________________
શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ
ભાવાર્થ :- કોઈ ગૃહસ્થ સાધુના શરીર ઉપર પડેલા ઘાવનું શસ્ત્રથી છેદન કરી, વિશેષ રૂપથી છેદન કરી તેમાંથી પરુ કે લોહી કાઢે કે સાફ કરે, તો સાધુ તેને મનથી પણ ઇચ્છે નહિ અને વચન તથા કાયાથી કરાવે નહિ. વિવેચનઃ
૨૮૪
પ્રસ્તુત સૂત્રોમાં સાધુના શરીર પર થયેલા ઘાવનું પરિકર્મ ગૃહસ્થ પાસે કરાવવાનો નિષેધ છે. સાધુની અહિંસા અને અપરિગ્રહની સાધનાને અખંડ રાખવાની દષ્ટિથી ગૃહસ્થ દ્વારા ચિકિત્સા કરાવવાનો સૂત્રકારે નિષેધ કર્યો છે. ચિકિત્સાના નિષેધના કારણો પાદ પરિકર્મ પ્રમાણે જાણવા.
ગાંઠ-હરસ-ભગંદરાદિ પરિકર્મ નિષેધ :
२८ सिया से परो कायंसि गंडं वा अरइयं वा पुलयं वा भगंदलं वा आमज्जेज्ज वा, पमज्जेज्ज वा, जो तं साइए णो तं नियमे ।
શબ્દાર્થ :- TS = ગૂમડું મરડ્યું = અળાઈઓ, ફોડકી પુત્તયં = હરસ મજ્જવલ્લ = ભગંદરને. ભાવાર્થ:કોઈ ગૃહસ્થ સાધુના શરીર પર થયેલા ગૂમડાં, ફોડકી અથવા હરસ કે ભગંદર વગેરેને એકવાર કે વારંવાર સાફ કરે, તો સાધુ તેને મનથી પણ ઇચ્છે નહિ અને વચન તથા કાયાથી કરાવે નહિ. २९ | सिया से परो कायंसि गंडं वा अरइयं वा पुलयं वा भगंदलं वा संबाहेज्ज વા, પલિમદ્રેખ્ખ વા, ખો તેં સાપ્ નો તેં ખિયમે ।
ભાવાર્થ:- કોઈ ગૃહસ્થ સાધુના શરીર પર થયેલા ગૂમડાં, ફોડકી અથવા હરસ(મસા) કે ભગંદરને દબાવે કે મસળે, તો સાધુ તેને મનથી પણ ઇચ્છે નહિ અને વચન તથા કાયાથી કરાવે નહિ.
३० सिया से परो कायंसि गंड वा जाव भगंदलं वा तेल्लेण वा घएण वा णवणीए ण वा वसा वा मक्खेज्ज वा भिलिंगेज्ज वा, जो तं साइए णो तं नियमे । ભાવાર્થ :- કોઈ ગૃહસ્થ સાધુના શરીર પર થયેલા ગૂમડાં યાવત્ ભગંદર ઉપર તેલ, ઘી, નવનીત કે સ્નિગ્ધ પદાર્થ ચોપડે, માલિશ કરે, તો સાધુ તેને મનથી પણ ઇચ્છે નહિ અને વચન તથા કાયાથી કરાવે નહિ. ३१ सिया से परो कायंसि गंडं वा जाव भगंदलं वा लोद्वेण वा कक्केण वा चुणेण वा वण्णेण वा उल्लोलेज्ज वा उव्वलेज्ज वा, जो तं साइए णो तं णियमे ।
ભાવાર્થ :કોઈ ગૃહસ્થ સાધુના શરીર પર થયેલા ગૂમડાં યાવત્ ભગંદર ઉપર લોધક, કર્ક– કેસર, કસ્તુરી વગેરે સુગંધી દ્રવ્યોનો ચૂર્ણ કે અબીલ, ગુલાલ આદિ પદાર્થોનો થોડો પણ લેપ કરે, વધારે લેપ કરે, તો સાધુ તેને મનથી પણ ઇચ્છે નહિ અને વચન તથા કાયાથી કરાવે નહિ.
३२ सिया से परो कायंसि गंड वा जाव भगंदलं वा सीओदगवियडेण वा उसिणोदगवियडेण वा उच्छोलेज्ज वा पधोवेज्ज वा, णो तं साइए णो तं णियमे ।
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org