક્ષા સાંભળીને ધર્મરાજ અણગારે અને મારા પુસ્કોકિલે મસ્તક નમાવી દીધું અને કહ્યું, હા, પ્રભો ! આપનો આદેશ અને આજ્ઞા અમારા કલ્યાણ માટે થાઓ, જેથી અમારી મંજરી સ્વાધ્યાય રસથી રસદાર બની જશે. માટે જ તો- આચાર લાગે છે અમોને ઇષ્ટ,
જેવો આમ્રરસ લાગે છે મિષ્ટ. અધ્યયન દસમુંઃ ઉચ્ચાર પ્રસવણ સતિકા – ગુરુદેવે બંને શિષ્યો પર કૃપાદૃષ્ટિ રાખીને કહ્યું, એવો પુરુષાર્થ ઉપાડો કે કર્મમલ જલદી નાશ પામે અને પાછું કામપંકમાં ઉત્પન્ન થવું ન પડે. વીતરાગ પરમાત્માએ આપણા પર મહાન કણા કરી છે. આહાર લીધા પછી, તે સપ્ત ધાતુના રૂપમાં પરિણત થયા પછી આ શરીર નિસ્સાર વસ્તુને બહાર કાઢે છે. તે મળ-મૂત્ર, નાકની લીંટ, શરીરનો મેલ વગેરે. અશુચિ નિવારણની બાધા થાય ત્યારે તેનો અવરોધ કરવો નહીં, પરંતુ પાત્રમાં કે જંગલમાં તેનું નિવારણ કરવા જવું. પોતાની પાસે કે વસ્ત્ર કે પાત્ર ન હોય, તો સાધર્મિક ગુબંધુની પાસે માંગીને લઈ લેવું. તેનો ત્યાગ કરવાની રીત આપણી સમિતિ માતાની પરિષ્ઠાપનિકા દેવી પાસે શીખી લેવી. તે તમોને આ પ્રમાણે શીખવાડશે કે ફેંકવા જેવો જે નિહાર છે તેને એકાંતમાં લઈ જવો, ત્યાં જગ્યાનું નિરીક્ષણ કરવું; જીવજંતુ, લીલોતરી, બીયારણ આદિથી રહિત નિર્દોષ જગ્યા મળી જાય, તે પણ ઊંચી-નીચી કે પોલાણવાળી ન હોય તે જોવું. ત્યાં નાંખવાથી કોઈને જુગુપ્સા ન થાય, તેમ નીચા નમીને ચાર અંગુલની ઊંચાઈમાં હાથ રાખીને ધીરે ધીરે, જલદી સૂકાઈ જાય તેમ પરઠવું. પરઠવામાં કોઈ જીવોની હિંસા ન થાય, તે ખાસ ધ્યાન રાખવું. વક્ષનું થડ હોય, તો જેટલા પ્રમાણનું થડ હોય તેનાથી ડબ્બલ હાથની જગ્યા છોડીને, શક્રેન્દ્ર મહારાજની આજ્ઞા લઈને પરઠવું પછી “વોસિરે” શબ્દનું ઉચ્ચારણ કરવું. આ વાત વાગોળી વાગોળીને યાદ રાખજો. પરિષ્ઠાપના દેવીને સાથે લઈ જવી, જેથી તે તમારા કાર્યની પરિચર્યા વ્યવસ્થિત કરશે. આ તમારી પાંચમી ધાત્રી માતા છે. હે શિષ્યો ! તમારું આમ્રવૃક્ષ રસદાર મંજરીથી યુક્ત બની ગયા પછી ફળથી ફલિત થશે. અધ્યયન અગિયારમું : શબ્દ સપ્લિકા :- આજે ધર્મવીર અણગાર અને મારો પુંસ્કોકિલ બંને પાકા મિત્રોને કંઈક વિશેષ પામ્યા હોય તેવો અનુભવ થયો. બંનેએ
42
/
નાયક, થરા
of
B & Besson Use
www.ainelibrandt