________________
૨૩s |
શ્રી આચારાંગ સત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
|१० से भिक्खू वा भिक्खुणी वा से जं पुण ओग्गहं जाणेज्जा ससागारियं सागणियं सउदयं सइत्थि सखुड्ड सपसुभत्तपाणं णो पण्णस्स णिक्खमणपवेसाए जाव धम्माणुओगचिंताए सेवं णच्चा तहप्पगारे उवस्सए ससागारिए जाव सखुड्ड-पसु-भत्तपाणे णो ओग्गह ओगिण्हेज्ज वा पगिण्हेज्ज वा । ભાવાર્થ :- સાધુ કે સાધ્વી સ્થાનના વિષયમાં જાણે કે તે સ્થાન ગૃહસ્થોથી યુક્ત છે, ત્યાં અગ્નિ અને પાણીના સ્થાન છે, સ્ત્રીઓ, નાના બાળકો રહે છે, પશુઓ અને તેની ખાવા-પીવાની સામગ્રીથી ભરેલા છે, તો તેવા સ્થાનમાં બુદ્ધિમાન સાધુ માટે ગમનાગમન, વાચના યાવત ધર્મચિંતન કરવું યોગ્ય નથી, તેમ જાણીને સાધુ તેવા પ્રકારના ગૃહસ્થાદિથી (અગ્નિ, પાણી, સ્ત્રીઓ, બાળકો, પશુઓ અને આહાર-પાણી)યુક્ત મકાનોની આજ્ઞા એકવાર કે વારંવાર ગ્રહણ કરે નહિ. |११ से भिक्खू वा भिक्खुणी वा से जं पुण ओग्गहं जाणेज्जा गाहावइकुलस्स मज्झमज्झेणं गंतु पंथे पडिबद्धं वा, णो पण्णस्स जाव चिंताए; से एवं णच्चा तहप्पगारे उवस्सए णो ओग्रहं ओगिण्हेज्ज वा पगिण्हेज्ज वा । ભાવાર્થ :- સાધુ કે સાધ્વી સ્થાનના વિષયમાં જાણે કે સાધુના ગમનાગમનનો માર્ગ ગૃહસ્થના રહેઠાણની વચ્ચેથી નીકળે છે, માર્ગમાં ઘણો સામાન પડ્યો છે, તો તેવા સ્થાનને જાણીને બુદ્ધિમાન સાધુને ત્યાં રહેવું, ગમનાગમન કરવું, જવું, આવવું, વાચના યાવત્ ધર્મચિંતન કરવું યોગ્ય નથી, તેમ જાણીને મુનિ તેવા પ્રકારના ગૃહસ્થના ઘરમાંથી નીકળતા માર્ગવાળા તથા સામાનથી રોકાયેલા માર્ગવાળા સ્થાનની એકવાર કે વારંવાર આજ્ઞા ગ્રહણ કરે નહિ. | १२ से भिक्खू वा भिक्खुणी वा से जं पुण ओग्गहं जाणेज्जा- इह खलु गाहावई वा जाव कम्मकरीओ वा अण्णमण्णं अक्कोसंति वा तहेव तेल्लादि; सिणाणादि; सीओदगवियडादि; णिगिणाइ य; जहा सेज्जाए आलावगा, णवरं
ओग्गहवत्तव्वया । ભાવાર્થ :- સાધુ કે સાધ્વી સ્થાનના વિષયમાં જાણે કે તે સ્થાનમાં ગૃહસ્થ યાવતુ તેની નોકરાણીઓ પરસ્પર એક બીજાની સાથે ઝઘડે છે તથા પરસ્પર એક બીજાના શરીર ઉપર તેલ, ઘી આદિ લગાવે છે, સ્નાનાદિ કરે છે, ઠંડા કે ગરમ પાણીથી શરીરના અવયવોને ધૂએ છે, નગ્ન થઈ ક્રીડા કરે છે યાવત શય્યા અધ્યયન પ્રમાણે સૂત્રાલાપક કહેવા. વિશેષતાએ છે કે અહીં અવગ્રહનું કથન કરવું. આ પ્રકારના કોઈ પણ સ્થાનની સાધુ એકવાર કે વારંવાર આજ્ઞા ગ્રહણ કરે નહિ. १३ से भिक्खू वा भिक्खूणी वा से जं पुण ओग्गहं जाणेज्जा- आइण्णं संलिक्खं णो पण्णस्स णिक्खमणपवेसाए जाव चिंताए, तहप्पगारे उवस्सए णो
ओग्गहं ओगिण्हेज्ज वा पगिण्हेज्ज वा । ભાવાર્થ :- સાધુ કે સાધ્વી સ્થાનના વિષયમાં જાણે કે તે સ્થાન ચિત્રોથી સુશોભિત છે, ત્યાં પ્રજ્ઞાવાન સાધુને ગમનાગમન કે વાચના યાવતુ ધર્મચિંતન કરવું યોગ્ય નથી, તેમ જાણીને મુનિ, તથા પ્રકારના સ્થાનની આજ્ઞા એકવાર કે વારંવાર ગ્રહણ કરે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org