________________
[ ૨૫૮ ]
શ્રી આચારાંગ સૂત્ર: વિતીય શ્રુતસ્કંધ
નાખ્યું છે, તોડીને સરખી કરી છે, ઘસી ઘસીને સાફ કરી છે, લીંપીને સુંદર કરી છે, ધૂપ આદિથી સુગંધિત કરી છે. તે તથા તેવાપ્રકારની અન્ય પણ આરંભ-સમારંભ કરીને તૈયાર કરેલી ઈંડિલ ભૂમિમાં સાધુ-સાધ્વી મળ-મૂત્રનો ત્યાગ કરે નહિ. | ७ से भिक्खू वा भिक्खुणी वा से जं पुण थंडिलं जाणेज्जा इह खलु गाहावई वा गाहावइपुत्ता वा कंदाणि वा मूलाणि वा जाव हरियाणि वा अंताओ वा बाहिं णीहरंति, बहियाओ वा अंतो साहरंति, अण्णयरंसि वा तहप्पगारंसि थंडिलंसि णो उच्चारपासवणं वोसिरेज्जा । ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ઈંડિલ ભૂમિના વિષયમાં જાણે કે આ ભૂમિમાંથી ગૃહસ્થ કે તેના પુત્ર કંદમૂળ થાવત લીલોતરી અંદરથી બહાર કાઢે છે કે બહારથી અંદર લઈ જાય છે અથવા તેવા પ્રકારની અન્ય સચેત વસ્તુઓની ફેરવણી કરી રહ્યા છે, તો તેવા પ્રકારની સ્પંડિલ ભૂમિમાં સાધુ સાધ્વી મળમૂત્રનો ત્યાગ કરે નહિ. | ८ से भिक्खू वा भिक्खुणी वा से जं पुण थंडिलं जाणेज्जा- खंधसि वा पीढंसि वा मंचंसि वा मालंसि वा अटुंसि वा पासायंसि वा, अण्णयरंसि तहप्पगारसि थडिलसि णो उच्चारपासवण वोसिरज्जा । ભાવાર્થ :- સાધુ કે સાધ્વી જીંડલ ભૂમિના વિષયમાં જાણે કે આ સ્થડિલભૂમિ સ્તંભગૃહ ઉપર, બાજોઠ ઉપર, ચોતરા ઉપર, મંચ ઉપર, માળ ઉપર, મહેલ કે હવેલીની અગાસી ઉપર કે તેવા પ્રકારના અન્ય કોઈ વિષમ કે ઊંચા ખુલ્લા આકાશીય સ્થાન પર છે, તો તેવા પ્રકારની ઈંડિલ ભૂમિમાં મળમૂત્રનો ત્યાગ કરે નહિ.
९ से भिक्खू वा भिक्खुणी वा से जं पुण थंडिलं जाणेज्जा- अणंतरहियाए पुढवीए, ससिणिद्धाए पुढवीए, ससरक्खाए पुढवीए, मट्टियाकडाए, चित्तमंताए पुढवीए चिंतमंताए सिलाए, चित्तमंताए लेलुए, कोलावासंसि वा दारुयंसि जीवपइट्ठियंसि जाव मक्कडासंताणयंसि, अण्णयरसि वा तहप्पगारंसि थंडिलंसि णो उच्चार पासवणं वोसिरेज्जा । ભાવાર્થ :- સાધુ કે સાધ્વી સ્થડિલ ભૂમિના વિષયમાં જાણે કે આ સ્થડિલભૂમિ સચિત્ત પૃથ્વીની નિકટની ભૂમિ, સ્નિગ્ધ પૃથ્વી, સચિત્ત રજથી વ્યાપ્ત પૃથ્વી, સચેત માટી વિખરાયેલી પૃથ્વી, સચેત શિલા, સચેત પથ્થર(ઢસા)થી યુક્ત છે, ઉધઈ લાગેલા લાકડા, અન્ય જીવો લાગ્યા હોય તેવા લાકડા કે કરોળિ યાના જાળાવાળી છે, તો તેવા પ્રકારની અન્ય પણ સ્થડિલ ભૂમિમાં મળ-મૂત્રનો ત્યાગ કરે નહિ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સાધુ-સાધ્વીને જીવ વિરાધના થાય તેવા સ્થાનમાં મળ-મૂત્ર પરઠવાનો નિષેધ કર્યો છે.
જે રીતે સાધુ ઔદેશિકાદિ દોષોથી રહિત આહાર-પાણી, સ્થાન, વસ્ત્ર આદિની ગવેષણા કરે છે અને નિર્દોષ આહાર-પાણી આદિ વાપરે છે, તે જ રીતે સ્પંડિલભૂમિ પણ ઔદેશિક આદિ દોષોથી રહિત, નિર્દોષ હોવી જરૂરી છે. તે સર્વ દોષ શય્યા અધ્યયન પ્રમાણે સમજવા.
જે પરવાનું સ્થાન ઊંચાઈ પર હોય, અસ્થિર હોય, જ્યાં ચઢવું-ઉતરવું કઠિન હોય, તેવા સ્થાનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org