________________
૧૮૪ |
શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ
इ वा संवहणे इ वा । एयप्पगारं भासं असावज्जं जाव अभूओवघाइयं अभिकंख भासेज्जा । શબ્દાર્થ-જુવંગવે = આ બળદ યુવાન છે [ = ગાય પ્રૌઢ છે રસવર્ડ = દૂધ આપનારી છે મદમ્બઈ = વાછરડો મોટો છે સંવર = ભાર વહન કરવામાં સમર્થ છે. ભાવાર્થ :- સાધુ કે સાધ્વી વિવિધ પ્રકારની ગાયો તથા બળદાદિને જોઈને આ પ્રમાણે કહે, જેમ કેઆ બળદ જુવાન છે, આ ગાય પ્રૌઢ છે, દૂધાળી છે, આ બળદ મોટો છે, તે ભાર વહન કરવા સમર્થ છે. આ પ્રમાણે અસાવધ યાવતુ જીવોનો નાશ નહિ કરનારી ભાષાનો વિચારપૂર્વક પ્રયોગ કરે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં મનુષ્ય, પશુ, પક્ષીના સંબંધમાં બોલવા કે ન બોલવા યોગ્ય શબ્દોનું વિધિ અને નિષેધથી નિરૂપણ છે.
પશુ, પક્ષીઓને માટે– આ હૃષ્ટપુષ્ટ છે, ચરબી અને માંસયુક્ત છે, વાહનમાં જોતરવા યોગ્ય છે વગેરે ભાષાપ્રયોગ સાવધકારી છે, સાધુના તથા પ્રકારના વચનોને સાંભળીને કોઈ શિકારી તે પશુ-પક્ષીનો શિકાર કરે કે બળદોને ગાડા આદિ વાહનોમાં જોતરે તો તે જીવોને પરિતાપ થાય છે, તેથી આ પ્રકારનો ભાષાપ્રયોગ સાવધકારી હોવાથી સાધુને બોલવા યોગ્ય નથી. સાધુને પ્રયોજન વશ બોલવું પડે તો વિવેકપૂર્વક નિરવધ ભાષાપ્રયોગ કરે. વનસ્પતિ સંબંધી ભાષા વિવેક:११ से भिक्खू वा भिक्खुणी वा तहेव गंतुमुज्जाणाई पव्वयाई वणाणि वा रुक्खा महल्ला पेहाए णो एवं वएज्जा, तं जहा- पासायजोग्गा इ वा गिहजोग्गा इ वा तोरणजोग्गा इ वा फलिहजोगा इ वा अग्गलजोग्गा इ वा णावाजोग्गा इ वा उदगदोणिजोग्गा इ वा पीढ-चंगबेर-णंगल-कुलिय-जंतलट्ठी-णाभि-गंडी- आसण सयण-जाण-उवस्सयजोग्गा इ वा । एयप्पगारं भासं सावज्जं जाव भूओवघाइयं अभिकंख णो भासेज्जा । શબ્દાર્થ - ૩૬ લોળનોજ = જળ પાત્ર–મોટી કુંડીને યોગ્ય ઢ = બાજોઠ વાવેર = કથરોટ Mાન = હળ લય = કુલિય-એક પ્રકારનું હળ અંત = યંત્ર ત = લાકડી ગામ = નાભિ નહી = એરણની લાકડી સાળો = આસનને યોગ્ય. ભાવાર્થ :- સંયમશીલ સાધુ કે સાધ્વી પ્રયોજનવશ કોઈ બગીચામાં, પર્વતો ઉપર કે વનોમાં જાય, ત્યારે ત્યાં મોટા-મોટા વૃક્ષોને જોઈને આ પ્રમાણે કહે નહિ, જેમ કે- આ વૃક્ષ કાપીને મકાન આદિમાં વાપરવા યોગ્ય છે અર્થાત્ આ લાકડું મહેલ બનાવવા યોગ્ય છે, તોરણ-નગરનું મુખ્ય દ્વાર બનાવવા યોગ્ય છે, આ ઘર બનાવવા યોગ્ય છે, પાટ બનાવવા યોગ્ય છે, નાવ બનાવવા યોગ્ય છે, પાણીની મોટી કંડી, બાજોઠ, કથરોટ, હળ, કુહાડી, યંત્ર, લાકડી અથવા ઘાણી, ચક્રની નાભિ, સોનીના કાષ્ઠના ઉપકરણને યોગ્ય-એરણની લાકડી, આસન, શયન, પલંગ, રથ, ઉપાશ્રય આદિ બનાવવા યોગ્ય છે. આ પ્રકારની સાવધ યાવતુ જીવોનો નાશ કરનારી ભાષા સાધુ બોલે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org