________________
[ ૨૨૪ ]
શ્રી આચારાંગ સત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
છે
છઠું અધ્યયન : બીજ ઉદ્દેશક 09
ગોચરી પૂર્વે પાત્ર પ્રતિલેખન - | १ से भिक्खू वा भिक्खुणी वा गाहावइकुलं पिंडवायपडियाए पविसमाणे पुवामेव पेहाए पडिग्गहगं, अवहटु पाणे, पमज्जिय रयं, तओ संजयामेव गाहावइकुलं पिंडवायपडियाए णिक्खमेज्ज वा पविसेज्ज वा । केवली बूया आयाणमेयं । अंतो पडिग्गहगंसि पाणे वा बीए वा रए वा परियावज्जेज्जा । अह भिक्खूणं पुव्वोवदिट्ठा एस पइण्णा जं पुव्वामेव पेहाए पडिग्गह, अवहट्ट पाणे, पमज्जिय रयं, तओ संजयामेव गाहावइकुलं पिंडवायपडियाए णिक्खमेज्ज वा पविसेज्ज वा । શબ્દાર્થ - ગવ = કાઢીને પરિયાવનેના = આવીને રહ્યા હોય, પડ્યા હોય. ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં આહારપાણી માટે પ્રવેશ કરે, ત્યાર પહેલાં જ પાત્રને સારી રીતે જોઈ લે, તેમાં જીવ-જંતુ આદિ હોય, તો તેને કાઢીને એકબાજુએ મૂકી દે, રજને પોંજીને ખંખેરી નાંખે અને ત્યાર પછી યતનાપુર્વક આહાર-પાણી માટે ઉપાશ્રયમાંથી બહાર નીકળે કે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે. પાત્રોનું પ્રતિલેખન કે પ્રમાર્જન કર્યા વિના ગોચરી જવું, તેને કેવલી ભગવાને કર્મબંધનું કારણ કહ્યું છે. પ્રતિલેખન કરીને રાખેલા પાત્રમાં પણ કોઈ જીવજંતુ ચડી જાય, રજ ઉડીને પડે અથવા બીજ આદિ પડી શકે છે, તેથી તીર્થકરાદિ આપ્તપુરુષોએ સાધુ માટે પહેલાં જ પ્રતિજ્ઞા યાવતુ ઉપદેશ આપ્યો છે કે આહાર-પાણી માટે જતાં સમયે પણ સાધુ પાત્રનું સમ્યક પ્રકારે નિરીક્ષણ કરી લે, કોઈ જીવ હોય તો તેને કાઢીને એકબાજુએ મૂકી દે, રજ આદિને પોંજીને ખંખેરી નાંખે અને ત્યારપછી યતનાપૂર્વક પાત્રોને ગ્રહણ કરીને ગોચરી માટે ઉપાશ્રયમાંથી નીકળે કે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ગોચરીએ જતાં પૂર્વે પાત્ર પ્રતિલેખન કરવાની આવશ્યકતા દર્શાવી છે.
સાધુ કે સાધ્વી દિવસમાં બે વાર વસ્ત્ર, પાત્ર આદિ પોતાની સર્વઉપધિનું પ્રતિલેખન કરે જ છે. તેમ છતાં ગોચરી માટે નીકળતા પહેલાં પાત્રનું પ્રતિલેખન સારી રીતે કરી લેવું જરૂરી છે. પ્રતિલેખન કરવામાં ન આવે તો સંયમવિરાધના અને જીવ વિરાધના થાય છે. વ્યાખ્યાકારે તે સિવાય બીજા પણ કારણોનું કથન કર્યું છે.
(૧) કોઈ પાત્ર તૂટેલું હોય તો તેમાં આહારપાણી લઈ શકાય નહીં અને તકલીફ ઊભી થાય છે (૨) કોઈ ધર્મષીએ સાધુને બદનામ કરવા માટે શસ્ત્ર, વિષ કે અન્ય અકથ્ય, અગ્રાહ્ય વસ્તુ તેમાં મૂકી દીધી હોય. (૩) કોઈ હિંસક જીવ વીંછી, સર્પ પાત્રમાં બેસી ગયા હોય તો કરડી જાય, ઉતાવળમાં જોયા વિના તેમાં આહારપાણી લેવાથી ઝેર ચઢે અને જીવોની વિરાધના થાય. (૪) ક્યારેક ઉતાવળમાં પાત્ર વ્યવસ્થિત રીતે સાફ થયું ન હોય, પાત્રમાં કોઈ આહારના અંશ રહી ગયા હોય તો તેમાં કીડીઓ ચડી જાય છે, તેથી ગોચરી માટે જાય ત્યારે અને આહાર પાણી ગ્રહણ કરે ત્યારે સાધુએ પાત્રનું પ્રતિલેખન, પ્રમાર્જન કરવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org