________________
અધ્યયન-૬ઃ ઉદ્દેશક-૨
સચિત્ત પાણી પરઠવાની વિધિઃ
२ से भिक्खू वा भिक्खुणी वा गाहावइ कुलं पायवडियाए पिंडवाय पडिया अणुपविट्ठे समाणे सिया से परो आहट्टु अंतो पडिग्गहगंसि सीओदगं परिभाएता णीहट्टु दलएज्जा, तहप्पगारं पडिग्गहगं परहत्थंसि वा परपायंसि वा अफासुयं जाव णो पडिगाहेज्जा । से य आहच्च पडिग्गाहिए सिया, खिप्पामेव उदगंसि साहरेज्जा, सपडिग्गहमायाए व णं परिट्ठवेज्जा, ससणिद्धाए वा भूमीए पाणं णियमेज्जा ।
૨૨૫
શબ્દાર્થ :આહત્ત્વ = કદાચ પડિયાષિર્ સિયા = ગ્રહણ કરી લીધું હોય તો બિામેવ = તે જ સમયે સાંસિ = તે જ પાણીના વાસણમાં સાદરેગ્ગા = નાંખી દે સલિન્દદમાયાર્ = પાત્ર સહિત તે પાણીને લઈ જઈને ખં પરિવેષ્ના = યોગ્ય સ્થળે પરઠે સસબિસ્ક્રાÇ ભૂમી = પાણીથી સ્નિગ્ધ ભૂમિમાં ખિયમેગ્ગા = તે પાણીને ઉલેચી નાંખે(યતનાપૂર્વક પરઠી દે).
ભાવાર્થ :સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં પાત્ર ગ્રહણ કરવા પ્રવેશ કરે, ત્યારે ગૃહસ્થ ઘરમાં પાણીથી ભરેલા પાત્રમાંથી સચેત પાણીને અન્ય પાત્રમાં લઈને આપે, તો તે સચેત પાણીથી ભરેલું તે પાત્ર ગૃહસ્થના હાથમાં કે તેના મોટા વાસણમાં રાખેલું જોઈને તેને અપ્રાસુક અને અનેષણીય જાણીને ગ્રહણ કરે નહીં. કદાચ સચેત પાણીથી ભરેલું તે પાત્ર અચેત પાણી સમજીને ગ્રહણ થઈ ગયું હોય, તો સચેતની જાણ થતાં જ ગૃહસ્થની આજ્ઞા લઈને તે પાણી ગૃહસ્થના પાણીના વાસણમાં નાંખી દે. જો ગૃહસ્થ પાણી પાછું લેવાની ના પાડે, તો પાણી યુક્ત પાત્રને લઈને(તે પાત્ર માટીનું અને સુલભ હોય તો) એકાંત સ્થાને જઈને તેને(પાણી સહિતના પાત્રને) પરઠી દે અર્થાત્ યતનાપૂર્વક ત્યાં મૂકી દે અથવા જો તે પાત્ર લાકડાનું અને દુર્લભ હોય, તો તે પાણીને સ્નિગ્ધ ભૂમિમાં યતનાપૂર્વક પરઠી દે.
३ से भिक्खू वा भिक्खुणी वा उदउल्लं वा ससणिद्धं वा पडिग्गहं णो आमज्जेज्ज वा जाव पयावेज्ज वा । अह पुण एवं जाणेज्जा विगतोदए मे पडिग्गहए छिण्ण- सिणेहे मे पडिग्गहए, तहप्पगारं पडिग्गहं तओ संजयामेव आमज्जेज्जा वा जाव पयावेज्ज वा ।
ભાવાર્થ :- સાધુ કે સાધ્વી સચેતપાણી પરઠ્યાં પછી પાણીથી ભીના કે પાણીના લેપવાળા પાત્રને લૂછે નહિ યાવત્ તડકામાં સૂકવે નહિ. જ્યારે સાધુ જાણે કે મારું આ પાત્ર પાણીથી રહિત અને સ્નિગ્ધતાથી(લેપથી) રહિત થઈ ગયું છે, ત્યારે તેને યતનાપૂર્વક લૂછે કે તડકામાં રાખે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં સચેત જલયુક્ત પાત્ર ગ્રહણનો નિષેધ, સચેત જલને પરઠવાની વિધિ તથા સચેત જલવાળા તે પાત્રને સૂકવવાની વિધિનું કથન છે.
Jain Education International
સાધુ ગૃહસ્થને ત્યાં પાત્રની ગવેષણા કરતા હોય, ગૃહસ્થને ત્યાં સાધુને યોગ્ય પાત્ર હોય પરંતુ તે સચેત જલથી ભરેલું હોય, ગૃહસ્થ તે પાત્રમાંથી પાણી કાઢીને બીજા વાસણમાં નાંખી પાત્રને ખાલી કરીને
તે
For Private Personal Use Only
www.jainelibrary.org