________________
અધ્યયન-૧૩ .
૨૮૧ |
ભાવાર્થ - કોઈ ગૃહસ્થ સાધુના પગને કોઈ પણ પ્રકારના વિશિષ્ટ ધૂપથી ધૂપિત કરે કે વારંવાર ધૂપિત કરે અર્થાત્ સુગંધિત પદાર્થથી સુવાસિત કરે, તો સાધુ તેને મનથી ઇચ્છે નહીં અને વચનથી, કાયાથી કરાવે નહિ. १० सिया से परो पायाओ खाणुयं वा कंटयं वा णीहरेज्ज वा विसोहेज्ज वा, णो त साइए णो त णियमे । શબ્દાર્થ:-હાપુN = સૂંઠું ય = કાંટાને દોષ = કાઢે વિરોધેન્ન = સાફ કરે. ભાવાર્થ :- કોઈ ગૃહસ્થ સાધુના પગમાં વાગેલા હૂંઠા કે કાંટાને કાઢે કે તેને સાફ કરે તો સાધુ તેને મનથી ઇચ્છે નહિ તેમજ વચન અને કાયાથી કરાવે નહિ. ११ सिया से परो पायाओ पूर्व वा सोणियं वा णीहरेज्ज वा विसोहेज्ज वा, णो तं साइए णो तं णियमे ।। ભાવાર્થ :- કોઈ ગૃહસ્થ સાધુના પગમાંથી (ગૂમડાં વગેરેમાંથી) લોહી કે પરુ આદિને કાઢે, સાફ કરે, શુદ્ધ કરે, તો સાધુ તેને મનથી ઇચ્છે નહિ તેમજ વચન અને કાયાથી કરાવે નહિ. વિવેચન -
પ્રસ્તુત સૂત્રોમાં સાધુને ગૃહસ્થ દ્વારા કરાતી પરિકર્મ-ક્રિયાઓને સ્વીકારવાનો નિષેધ છે. સાધુના પગ ધોવા, સાફ કરવા, દબાવવા, માલિશ કરવું, કાંટો કાઢવો વગેરે પગ સંબંધિત પરિકર્મ સાધુએ ગૃહસ્થ પાસે કરાવવા કલ્પતા નથી. નિશીથ સૂત્રના પંદરમા ઉદ્દેશકમાં તે ક્રિયાઓનું પ્રાયશ્ચિત કહ્યું છે.
ગુહસ્થ દ્વારા આ પ્રકારની પરિચર્યા લેવામાં નિમ્નોક્ત દોષોની સંભાવના છે. (૧) ગૃહસ્થ આરંભ સમારંભ કરે (૨) સાધુની સ્વાવલંબીવૃત્તિ છૂટી જાય (૩) પરતંત્રતા, પરાપેક્ષિતા અને દીનતા આવી જાય (૪) કદાચ ગૃહસ્થ પરિચર્યાની કિંમત માગે તો અકિંચન સાધુ આપી શકતા નથી. (૫) લોકો સાધુની અવજ્ઞા કરે અને સાધુ પ્રતિ અશ્રદ્ધા પણ થાય છે. કાય પરિકર્મ નિષેધ - १२ सिया से परो कायं आमज्जेज्ज वा पमज्जेज्ज वा, णो तं साइए णो तं ળિયને | ભાવાર્થ - કોઈ ગૃહસ્થ મુનિના શરીરને એકવાર કે વારંવાર લૂછે, સાફ કરે તો સાધુ તેને મનથી પણ ઇચ્છે નહિ તેમજ વચન અને કાયાથી કરાવે નહિ.
१३ सिया से परो कार्य संबाहेज्ज वा पलिमद्देज्ज वा, णो तं साइए णो तं ળિયને ! ભાવાર્થ - કોઈ ગૃહસ્થ સાધુના શરીરને એકવાર કે વારંવાર દબાવે તો સાધુ તેને મનથી પણ ઈચ્છે નહિ તેમજ વચન અને કાયાથી કરાવે નહિ. १४ सिया से परो कायं तेल्लेण वा घएण वा णवणीएण वा वसाए वा मक्खेज्ज वा अब्भंगेज्ज वा, णो तं साइए णो तं णियमे ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org