________________
| અધ્યયન-૪: ઉદ્દેશક-૧
[ ૧૭૫ ]
વર્ગણાના પુદ્ગલો નીકળી રહ્યા હોય ત્યારે તે ભાષા રૂપે બને છે અને ભાષા કહેવાય છે, પરંતુ ભાષા બોલવાનો સમય પૂરો થયા પછી બોલાયેલી ભાષા અભાષા કહેવાય છે. સંક્ષેપમાં ભાષાનો પ્રાગભાવ કે પ્રäસાભાવ અભાષા છે અને જ્યારે બોલાય છે, ઉત્પન્ન થાય છે ત્યારે તે ભાષા કહેવાય છે. વર્તમાન સમયમાં પ્રયુક્ત ભાષા જ ભાષા સંજ્ઞાને પ્રાપ્ત થાય છે. શેષ પહેલાં કે પછીના સમયમાં તે ભાષા નથી.
ભાષાના ચાર પ્રકાર છે– (૧) સત્ય ભાષા (૨) અસત્ય ભાષા (૩) મિશ્ર ભાષા (૪) વ્યવહાર ભાષા. સત્યભાષા - સત્ શબ્દના ત્રણ અર્થ થાય છે– (૧) સત્ એટલે મુનિઓ (૨) ગુણો અને (૩) વિદ્યમાન પદાર્થો; તેથી સત્યભાષાની વ્યાખ્યા ત્રણ પ્રકારે થાય છે.
૧. સભ્યો હતા ત્યા સજ્જનોને હિતકારી ભાષા તે સત્યભાષા. સત્ = સંતો, મુનિઓ, સંતો ભગવાનની આજ્ઞાના આરાધક હોવાથી સતુ-સજ્જન કહેવાય છે. તેમને હિતકારક એટલે મોક્ષ પ્રાપ્તિમાં સહાયક હોય, તે સત્ય ભાષા છે. ૨. સત્ - શ્રેષ્ઠ ગુણ. મોક્ષ પ્રાપ્તિની સાધનામાં મૂળગુણ અને ઉત્તરગુણની આરાધના જ શ્રેષ્ઠ છે, તેથી મૂળગુણ અને ઉત્તરગુણ માટે હિતકારી હોય, મૂળગુણ-ઉત્તરગુણની પોષક હોય, તે સત્ય ભાષા છે. ૩. સત્ - વિધમાન પદાર્થો. જગતના વિદ્યમાન પદાર્થોનું યથાર્થ દર્શન કરાવે, તે સત્યભાષા છે. આરળ સબ્ધ- આરાધની ભાષા સત્યભાષા છે. જેના દ્વારા સમ્યગુદર્શનાદિ મોક્ષ માર્ગની આરાધના થાય, તે સત્યભાષા છે, જેમ કે આત્મા સ્વરૂપથી સત્ છે, પર રૂપથી અસતુ છે, દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ નિત્ય છે, પર્યાયાર્થિક નયની અપેક્ષાએ અનિત્ય છે, ઇત્યાદિ વિવિધ નય-દષ્ટિકોણથી વસ્તુ સ્વરૂપનું યથાર્થ પ્રતિપાદન કરનારી ભાષા જ સમ્યગદર્શનનું કારણ છે અને તે જ મોક્ષ માર્ગની આરાધનામાં સહાયક બને છે, તેથી સત્યભાષા આરાધની ભાષા છે.
સત્ય ભાષા પણ જો કોઈ દોષયુક્ત હોય તો તે ભાષા સાધુને બોલવા યોગ્ય નથી. સૂત્રમાં તે દોષો આ પ્રમાણે કહ્યા છે– (૧) સાવધ- પાપકારી ભાષા. જે ભાષા બોલવાથી પાપ કાર્યોની પ્રેરણા મળે તે (૨) સકિયા–જે ભાષાથી આત્માને અનર્થદંડ આદિની ક્રિયા લાગે તે (૩) કર્કશા- ક્લેશકારી–મર્મને ખુલ્લા કરનારી (૪) નિષ્ફર- ધિક્કારપૂર્વક, નિર્દયતાપૂર્વક કોઈને ધમકાવનારી હોય (૫) પરુષકઠોર, સ્નેહ રહિત (૬) કટકકડવી. મનમાં ઉદ્દેગ ઉત્પન્ન કરે તેવી (૭) આસવજનક– કર્મોનો આશ્રય કરાવનારી (૮) છેદકારિણી– પ્રેમનો છેદ કરી નાખે તેવી (૯) ભેદકારિણી– એક બીજા વચ્ચે અંતર પડાવે તે (૧૦) પરિતાપકારી- જીવોને પરિતાપ કરનારી (૧૧) ઉપદ્રવકારી- મારણાંતિક કષ્ટ આપનારી, ઉપદ્રવ કરનારી, લોકોને ભયભીત કરનારી (૧૨) ભોપઘાતિની– જીવોનો ઘાત કરનારી. આ બાર દોષયુક્ત ભાષાપ્રયોગ સાધુ કરે નહીં. વાસ્તવમાં અહિંસાત્મક વાણી જ ભાવશુદ્ધિનું નિમિત્ત બને છે. મૃષાભાષા - સત્ય ભાષાથી વિપરીત સ્વરૂપવાળી હોય, મોક્ષ માર્ગની વિરાધના થતી હોય, તે મૃષાભાષા છે. જેમ કે- આત્મા એકાંતે નિત્ય છે કે એકાંતે અનિત્ય છે. મિશ્ર ભાષા :- જેમાં સત્ય અને અસત્ય બંને અંશ મિશ્રિત હોય, તે સત્યમુષા-મિશ્રભાષા છે. જેમ કેઆ ગામમાં આજે પાંચ બાળકનો જન્મ થયો હોય, પરંતુ કોઈ પૂછે, ત્યારે કહી દે કે આજે આઠ-દસ બાળ કોનો જન્મ થયો છે. આ કથનમાં બાળકોનો જન્મ થયો છે, તે સત્ય છે પરંતુ તેની સંખ્યા અસત્ય છે, આ રીતે આ ભાષાપ્રયોગમાં સત્ય-અસત્ય બંને અંશ મિશ્રિત છે. વ્યવહાર ભાષા :- જે ભાષામાં સત્ય આદિ ઉપરોક્ત ત્રણે ભાષાના લક્ષણો ન હોય, જે ભાષા કેવળ વ્યવહારમાં ઉપયોગી હોય, તે વ્યવહાર ભાષા છે. જેમ કે- નળ આવ્યો. વાસ્તવમાં નળ આવતો નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org