________________
| અધ્યયન-૪: ઉદ્દેશક-૧
- ૧૭૩ |
વિચાર કર્યો ન હોય (૬) સ્પષ્ટ હોય, પરંતુ હિંસાકારી, મર્મકારી કે આઘાતજનક હોય (૭) કયર્થક- બે અર્થ નીકળતા હોય (૮) નિરપેક્ષ તેમજ એકાંત વચન પ્રયોગ. આ આઠ વચન ભાષાના દોષરૂપ છે. આ આ પ્રકારની ભાષામાં ક્યારેક અસત્ય ભાષણની તેમજ અન્ય જીવોને પીડા કે દુઃખ થવાની સંભાવના છે. તેથી તે છોડવા યોગ્ય છે. સાધુની ભાષા સંપૂર્ણપણે સત્ય, અહિંસક, અન્યને પ્રિયકારી અને લાભકારી હોવી જરૂરી છે.
આ રીતે સાધક જીવનમાં આધ્યાત્મિક જ્ઞાન સાથે વ્યાવહારિક ભાષા જ્ઞાનનું પણ મહત્ત્વ છે. સાધકને જે ભાષામાં પોતાના વિચારો અભિવ્યક્ત કરવા છે, તેનું પરિજ્ઞાન હોવું જરૂરી છે. જો ભાષા વિજ્ઞાનનું યથાર્થ જ્ઞાન હોય, તો જ તે પોતાના વિચારોને સ્પષ્ટતાપૂર્વક પ્રગટ કરી શકે છે.
ભાષાના ચાર પ્રકાર:| ३ अह भिक्खू जाणेज्जा चत्तारि भासज्जायाई, तं जहा- सच्चमेगं पढमं भासजायं, बीयं मोसं, तइयं सच्चामोसं, जंणेव सच्चं णेव मोसं व सच्चामोसं -असच्चामोसं णाम तं चउत्थं भासज्जायं ।
से बेमि- जे य अईया जे य पडुपण्णा जे य अणागया अरहंता भगवंतो सव्वे ते एयाणि चेव चत्तारि भासज्जायाई भासिंसु वा भासंति वा भासिस्संति वा, पण्णविंसु वा पण्णवेंति वा, पण्णविस्संति वा ।।
सव्वाइं च णं एयाणि अचित्ताणि वण्णमंताणि गंधमंताणि रसमंताणि फासमंताणि चयोवचइयाई विप्परिणामधम्माइं भवंतीति अक्खायाई । ભાવાર્થ :- સાધુએ ચાર પ્રકારની ભાષા જાણવી જોઈએ. તે આ પ્રમાણે છે– (૧) પ્રથમ સત્ય ભાષાજાત (૨) બીજી મૃષા ભાષાજાત (૩) ત્રીજી સત્યમૃષા- મિશ્ર ભાષાજાત અને (૪) ચોથી જે સત્ય નથી અને અસત્ય નથી તેમજ સત્યામૃષા-મિશ્ર નથી તે અસત્યામૃષા- વ્યવહારભાષા નામની ચોથી ભાષા જાત છે.
જે હું કહું છું તેને ભૂતકાળમાં જેટલા તીર્થકરો થયા, વર્તમાનમાં જે તીર્થકરો છે અને ભવિષ્યમાં જે તીર્થકરો થશે તે સર્વએ આ ચાર પ્રકારની ભાષાઓનું પ્રતિપાદન કર્યું છે, પ્રતિપાદન કરે છે અને પ્રતિપાદન કરશે અથવા તેઓએ પ્રરૂપણા કરી છે, પ્રરૂપણા કરે છે અને પ્રરૂપણા કરશે.
આ સર્વ ભાષાના પગલો અચિત્ત છે, તે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા છે, ચય-ઉપચય, હાનિ-વૃદ્ધિ પામનારા તથા વિવિધ પ્રકારે વિપરિણમન પામનારા હોય છે, એ પ્રમાણે સર્વજ્ઞ– સર્વદર્શી તીર્થકરોએ પ્રતિપાદન કર્યું છે. | ४ से भिक्खू वा भिक्खुणी वा से जं पुण जाणेज्जा- पुव्वं भासा अभासा, भासिज्जमाणी भासा भासा, भासासमयवीइकता च णं भासिया भासा अभासा। શબ્દાર્થ :- પુષં ભાલા અમાસા = બોલતા પહેલાં ભાષા એ અભાષા હોય છે માસિનાળો માસી માસ = બોલતા સમયે ભાષા એ ભાષા છે માણસમયવી વ ષે મારિયા માસ મારા = ભાષા બોલાઈ ગયા પછી ભાષા અભાષા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org