________________
આધ્યાત્મિક ભાવોથી ભરપૂર એવો ઉચ્ચકોટીનો નિશ્ચયવાણી યુક્ત દ્રવ્યાનુયોગી સ્કંધ છે. જેમાં નિશ્ચિત રૂપે આત્મ દ્રવ્યની અખંડતાનું પદ પદ પર ધ્યાન દોર્યું છે. ભારતના ઉચ્ચકોટીના અધ્યાત્મિક ગ્રંથોમાં ઉપનિષદોના ભાવોના લેવલથી પણ ઊંચા લેવલના નિશ્ચયાત્મક ભાવો જોઈ શકાય છે. પાછળના દિગમ્બર કે શ્વેતામ્બર પરંપરાના આચાર્યોએ સમયસાર આદિ કે વિશેષઆવશ્યક ભાષ્ય આદિ ગ્રંથોની રચના કરી છે. તેના બીજ આ પ્રથમ સ્કંધમાં જોઈ શકાય છે. આ રીતે પ્રથમ સ્કંધ આધ્યાત્મિક પૃષ્ઠભૂમિ ઉપર રચાયેલી ભિતિકા જેવો છે. જ્યારે આથી વિપરીત બીજો શ્રુતસ્કંધ સમગ્રક્રિયાકાંડથી ભરેલો છે. જેમાં બાહ્ય ક્રિયાઓ ઉપર અતિસૂક્ષ્મ ધ્યાન આપવામાં આવ્યું છે. સાધકને કલ્પના પણ ન હોય તેવા સૂક્ષ્મ દોષોથી વિમુક્ત રાખવા માટે ઘણી જ સૂચનાઓ આપવામાં આવી છે. બધા પદો, વિધિનિષેધથી ભરેલા છે. શું કરવું અને શું ન કરવું? શું બોલવું અને શું ન બોલવું? ઇત્યાદિ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ, આ આઠે પ્રવચન માતાઓની પાંખડી-પાંખડી કરીને અથવા તાર-તાર કરીને અને પડ-પડ ખોલીને બધા ક્રિયાકાંડના ભાવોનું ઉદ્ઘાટન કર્યું છે. વાંચતાં-વાંચતાં હૃદય ગગદ થાય છે કે આગમકારોએ પોતાના સાધકોને બચાવીને દરેક રીતે તૈયાર કરવા કેટલી બધી કાળજી ભરી બુદ્ધિપૂર્વકની ભાવનાઓ વ્યક્ત કરી છે.
ચાહે જૈન ભિક્ષુ હો કે ભિક્ષુણી હો તેને બધી રીતે સજ્જ કરી સેનાની રૂપે તૈયાર કર્યા છે, મસ્ત ભાવે વિચરણ કરી, કોઈ પણ પ્રકારના બંધનમાં પડ્યા વિના કે કોઈની લાગ-લપેટ કે સેહમાં આવ્યા વિના, એક સ્વતંત્ર ફક્કડ મસ્ત સાધુરૂપે તાલબદ્ધ જીવન તૈયાર કરી, ગુરુ આજ્ઞામાં રહી, નિગ્રંથ પ્રવચનનો ડંકો વગાડે છે. આ આખું શાસ્ત્ર બાધક કારણોનો પરિહાર કરવા માટે તેજ તલવાર જેવું છે અને જો સાધક આ ક્રિયાકાંડનું અનુશીલન કરી, નિસ્પૃહ રહી, પવિત્ર ભાવોથી સાધના કરે, તો સાધકની આસપાસ આભા મંડળની રચના કરી વિરુદ્ધ પરમાણુઓ સ્વતઃ પોતાની વર્ગણા પ્રમાણે, સ્વ મેળે ખેંચાઈ આવે તેમ છે. બાકીના આધ્યાત્મિક ભાવો સ્વતઃ અંકુરિત થઈ આત્માના અસંખ્ય પ્રદેશોમાં છવાઈ જાય, આઠ રૂચક પ્રદેશના ભાવો અસંખ્ય પ્રદેશોમાં પ્રગટ થઈ જાય છે. તેમનો તપ ત્યાગ, બાધક કારણોનો નાશ કરી આત્મ જ્યોતિ રૂપે પરિણત થાય છે. આચારાંગનો આ બીજો શ્રુતસ્કંધ, ધ્યાન પૂર્વક વાંચી, વિચારી સાધક તેનું અનુશીલન કરે. કદાચ તેને લાગે કે આજના આ પંચમ કાળમાં આટલી બધી તીવ્રક્રિયાશીલતા સંભવિત નથી તો પણ મનમાં તે કાળના મુનિ વિશે જે સુંદર ક્રિયા ભાગો ઉપદેશાયા છે, તેનો સંકલ્પ કરી, તેની મહત્તાનું ધ્યાન રાખી, પોતાના સાકાર ઉપયોગ રૂપ જ્ઞાનમાં તેની કોતરણી કરી, અંતરંગમાં તે ભાવોની ભક્તિ કરે અને યથાસંભવ સાધુ ક્રિયાઓનું પાલન કરે, આડંબરોથી દૂર રહે, પરિગ્રહ ભાવોની ઉપેક્ષા
G 24 ON
Janication Intern
For Private & Personal Use Only
www.jainelibreorg