________________
શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ
=
- વ્યતીત થવા પર સેસીબલ્સ = ૮૩મા રાઇવિવસ્ત પરિવાર્ = રાત્રિ પર્યાયના વમાર્ગ = વર્તવા પર અર્થાત્
=
૮૩મા દિવસની રાત્રિમાં ખાવાળ – જ્ઞાતવંશીય અવાર નેત્તા – દૂર કરીને પવોવ રેત્તા - પ્રક્ષેપ કરીને. ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીર સ્વામી દેવાનંદા બ્રાહ્મણીના ગર્ભમાં આવ્યા પછી, તેમના હિતાનુ પ્રેક્ષી દેવે ‘આ અમારો જીત આચાર છે’ એ પ્રમાણે સ્વીકારીને(શક્રેન્દ્રની આજ્ઞાથી હરિલૈંગમેષી દેવે) વર્ષાકાળના ત્રીજા માસમાં, પાંચમા પક્ષમાં, આસો વદ તેરસની રાત્રિએ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનો ચંદ્ર સાથે યોગ થયો, ત્યારે ગર્ભકાલના ૮૨ રાત્રિ દિવસ પસાર થયા અને ૮૩મા દિવસની રાત્રિએ દક્ષિણ બ્રાહ્મણ કુંડપુર સન્નિવેશથી દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાંથી ગર્ભનું સંહરણ કરીને અર્થાત્ ગર્ભને લઈને ઉત્તર ક્ષત્રિયકુંડપુર નિવેશમાં જ્ઞાતવંશીય, ક્ષત્રિયોમાં પ્રસિદ્ધ કાશ્યપગોત્રીય સિદ્ધાર્થ રાજાની વાશિષ્ઠગોત્રીય પત્ની ત્રિશલા મહારાણીના અશુભ પુદ્ગલોને દૂર કરીને, શુભ પુદ્ગલોનો પ્રક્ષેપ કરીને ગર્ભને પ્રસ્થાપિત કર્યો અને ત્રિશલા ક્ષત્રિયાણીના ગર્ભને લઈને દક્ષિણ બ્રાહ્મણ કુંડપુર સંનિવેશમાં કોડાલ ગોત્રીય ઋષભદત્ત બ્રાહ્મણની જાલંધરાયણ ગોત્રીયા દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં પ્રસ્થાપિત કર્યો.
ર૯૮
હે આયુષ્યમાન શ્રમણો ! શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ગર્ભાવાસમાં ત્રણ જ્ઞાનથી યુક્ત હતા. મારું આ જગ્યાએથી સંહરણ કરવામાં આવશે, તેમ તેઓ જાણતા હતા. મારું સંહરણ થઈ ગયું છે, તેમ પણ જાણતા હતા અને મારું સંહરણ થઈ રહ્યું છે, તે પણ જાણતા હતા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પ્રભુના ગર્ભ સંહરણનું નિરૂપણ છે.
સામાન્ય રીતે તીર્થંકરો ક્ષત્રિયકુળમાં જન્મ ધારણ કરે છે, પરંતુ પ્રભુ મહાવીર સ્વામીના તથાપ્રકારના કર્મના યોગે બ્રાહ્મણ કુળમાં દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીમાં આવ્યા, દર રાત્રિ રહ્યા, પ્રભુની તથાપ્રકારના અશુભ કર્મોની સ્થિતિ પૂર્ણ થઈ અને શક્રેન્દ્રે પોતાના અવધિજ્ઞાનના ઉપયોગથી બ્રાહ્મણ કુળ માં તીર્થંકર મહાવીર સ્વામીની ગર્ભ સ્થિતિ જાણીને પોતાના સેવક પરિણગમેથી દેવ દ્વારા ગર્ભસંહરણ કરાવ્યું. દેવાનંદાનો ગર્ભ ક્ષત્રિય કુળમાં ત્રિશલા રાણીની કુક્ષિમાં સ્થાપિત કર્યો અને ત્રિશલા રાણીનો ગર્ભ દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં મૂક્યો. આ રીતે તીર્થંકરના ગર્ભનું પરિવર્તન થયું.
પ્રભુના ગર્ભ સંહરણની સમગ્ર ક્રિયા દેવ દ્વારા થતી હોવાથી ગર્ભસ્થ જીવને કે તેની માતાને આંશિક પણ પીડા કે ત્રાસ થતો નથી, અત્યંત સુખપૂર્વક ગર્ભ પરિવર્તન થઈ જાય છે.
આગમમાં ભગવાન મહાવીર સ્વામીની ગર્ભ સંહરણની ઘટનાને અવસર્પિણી કાલના દસ આશ્ચર્ય(અચ્છેરા)માંથી એક આશ્ચર્યકારક ઘટના રૂપે સ્વીકારવામાં આવી છે. આ ઘટનાનો ઉલ્લેખ શ્રી ઠાણાંગ સૂત્ર અને સમવાયાંગ સૂત્ર, આવશ્યક નિયુક્તિમાં છે. તે ઉપરાંત શ્રી ભગવતી સૂત્રમાં પણ પ્રભુએ સ્વયં દેવાનંદા બ્રાહ્મણીને મમ અમ્મા, મફળ વેવાળવા માહીત્ ત્તણ્ (શતક ૯/૩૩) પોતાની માતા અને પોતાને દેવાનંદાના આત્મજ પુત્ર તરીકે સ્પષ્ટ કથન કર્યું છે. આ રીતે આ ઘટના આશ્ચર્યજનક જરૂર છે પરંતુ અસંભવિત નથી.
ગર્ભ સંહરણ કાર્ય ઃ– અષાઢ સુદ-૬ ના દિવસે પ્રભુનું દેવલોકથી ચ્યવન થયું, ૮૨ રાત્રિ દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં રહ્યા, ૮૩મી રાત્રિએ ગર્ભ સંહરણ થયું. અષાઢ સુદ–૬ + ૮૨ રાત્રિ = આસો વદ–૧૩ની રાત્રિના ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં પ્રભુના ગર્ભને દેવે ત્રિશલા રાણીની કુક્ષિમાં સ્થાપિત કર્યો.[ગુજરાતી પરંપરા પ્રમાણે, ભાદરવા વદ-૧૩ સમજવી.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org