________________
| અધ્યયન-૩: ઉદ્દેશક-૨
૧૫૯ ]
ન હોય અને બાજુમાં વૃક્ષાદિ હોય, તો તેનો આધાર લેવો પડે છે, તેમાં જીવવિરાધનાની સંભાવના છે. (૩) રસ્તામાં ધાન્યના મોટા મોટા ઢગલા હોય, રથ, ગાડા, ગાડી આદિ કોઈ પણ મોટા વાહનો વચ્ચે પડ્યા હોય અને ક્યારેક સાધુની અસાવધાનીથી જીવ વિરાધના થાય અથવા સાધુને સ્વયંને વાહનાદિની ઠોકર વાગી જાય, પડી જાય આદિ આપત્તિની સંભાવના છે. (૪) રસ્તામાં કોઈ સેનાની છાવણીઓ હોય, ત્યાંથી સાધુ પસાર થાય, તો કોઈ તેને ગુપ્તચર કે જાસૂસ સમજીને પકડી લે, મારે, ઉપકરણો આદિ ઝૂંટવી લે ઇત્યાદિ ગમે તે પ્રકારે હેરાન કરી શકે છે.
આ રીતે સાધુને વિવિધ પ્રકારની આપત્તિઓમાં જીવવિરાધના, સંયમવિરાધના અને આર્તધ્યાનના પરિણામથી આત્મવિરાધના થાય છે.
ઉપરોક્ત વિવિધ માર્ગો સંયમી સાધકને માટે શારીરિક પીડા અને માનસિક અશાંતિજનક છે, તેથી મુનિ પહેલાથી માર્ગ સંબંધી પૂર્ણ જાણકારી મેળવીને જ યોગ્ય દિશામાં વિહાર કરે.
મુનિ જે ગામમાંથી આવ્યા હોય, તે ગામ વિષયક માહિતી કોઈ ગૃહસ્થ પૂછે, જેમ કે આ ગામમાં કેટલા હાથી-ઘોડા છે? મનુષ્યો કેવા છે? લોકો પાસે ધન-ધાન્યની છત છે કે અછત છે? વગેરે કોઈ પણ પ્રશ્નોના ઉત્તર મુનિ આપે નહીં, કારણ કે સંયમી સાધુને ઉપરોક્ત ચર્ચાનો કોઈ અર્થ નથી, તે આત્મ સાધનામાં સહાયક નથી. ક્યારેક કોઈ સાધર્મી સાધક ધર્મ પ્રચારની ભાવનાથી એવા પ્રશ્નો પૂછે, તો સાધુ વિવેકપૂર્વક તેનો ઉત્તર આપી શકે છે. ઉપસંહાર:२० एयं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं जं सव्वट्ठहिं समिए सहिए सया जएज्जासि । त्ति बेमि । ભાવાર્થ :- આ ઈર્યા વિષયક વિવેક તે સાધુ-સાધ્વીની આચાર સમગ્રતા અર્થાત્ સંયમ સમાચારી છે. જેનું પૂર્ણપણે પાલન કરતાં સાધુ-સાધ્વીઓએ સર્વ વિષયોમાં સમિતિયુક્ત અને જ્ઞાનાદિથી સંપન્ન થઈને હંમેશાં સંયમ પાલનમાં પુરુષાર્થ કરતા રહેવું જોઈએ. આ પ્રમાણે તીર્થકરોએ કહ્યું છે.
છે અધ્યયન-૩/ર સંપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org