________________
[ ૩૩૨ ]
શ્રી આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
साहम्मिएसु, णो अणणुवीइ मिओग्गहजाई । केवली बूया- अणणुवीइ मिओग्गहजाई से णिग्गंथे साहम्मिएसु अदिण्णं ओगिण्हेज्जा । से अणुवीइ मिओग्गहजाई से णिग्गंथे साहम्मिएसु, णो अणणुवीइ मिओग्गहजाइ त्ति पंचमा માવા | ભાવાર્થ :- ત્રીજા મહાવ્રતની પાંચ ભાવનાઓ છે– (૧) પાંચ ભાવનાઓમાંથી પ્રથમ ભાવના આ પ્રમાણે છે- જે સાધક વિચાર કરીને પરિમિત અવગ્રહ(સ્થાન, ઉપધિ આદિ વસ્તુની આજ્ઞા)ની યાચના કરે છે, તે નિગ્રંથ છે. વિચાર્યા વિના પરિમિત અવગ્રહની યાચના કરનાર નિગ્રંથ નથી. કેવળી ભગવાન કહે છે કે જે વિચાર્યા વિના પરિમિત અવગ્રહની યાચના કરે છે, તે નિગ્રંથ અદત્ત ગ્રહણ કરે છે, તેથી અવગ્રહને અનુરૂપ ચિંતન કરી પરિમિત અવગ્રહની યાચના કરનાર સાધુ નિગ્રંથ કહેવાય છે, વિચાર્યા વિના મર્યાદિત અવગ્રહની યાચના કરનાર નિગ્રંથ નથી. આ પ્રથમ ભાવના છે. (૨) બીજી ભાવના આ પ્રમાણે છે– ગુરુજનોની આજ્ઞા પ્રાપ્ત કરીને આહાર, પાણી આદિનો ઉપભોગ કરનાર નિગ્રંથ છે, આજ્ઞા લીધા વિના આહાર પાણીનો ઉપભોગ કરનાર નિગ્રંથ નથી. કેવલી ભગવાન કહે છે કે જે નિગ્રંથ ગુરુ આદિની આજ્ઞા પ્રાપ્ત કર્યા વિના આહાર પાણીનો ઉપભોગ કરે છે, તે અદત્તાદાનનું સેવન કરે છે, તેથી જે સાધક ગુરુ આદિની અનુજ્ઞા પ્રાપ્ત કરીને આહાર, પાણી આદિનો ઉપભોગ કરે છે, તે નિગ્રંથ કહેવાય છે, અનુજ્ઞા ગ્રહણ કર્યા વિના આહારપાણી આદિનું સેવન કરનાર નિગ્રંથ નથી. આ બીજી ભાવના છે. (૩) ત્રીજી ભાવના આ પ્રમાણે છે– નિગ્રંથ સાધુએ ક્ષેત્ર અને કાળના પ્રમાણ પૂર્વક અવગ્રહની યાચના કરવી જોઈએ. કેવલી ભગવાન કહે છે કે જે નિર્ગથ ક્ષેત્ર અને કાળના પ્રમાણપૂર્વક અવગ્રહ(સ્થાનાદિની આજ્ઞા) ગ્રહણ કરતા નથી તે અદત્તને ગ્રહણ કરે છે; તેથી જે સાધક ક્ષેત્ર, કાળની મર્યાદાપૂર્વક અવગ્રહની અનુજ્ઞા ગ્રહણ કરે છે, તે નિગ્રંથ છે. ક્ષેત્ર-કાલની મર્યાદા વિના જ અવગ્રહની યાચના કરે છે તે નિગ્રંથ નથી. આ ત્રીજી ભાવના છે. (૪) ચોથી ભાવના આ પ્રમાણે છે– નિગ્રંથે એક અવગ્રહની અનુજ્ઞા ગ્રહણ કર્યા પછી ફરી જ્યારે-જ્યારે અવગ્રહ ગ્રહણ કરે ત્યારે વારંવાર અવગ્રહની અનુજ્ઞા ગ્રહણ કરવી જોઈએ. કેવલી ભગવાન કહે છે કે જે નિગ્રંથ અવગ્રહની અનુજ્ઞા ગ્રહણ કર્યા પછી પણ વારંવાર બીજા અવગ્રહની અનુજ્ઞા ગ્રહણ કરતા નથી, તે અદત્તને ગ્રહણ કરે છે, તેથી નિગ્રંથે એકવાર અવગ્રહની આજ્ઞા ગ્રહણ કર્યા પછી અન્ય વસ્તુ માટે ફરી-ફરી આજ્ઞા ગ્રહણ કરવી જોઈએ. આ ચોથી ભાવના છે. (૫) પાંચમી ભાવના આ પ્રમાણે છે- જે સાધુ સાધર્મિકો પાસેથી વિચાર કરીને મર્યાદિત અવગ્રહની યાચના કરે છે તે નિગ્રંથ છે, સાધર્મિકો પાસે વિચાર્યા વિના પરિમિત અવગ્રહની યાચના કરનાર નિગ્રંથ નથી. કેવલી ભગવાન કહે છે કે વિચાર્યા વિના જે સાધર્મિકો પાસેથી પરિમિત અવગ્રહની યાચના કરે છે તે સાધર્મિકોનું અદત્ત ગ્રહણ કરે છે, તેથી જે સાધક સાધર્મિકો પાસેથી વિચારપૂર્વક મર્યાદિત અવગ્રહની યાચના કરે છે તે નિગ્રંથ છે, વિચાર્યા વિના સાધર્મિકો પાસેથી મર્યાદિત અવગ્રહ ગ્રહણ કરે છે, તે નિગ્રંથ નથી. આ પાંચમી ભાવના છે. ५४ एतावताव तच्चे महव्वए सम्मं जाव आणाए आराहिए यावि भवइ । तच्चं भंते ! महव्वयं अदिण्णादाणाओ वेरमणं ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org