________________
કરે અને આ બીજો સ્કંધ મૂર્તિમાન રૂપે સાધકના મનમાં પૂજ્ય ભાવ પ્રગટ કરે, તો પણ કોટી કર્મની નિર્જરા સાથે આગામી જન્મોમાં આવું નિર્મળ અણીશુદ્ધ સ્નાતક ચારિત્ર પાળવાનો અવસર ઊભો થાય અને પંચમ કાળમાં જે કાર્ય અધુરું રહે, તે યોગ્ય કાળે પરિપૂર્ણ કરી શકે.
આ આખો શ્રુતસ્કંધ એક પ્રકારની જીવનની ખેડ કરવાની હોય અને તેમાં સારામાં સારી ઉપજ થાય તે રીતે શાસ્ત્રકારે પાથીએ પાથીએ તેલ નાખ્યું છે. અહીં આખા શ્રુતસ્કંધનો અનુવાદ, ભાવાર્થ કે પરમાર્થ આ વિદુષી સાધ્વીજી મંડળ પ્રકાશિત કરવાના છે અને તેમાં મહર્ષિ ત્રિલોકમુનિ જેવા સિદ્ધ શાસ્ત્ર વ્યક્તિનું માર્ગદર્શન મળવાનું છે. જેથી અહીં મેં કોઈ પણ ચેપ્ટરનો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ સમગ્ર શાસ્ત્ર વિષે બે શબ્દો કહ્યા છે.
જૈનદર્શનનો આચારકાંડ પણ એટલો બધો સન્નદ્ધ છે કે– પ્રત્યેક જગ્યાએ જ્યાં ખીલી મારવી પડે ત્યાં ખીલી મારે છે, ટાંકો લેવો પડે ત્યાં ટાંકા માર્યા છે. તે ઉપરાંત નિયમ-ઉપનિયમ રૂપ તાણાવાણાથી સુંદર વસ્ત્ર રૂપી આ શાસ્ત્રને વણવામાં આવ્યું છે, તૈયાર કરવામાં આવ્યું છે. જેમ કપડામાં ડીઝાઈન મૂકવામાં આવે તેમ કોઈ કોઈ જગ્યાએ તો આઠ પાંખડીવાળા ફૂલ ગોટાઓ મૂકી વસ્ત્રને શણગારવામાં આવ્યું છે. દુઃખની વાત એ છે કે આપણા સમાજમાં ઘણા ગાવાવાળા સંત-સાધ્વીઓ અને શ્રાવક-શ્રાવિકાઓ છે, પરંતુ તેમણે આ બધા શાસ્ત્રોના સૂક્ષ્મ ભાવોને વણી લેતી કવિતાઓ કે પદોની રચના કરી, સરલ ભાવે ગાઈ શકાય, તેવા પદો તૈયાર કર્યા નથી, જેને પરિણામે આખો સમાજ શાસ્ત્રથી ઘણા ગાઉની દૂરી ઉપર રહી ગયો છે. અમુક સાધુ સંતોને છોડી આ બધા શાસ્ત્રના ભાવો બંધ પડેલી પેટીમાં સંગ્રહિત મોતી જેવા છે. ધન્ય છે આપણા ગોંડલ સંપ્રદાયના વિદુષી સાધ્વીજી સંઘને અને એથી વધારે વંદનીય છે, પ્રાતઃ સ્મરણીય સૌરાષ્ટ્ર કેસરી પૂજ્યપાદ ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ.સા. તથા તપસમ્રાટ પૂજય શ્રી રતિલાલજી સ્વામી, જેમના નામે આ શાસ્ત્રમાળા પ્રગટ થઈ રહી છે. તેમણે જે કાંઈ તપસ્યા કે પુરુષાર્થ કર્યો હતો, તેનું સ્પષ્ટ પ્રતિબિંબ શાસ્ત્રમાળા રૂપે અભિવ્યક્ત થઈ રહ્યું છે અને શાસ્ત્રભાવો ગુજરાતી સરળ ભાષામાં સમાજ સુધી પહોંચાડવા માટે એક કેનલનું કામ થઈ રહ્યું છે. “નર્મદાનો બંધ” થયા પછી નર્મદાના પાણી કચ્છ કાઠીયાવાડ સુધી પહોંચી રહ્યાં છે, તેનું માધ્યમ એક નહેર છે. તે જ રીતે આ શાસ્ત્રભાવો રાજકોટ રોયલ પાર્કના પુરુષાર્થથી નહેરમાં પ્રવાહિત થઈ નિર્મળ જળ રૂપે ઘર ઘર પહોંચશે, અભિલાષા એ જ છે કે- હવે પછી આ બધા ભાવો કવિતામાં ઉતરી, સરળ ભાષામાં કંડારાઈને જનતા ગાઈ શકે, લોક જીવનમાં તે શાસ્ત્રો જીવંત બની પ્રકાશ આપતા થાય,
(
25
Janication Intern
For Private & Personal Use Only
www.jainelibreorg