________________
૩૦૮ |
શ્રી આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
કૃષ્ણ રાજિઓની મધ્યમાં નોતિયા વિનાના = લોકાંતિક દેવોના વિમાનોને ૩૬ = આઠ અવસ્થા = વિસ્તારવાળા ૩ieળા = અસંખ્યાત (યોજન).
ભાવાર્થ :- બ્રહ્મ લોક નામના પાંચમા દેવલોકમાં આઠ કૃષ્ણરાજિની મધ્યમાં અસંખ્યાત યોજનના વિસ્તારવાળા(નવ)લોકાંતિક વિમાનો જાણવા જોઈએ. ० एए देवणिकाया, भगवं बोहिंति जिणवरं वीरं ।
सव्वजगज्जीवहिय, अरह तित्थ पवत्तेहि ॥ શબ્દાર્થ :- @ દેવનાથ = આ સર્વ દેવોનો સમૂહ માવં નિવાં વીરં = ભગવાન જિનવર વીરને વોદિંત = બોધિત કરે છે, જાગૃત કરે છે, નિવેદન કરે છે સરદં = હે અહંનું! સળગાનવદિય = સર્વ જગતના જીવોને હિતકારી તિન્દુ પદિ તીર્થની સ્થાપના કરો. ભાવાર્થ :- આ સર્વદેવોનો સમૂહ આવીને ભગવાન વીર જિનેશ્વરને પ્રતિબોધ-પ્રેરણાત્મક નિવેદન કરે છે. હે અહંનું ! આપ સર્વ જગતના જીવોને હિતકારી ધર્મરૂપ તીર્થની સ્થાપના કરો. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં દીક્ષા પૂર્વે તીર્થકરોના સાંવત્સરિક દાન તથા લોકાંતિક અને વૈશ્રવણ લોકપાલ દેવોની તીર્થ પ્રવર્તાવવા માટેની વિનંતીનું નિરૂપણ છે.
પ્રત્યેક તીર્થકર દીક્ષા લેતા પૂર્વે એક વરસ પર્યત સર્યોદયથી લઈને એક પ્રહર સુધી પ્રતિદિન એક કરોડ, આઠ લાખ સોનામહોરોનું દાન કરે છે. એક વર્ષમાં ૩૮૮ કરોડ ૮૦ લાખ સોનામહોરો દાનમાં આપે છે. આ કથનથી એ સ્પષ્ટ થાય છે કે આહાર, પાણી, વસ્ત્ર, પાત્રાદિના સુપાત્ર દાનની મહત્તાની સાથે અનુકંપા દાનનું પણ મહત્ત્વ છે. અનુકંપા દાન પણ પુણ્યબંધ તેમજ આત્મવિકાસમાં સહાયક સાધન છે. આગમોમાં અનેક જગ્યાએ અનુકંપાદાનનો ઉલ્લેખ છે. તુંગિયા નગરીના શ્રાવકોની ધર્મભાવના તેમજ ઉદારતાનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે- અભંગ દ્વાર અર્થાત્ તેઓના ઘરના દરવાજા અતિથિઓ માટે હંમેશાં ખુલ્લા રહેતા હતા. તીર્થકરો મહાપુરુષ છે. તેઓ પ્રશંસા માટે દાન કરતા નથી પરંતુ દયા અને ત્યાગ ભાવથી પ્રેરિત થઈને દાન આપે છે. આ રીતે ભગવાનના દાનથી તેઓની ઉદારતા, જગવત્સલતા તેમજ અનુકંપા દાનની મહત્તાનો ઉજ્વલ આદર્શ પ્રગટ થાય છે.
ભગવાનના સાંવત્સરિક દાન માટેના ધનની વ્યવસ્થા વૈશ્રમણ દેવ કરે છે. દેવોના અનાદિકાલીન જિત વ્યવહારથી, વૈશ્રવણ લોકપાલ દેવના આદેશથી તેના અધીનસ્થ દેવો પ્રતિદિન ભગવાનના ખજાનાને ભરી દે છે. તીર્થકરોનો દીક્ષાનો સમય જાણી બ્રહ્મલોકવાસી લોકાંતિક દેવ તીર્થકરને વિનમ્રભાવથી વિજ્ઞપ્તિ કરે છે. જિનેશ્વર સ્વયંબુદ્ધ છે. તેઓને કોઈના બોધની જરૂર નથી પરંતુ લોકાંતિક દેવો તથા પ્રકારથી ભગવાનના વૈરાગ્યની સ્તુતિ કરે છે, અનુમોદના કરે છે. આ પ્રકારનો તેઓનો જિત વ્યવહાર–પરંપરાનુગત આચાર છે. લોકાંતિક દેવો:- પાંચમા બ્રહ્મલોક નામના દેવલોકના ત્રીજા રિષ્ટ નામના પ્રતરમાં એક કિનારે અસંખ્ય યોજન પ્રમાણ ક્ષેત્રના વિસ્તારમાં ચારે ય દિશાઓમાં આઠ કૃષ્ણરાજીઓ છે. આ આઠ કૃષ્ણરાજીના આઠ આંતરામાં આઠ લોકાંતિક વિમાનો અને તે સર્વ કૃષ્ણરાજીઓની મધ્યમાં નવમું લોકાંતિક વિમાન, આ રીતે નવ લોકાંતિક દેવોના નવ વિમાનો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org