________________
અધ્યયન-૭ : ઉદ્દેશક-૧
પ્રકારના આક્ષેપો મૂકી શકે છે, માટે સાધુ પોતે જ જઈને વ્યવસ્થિત રીતે જે વસ્તુ જેની પાસેથી લીધી હોય, તે ગૃહસ્થને સોય, કાતર આદિ પાઢીહારી વસ્તુ પાછી સોંપે.
૨૩૫
સાધુને સાધક જીવનમાં સાધર્મિક વાત્સલ્યના ભાવ સાથે પાઢીયારી વસ્તુની જવાબદારી પણ હોવી જરૂરી છે. પોતાની લાવેલી વસ્તુથી સાધર્મિક સાધુઓની સેવા કરવી અને કાર્ય પૂર્ણ થયા પછી પોતે જ ગૃહસ્થને વ્યવસ્થિત પાછો સોંપવું, તે તેનું કર્તવ્ય છે.
આ પ્રકારના વ્યવહારથી ગૃહસ્થનો શ્રદ્ધા-ભક્તિભાવ જળવાઈ રહે છે. ગૃહસ્થના સાધુની સેવા કરવાના ભાવ વધે છે અને સાધુના સત્ય મહાવ્રત અને અચૌર્ય મહાવ્રતનું અખંડપણે પાલન થાય છે. સાધુને માટે વર્જિત સ્થાન :
६ से भिक्खू वा भिक्खुणी वा से जं पुण ओग्गहं जाणेज्जा अणंतरहियाए पुढवीए ससणिद्धा पुढवीए जाव संताणए, तहप्पगारं ओग्गहं णो ओगिण्हेज्ज वा पगिण्हेज्ज वा ।
શબ્દાર્થ:
અનંતરદિયાણ્ પુવીર્ = સચેત પૃથ્વીની નજીકની ભૂમિ, અત્યંત નજીકની જગ્યા.
ભાવાર્થ:સાધુ કે સાધ્વી સ્થાનના વિષયમાં જાણે કે સચેત પૃથ્વીની નિકટવર્તી ભૂમિ, સ્નિગ્ધ પૃથ્વી યાવત્ જીવજંતુથી યુક્ત સ્થાન છે, તો તેવા સ્થાનની આજ્ઞા એકવાર કે વારંવાર ગ્રહણ કરે નહીં. ७ से भिक्खू वा भिक्खुणी वा से जं पुण ओग्गहं जाणेज्जा थूणंसि वा गिहेलुगंसि वा, उसुयालंसि वा कामजलंसि वा अण्णयरे वा तहप्पगारे अंतलिक्खजाए दुब्बद्धे दुण्णिक्खित्ते अणिकंपे चलाचले जो उग्गहं ओगिण्हेज्ज वा पगिण्हेज्ज वा ।
ભાવાર્થ:સાધુ કે સાધ્વી સ્થાનના વિષયમાં જાણે કે તે સ્થાન ઊંચાઈ પર રહેલા ઠૂંઠા, દરવાજાના ઊંબરા કે સ્નાન કરવાના બાજોઠ આદિ ઉપર છે, તે તથાપ્રકારના સ્થાન કે જે સારી રીતે બાંધેલા નથી, સારી રીતે ભૂમિમાં ખોડેલા નથી, નિશ્ચલ નથી, ચલાયમાન છે, તો તેવા સ્થાનને ગ્રહણ કરવા માટે એક વાર કે વારંવાર આજ્ઞા ગ્રહણ કરે નહીં.
८ से भिक्खू वा भिक्खुणी वा से जं पुण ओग्गहं जाणेज्जा कुलियंसि वा जाव णो ओग्गहं ओगिण्हेज्ज वा पगिण्हेज्ज वा ।
ભાવાર્થ:સાધુ કે સાધ્વી સ્થાનના વિષયમાં જાણે કે તે ઉપાશ્રયની દીવાલ કાચી, પાતળી યાવત્ અસ્થિર છે અને ચલાયમાન છે, તો તેવા સ્થાનની આજ્ઞા એકવાર કે વારંવાર ગ્રહણ કરે નહિ. ९ से भिक्खू वा भिक्खुणी वा से जं पुण ओग्गहं जाणेज्जा खंधंसि वा जाव णो ओग्गहं ओगिण्हेज्ज वा पगिण्हेज्ज वा ।
Jain Education International
ભાવાર્થ :- સાધુ કે સાધ્વી સ્થાનના વિષયમાં જાણે કે તે સ્થાન સ્તંભગૃહ, મંચગૃહ યાવત્ હવેલીના ઉપરિતલ રૂપે છે, જે વ્યવસ્થિત બાંધેલ નથી યાવત્ ચલાયમાન છે, તો તે સ્થાનની આજ્ઞા એકવાર કે વારંવાર ગ્રહણ કરે નહિ.
For Private Personal Use Only
www.jainelibrary.org