________________
શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ
ભાવાર્થ:સાધુ કે સાધ્વી ગ્રામાનુગ્રામ વિહાર કરતા હોય ત્યારે જો રસ્તામાં ઘઉં આદિ ધાન્યોના ઢગલા હોય, ઘણા બળદગાડી કે રથ વગેરે પડ્યા હોય, પોતાના રાજાની કે પર રાજાની સેનાનો પડાવ હોય તો તેને જોઈને જો અન્ય રસ્તો હોય તો તે રસ્તેથી યતનાપૂર્વક ચાલે પરંતુ આ સીધા(ટૂંકા) રસ્તે ચાલે નહિ. १८ से णं परो सेणागओ वएज्जा आउसंतो ! एस णं समणे सेणाए अभिणिचारियं करेइ, से णं बाहाए गहाय आगसह । से णं परो बाहाहिं गहाय आगसेज्जा, तं णो सुमणे सिया जाव समाहीए । तओ संजयामेव गामाणुगामं दूइज्जेज्जा ।
૧૫૮
શબ્દાર્થ:- સેખાય્ – સેનાની અભિળિયારિય = જાસૂસ રેડ્= કરે છે તે ખં વાહાÇ મહાય= તેની ભુજાને પકડીને આHT = ખેંચો, ઢસડો.
ભાવાર્થ:કદાચ અન્ય માર્ગ ન હોય, તો તે રસ્તેથી જવું પડે તો સાધુને જોઈને કોઈ સૈનિક બીજા સૈનિકને કહે કે– હે આયુષ્યમાન ! આ શ્રમણ આપણી સેનાનો ભેદ જાણવા આવ્યા છે, તેથી તેનો હાથ પકડીને ખેંચો ! આ પ્રમાણે સૈનિક સાધુને ભુજાથી પકડીને ઘસડે, ખેંચે તો તે સમયે સાધુ મનમાં હર્ષ કે શોક કરે નહિ, પરંતુ સમાધિપૂર્વક સહન કરે. આ પ્રમાણે યતનાપૂર્વક ગ્રામાનુગ્રામ વિહાર કરે.
१९ से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे, अंतरा से पाडिपहिया उवागच्छेज्जा, ते णं पाडिपहिया एवं वएज्जा- आउसंतो समणा ! केवइए एस गामे वा जाव रायहाणी वा, केवइया एत्थ आसा, हत्थी, गामपिंडोलगा, मणुस्सा परिवसंति ? से बहुभत्ते बहुउदए बहुजणे बहुजवसे ? से अप्पभत्ते अप्पुदए अप्पजणे अप्पजवसे ? एयप्पगाराणि पसिणाणि पुट्ठो णो आइक्खेज्जा, एयप्पगाराणि पसिणाणि णो पुच्छेज्जा ।
ભાવાર્થ :સાધુ, સાધ્વીને ગ્રામાનુગ્રામ વિહાર કરતાં રસ્તામાં કોઈ પથિક મળે અને તે સાધુને પૂછે—– હે આયુષ્યમાન શ્રમણ ! આ ગામ યાવત્ રાજધાની કેવીછે? અહીં ઘોડા, હાથી, ભિખારીઓ કેવા-કેટલા છે ? મનુષ્યોની વસતિ કેટલી છે ? આ ગામમાં આહાર, પાણી, મનુષ્યો અને ધાન્યની પ્રચુરતા છે કે આહાર, પાણી, મનુષ્યો અને ધાન્યની અછત છે ? આ પ્રમાણે કોઈ પથિક પ્રશ્ન પૂછે તો સાધુ તેનો ઉત્તર આપે નહિ અને પોતે પણ પથિકને આ રીતે પૂછે નહિ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વિહારમાં આવતી કિઠનાઈઓ અને તેમાં સાધુના વિવેકનું નિદર્શન છે. (૧) નદીને પાર કર્યા પછી નદીકિનારે ચાલતા સાધુના પગ કીચડથી ખરડાઈ જાય, ત્યારે લીલા પાંદડા આદિથી સાફ કરે નહીં કે કીચડને સાફ કરવાના આશયથી લીલોતરીવાળા માર્ગે ચાલે નહીં. સાધુ અચેત પથ્થરાદિથી કીચડને સાફ કરી શકે છે.
(૨) ક્યારેક રસ્તામાં ખાડા-ટેકરા આવે, તો મુનિને લપસી જવાની કે પડી જવાની સંભાવના રહે છે. મુનિ પડી જાય, તો તેને વ્યક્તિનો સહારો લઈને ખાડામાંથી બહાર નીકળવું પડે છે. ક્યારેક આસપાસમાં કોઈ
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org