________________
[ ૧૫૬ ]
શ્રી આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
તેને એકવાર કે વારંવાર હાથથી સ્પર્શ કરે નહિ, લૂછે નહી, વધારે ઘસે નહિ, માલિશ કરે નહિ, મસળે નહિ, ભીના શરીરને કે ઉપધિને તડકે સૂકવે નહિ.
જ્યારે તે જાણે કે મારા શરીર ઉપર પાણીના ટીપાં નથી કે મારું શરીર ભીનું નથી ત્યારે પોતાના હાથથી તે શરીરનો સ્પર્શ કરે વાવત તડકામાં ઊભા રહી તેને તપાવે, વિશેષ તપાવે, ત્યાર પછી તે સાધુ યતનાપૂર્વક ગ્રામાનુગ્રામ વિચરણ કરે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સાધુને માટે જંઘા પ્રમાણ નદીને પાર કરવાની વિધિ પ્રદર્શિત કરી છે. નવા િ૩૫ - જંઘા પ્રમાણ પાણી વાળી નદી. આચારાંગ સૂત્રના પ્રથમ અધ્યયનના બીજા ઉદ્દેશકમાં ગોઠણની નીચેના પગને(પીંડીને) જંઘા અને ગોઠણથી ઉપરના પગને ઉરુ-સાથળ કહ્યા છે. તદનુસાર અહીં પણ જંઘા અર્થાત્ પગની પીંડી સુધીનો ભાગ સમજવો પ્રસંગને અનુરૂપ છે કારણ કે પાણી ગોઠણથી નીચે હોય ત્યારે જ તેને સૂત્રોક્ત વિધિથી ચાલીને પાર કરી શકાય છે. પાણી ગોઠણથી અધિક ઊંડું હોય, તો તેને નૌકા વિના પાર કરી શકાતું નથી.
સાધુને જંઘા પ્રમાણ જલને પાર કરવાની સમગ્ર વિધિ આ પ્રમાણે છે- સહુ પ્રથમ (૧) મસ્તકથી પગ સુધીનું પ્રમાર્જન કરે, પછી એક પગ પાણીમાં અને એક પગ સ્થળમાં(જળથી ઉપર) રાખીને સાવધાનીથી ચાલે. (૨) તે સમયે શરીરના અંગોપાંગનો પરસ્પર સ્પર્શ કરે નહિ. (૩) શરીરની ગરમીને શાંત કરવા કે સુખશાતાના લક્ષ્યથી પાણીમાં ડૂબકી મારે નહિ. (૪) ઉપકરણો સહિત નદી પાર કરવાનું સામર્થ્ય ન હોય તો ઉપકરણોનો ત્યાગ કરી દે, જો સામર્થ્ય હોય તો ઉપકરણો સહિત પાર કરે. (૫) નદી પાર કર્યા પછી જ્યાં સુધી શરીર ઉપરથી પાણી ટપકતું હોય, ત્યાં સુધી નદીના કાંઠે ઊભા રહે. (૬) જ્યાં સધી શરીર ઉપરથી પાણી સુકાય નહિ, ત્યાં સુધી તેને હાથ લગાવે નહિ, લુછે નહિ, ઘસે નહિ, માલિશ કરે નહિ, તડકામાં તપાવે નહિ. જ્યારે સહજ રીતે ઊભા રહેવા માત્રથી પાણી સૂકાઈ જાય ત્યારે નદી પાર કરવા સંબંધી ઈર્યાપથ–પ્રતિક્રમણ કરીને પછી શરીર સંબંધી સૂત્રોક્ત સર્વ ક્રિયાઓ કરે તેમજ વિહાર કરે. વિષમ માર્ગાદિમાં ગમન-નિષેધ :| १५ से भिक्खू वा भिक्खुणी वा गामाणुगाम दूइज्जमाणे णो मट्टियामएहिं पाएहिं हरियाणि छिदिय-छिदिय विकुज्जिय-विकुज्जिय विफालिय-विफालिय उम्मग्गेण हरियवहाए गच्छेज्जा; जहेयं पाएहिं मट्टियं खिप्पामेव हरियाणि अवहरंतु। माइट्ठाणं संफासे । णो एवं करेज्जा । से पुव्वामेव अप्पहरियं मग्गं पडिलेहेज्जा तओ संजयामेव गामाणुगामं दूइज्जेज्जा । શબ્દાર્થ :- માથામ= માટી કે કાદવથી ખરડાયેલા પf= પગને તરિયાળ = લીલોતરીનું િિ૦ = છેદન કરીને બિછબ્લિક = લીલા પાંદડા ભેગા કરી કરીને વિભિય = લીલા પાંદડાને તોડીને-વાળીને ૩મુખ = ઉન્માર્ગથી રિયલ = લીલોતરીની હિંસા થાય તે રસ્તે નર્થ = જેમ કે પર્દ માં = પગની માટી પાનેવ = જલદી. ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ગ્રામાનુગ્રામ વિચરણ કરતા ભીની માટીથી (કીચડથી) ખરડાયેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org