________________
શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ
ચૂર્ણની વર્ષા જુવાલું = પુષ્પોની વર્ષા હિળવા = સોના ચાંદીની વર્ષાવળવાસં ૨ વાસિયુ
રત્નોની વર્ષા વર્ષાવી.
३००
ભાવાર્થ :-જે રાત્રિમાં ત્રિશલા રાણીએ પૂર્ણ સ્વસ્થપણે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને જન્મ આપ્યો, તે રાત્રિમાં ઘણા દેવો અને દેવીઓએ એક મહાન અમૃત વર્ષા, સુગંધ વર્ષા(સુગંધિત પદાર્થોની વર્ષા), સુવાસિત ચૂર્ણ વર્ષા, પુષ્પવર્ષા, સોના, ચાંદીની વર્ષા અને રત્નોની વર્ષા કરી.
७ जं णं रयणि तिसला खत्तियाणी समणं भगवं महावीरं आरोयारोयं पसूया तं णं रयणिं भवणवइ-वाणमंतर - जोइसिय-विमाणवासिणो देवा य देवीओ य समणस्स भगवओ महावीरस्स कोउगभूइकम्माई तित्थयराभिसेयं च करिंसु । શબ્દાર્થ:- જો મૂળમ્મા = કૌતુકભૂતિકર્મ સિત્થય મિલેય રિંતુ = તીર્થંકરાભિષેક કર્યો. ભાવાર્થ :- જે રાત્રિમાં ત્રિશલા રાણીએ પૂર્ણ સ્વસ્થપણે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને જન્મ આપ્યો, તે રાત્રિમાં ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવો અને દેવીઓએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનું કૌતુકમંગલ, ભૂતિકર્મ તથા તીર્થંકરાભિષેક કર્યો.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં ભગવાન મહાવીર સ્વામીનો જન્મ તથા દેવો દ્વારા ઉજવાતા જન્મ મહોત્સવનું
નિરૂપણ છે.
ગર્ભકાલ પરિપૂર્ણ થતાં ચૈત્ર સુદ-૧૩ની શુભ રાત્રિએ, ઉત્તરફાલ્ગુની નક્ષત્રના શુભયોગમાં ત્રિશલા રાણીએ સુખપૂર્વક પૂર્ણ સ્વસ્થપણે ભગવાનને જન્મ આપ્યો. આરોળારોમાંઃ- સ્વસ્થતાપૂર્વક. તીર્થંકરોના પુણ્યોદયે માતા અને પુત્ર બંનેને પ્રસવવેદનાનો અનુભવ થતો નથી. તીર્થંકરોની માતા સુખપૂર્વક બાળકને જન્મ આપે છે અને તીર્થંકરોના આત્માએ પૂર્વે વિશિષ્ટ શાતાવેદનીય કર્મનો બંધ કર્યો હોવાથી, તે પણ પૂર્ણ આરોગ્યતા સાથે જન્મને ધારણ કરે છે.
તીર્થંકરનો જન્મ થાય, ત્યારે પ્રભુના પુણ્યોદયે પ્રભુની જન્મનગરીમાં જ નહીં પરંતુ ત્રણે લોકમાં પ્રકાશ થાય છે. શ્રી ઠાણાંગ સૂત્રના ત્રીજા સ્થાનમાં કહ્યું છે કે તીર્થંકરનો જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ આ ત્રણ પ્રસંગે લોકમાં ઉદ્યોત-પ્રકાશ થાય છે.
૫૬ દિક્કુમારીઓ તીર્થંકરની માતાનું સૂતિકાકર્મ કરે, દેવો મેરુપર્વત પર જઈને જન્મ મહોત્સવ ઉજવે, આ રીતે ભવનપતિ આદિ ચારે જાતિના દેવોના આવાગમનથી લોકમાં પ્રકાશ થાય છે.
સંક્ષેપમાં અધોલોકથી હજારો ભવનપતિ દેવોનું અને ઊર્ધ્વ લોકથી હજારો વૈમાનિક દેવોનું તિરછા લોકમાં આવાગમન થતું હોવાથી ત્રણે લોકમાં અને મુખ્યતાએ આ તિરછા લોકમાં ચોમેર પ્રકાશ-પ્રકાશ થઈ જાય છે.
પ્રસ્તુત પ્રસંગમાં પ્રાસંગિક રીતે પ્રભુના જન્મ મહોત્સવનો સંકેત માત્ર છે. શ્રી જંબૂદ્દીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં તીર્થંકરના જન્માભિષેકનું વિસ્તૃત વર્ણન છે.
Jain Education International
ભગવાનનું નામકરણઃ
८ जओ णं पभिइ भगवं महावीरे तिसलाए खत्तियाणीए कुच्छिसि गब्भं
For Private Personal Use Only
www.jainelibrary.org