________________
ર૫૦ |
શ્રી આચારાંગ સત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
શબ્દાર્થ :- વોસદુર્વાણ = કાયાનું મમત્વ છોડું છું વોલકુલ મંજુ-તોન-રે = કેશ, દાઢી, મૂંછ, રોમ, નખના મમત્વભાવને છોડી સાગર = સમ્યક પ્રકારે કાયાનો વિરોધ કરીને તાળું કામ =
સ્થાનમાં રહીશ, કાયોત્સર્ગ કરીશ પુ તi = કોઈ એક પ્રતિમાને ગ્રહણ કરીને વિદળા = વિચરે નેવ વિ વિ વાળા = બીજા કોઈ મુનિની નિંદા કરે નહિ. ભાવાર્થ :- ચોથી પ્રતિમા આ પ્રમાણે છે– હું અચિત્ત સ્થાનમાં રહીશ, તે સમયે આલંબન-ટેકો લઈશ નહિ, હાથ પગાદિને લાંબા-ટૂંકા કરીશ નહિ અને મર્યાદિત જગ્યામાં પરિભ્રમણ પણ કરીશ નહિ. આ સમય દરમ્યાન શરીર પ્રત્યેના મમત્વનો ત્યાગ કરીશ તેમજ કેશ, દાઢી, મૂંછ, રોમ અને નખાદિની શોભાનો પણ ત્યાગ કરીશ. સમ્યક પ્રકારે કાયાનો નિરોધ કરીને તે સ્થાનમાં સ્થિત રહીશ.
સાધુ આ ચાર પ્રતિમાઓમાંથી કોઈપણ એક પ્રતિમાને ગ્રહણ કરીને વિચરણ કરે પરંતુ પ્રતિમાને ગ્રહણ નહિ કરનાર અન્ય મુનિની નિંદા કરે નહિ, પોતાની શ્રેષ્ઠતાનું અભિમાન કરે નહિ. સર્વ પ્રત્યે સમાનભાવ રાખે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વિશિષ્ટ સાધકની કાયોત્સર્ગની ઊભા રહેવા સંબંધિત ચાર પડિમાઓનું વર્ણન છે.
સાધકની સમગ્ર સાધના મન, વચન, કાયાની યૌગિક પ્રવૃત્તિથી સર્વથા મુક્ત થઈને ઉપયોગ સ્વરૂ૫ આત્મભાવમાં સ્થિર થવા માટે છે. અનાદિકાલીન દેહના મમત્વને છોડવા માટે સાધકે વારંવાર પુરુષાર્થ કરવો પડે છે. યોગ નિરોધના પ્રયોગ માટે કાયોત્સર્ગ એક ઉત્તમ સાધન છે. સાધક મર્યાદિત સમયના સંકલ્પ સાથે કાયોત્સર્ગમાં સ્થિત થાય છે અને ક્રમશઃ તેની સમય મર્યાદા વધારતાં-વધારતાં પોતાના લક્ષ્ય સુધી પહોંચી જાય છે.
પ્રસ્તુત પ્રસંગમાં સાધકની ઊભા રહેવા સંબંધી ચાર પ્રતિમાઓનું કથન છે. વ્યાખ્યા ગ્રંથમાં તેના ચાર નામ આ પ્રમાણે કહ્યા છે– (૧) અચેત સ્થાનોપાશ્રયા (૨) અચેતાવલંબના (૩) હસ્તપાદાદિ પરિક્રમણા (૪) સ્તોક પાદ વિહરણા. (૧) અચેત સ્થાનોપાશ્રયા પડિમા:- એક સ્થાનમાં ઊભા રહેવાની પ્રતિજ્ઞા કરીને સાધુ અચેત સ્થાનનો આશ્રય લે છે અર્થાત્ દીવાલ, થાંભલાદિના આધારે ઊભા રહે છે. હાથ-પગ જકડાઈ જાય તો ફેલાવે-સંકોચે છે અને આવશ્યકતા જણાય તો મર્યાદિત ભૂમિમાં પરિભ્રમણ પણ કરે છે, પરંતુ તે સાધક બેસતા નથી. (૨) અચિરાલંબના પડિમા :- આ પડિયામાં સાધક અચેત દીવાલાદિનો આધાર લે છે. હાથ-પગ આદિ સંકુંચન, પ્રસારણાદિ ક્રિયા કરે છે પરંતુ પરિભ્રમણ કરતા નથી. (૩) હસ્તપાદાદિ પરિકમણા પ્રતિમા :- આ પડિકામાં સાધક ભીંત આદિનો ટેકો લે છે, પરંતુ અંગોપાંગનું પરિસ્પંદન એટલે હાથ-પગાદિને હલાવવા રૂપ ક્રિયાઓ અને પરિભ્રમણ કરતા નથી. (૪) સ્તોક પાદ વિતરણા પ્રતિમા :- આ પડિમા ગ્રહણ કરનાર સાધક આલંબન, પરિસ્પંદન અને પરિભ્રમણ આદિ ત્રણે ક્રિયાઓનો ત્યાગ કરે છે અર્થાતુ અચેત સ્થાનમાં સ્થિર રહીને કાર્યોત્સર્ગ કરે છે. તે સાધક પોતાના શરીરના મમત્વનો સંપૂર્ણ ત્યાગ કરે છે.
આ અધ્યયનમાં માત્ર ઊભા રહેવાની પ્રતિજ્ઞા કરનાર સાધકની સાધનાનું વર્ણન છે. તે સાધક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org