________________
શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ
આ પ્રકારના મકાન સાધુને માટે નિર્દોષ અને કપનીય હોય છે– ગૃહસ્થો કેટલાક મકાનો અતિથિ-સંન્યાસી વગેરેના ઉપયોગ માટે બનાવીને રાખે છે, પોતાના માટે મકાનો બનાવે છે, ભાઈ-ભત્રિજા વગેરેને ભાગ રૂપે આપવા બનાવે છે, પોતે રહેતા હોય તે મકાન વિશાળ હોય તો તેમાંથી કેટલોક વિભાગ ખાલી હોય છે, પોતે અન્યત્ર રહેવા ગયા હોય તો જૂનું મકાન ખાલી પડયું હોય છે. તેવા મકાનો નિગ્રંથને ગ્રહણ કરવા યોગ્ય છે.
૧૨
પ્રશ્ન— ઉપરોક્ત અકલ્પનીય અને કલ્પનીય શય્યાનું વર્ણન કરનાર શ્રમણ શું સમ્યક કથન કરે છે ? ઉત્તર– હા, ઉપરોક્ત બંને પ્રકારના મકાન સંબંધી દોષો અને ગુણોનું કથન કરવું સમ્યક છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં સ્થાનની શુદ્ધિ-અશુદ્ધિ સંબંધી વિચારણા રજૂ કરવામાં આવી છે.
સાધુ ગ્રામાનુગ્રામ વિચરણ કરતાં હોય ત્યારે કેટલાક શ્રદ્ધાવાન ગૃહસ્થો સાધુને પોતાના સ્થાનમાં રહેવા માટે ભક્તિ ભાવપૂર્વક વિસ્તૃત કરે, ભક્તિના અતિરેકથી ગૃહસ્થો કપટથી અસત્ય ભાષણ કરીને સ્થાનની નિર્દોષતા પ્રગટ કરે છે. આ પ્રકારની પરિસ્થિતિમાં સાધુએ પોતાની તીક્ષ્ણ પ્રજ્ઞાથી તે સ્થાનની નિર્દોષતાનું પરીક્ષણ કરીને તે સ્થાનમાં રહેવું જોઈએ. સ્થાનની શુદ્ધિ માટે સૂત્રકારે ત્રણ શબ્દોનો પ્રયોગ કર્યો છે.
પાસુ, ૩છે, અહેસો..... (૧) પ્રાસુ±– જે સ્થાન આધાકર્માદિ દોષોથી રહિત અર્થાત્ સાધુના નિમિત્તે બનાવેલું ન હોય તેવું મૂળગુણ દોષ રહિત સ્થાન પ્રાસુક છે, (ર) ઉંછે- સાધુના નિમિત્તે તે સ્થાનમાં સમારકામ કરાવવું, છાપરા નાંખવા, દરવાજામાં ફેરફાર કરવો, રંગ રોગાન કરાવવા, તેની લાદી ઘસીને લીસી બનાવવી, સાધુના ગમનાગમનના રસ્તાને સાફ કરાવવો, ધૂપ આદિથી સુગંધિત કરવું, પ્રકાશિત કરવું, વગેરે ઉત્તરગુણ દોષોથી રહિત સ્થાન, (૩) એષણીય– મૂળગુણ અને ઉત્તરગુણથી વિશુદ્ધ સ્થાન હોય, તે એપણીય કહેવાય છે. તે ઉપરાંત તે સ્થાન સાધુના સ્વાધ્યાય, ધ્યાન આદિ સંયમ સાધનાના દરેક કાર્યો માટે અનુકૂળ હોય, તે અત્યંત જરૂરી છે.
=
નિર્દોષ સ્થાન :– સ્થાનની નિર્દોષતાના સ્પષ્ટીકરણ માટે સૂત્રકારે પાંચ વિકલ્પો આપ્યા છે(૧) ાિાપુ- ગૃહસ્થોએ કોઈ પણ વ્યક્તિના નિમિત્ત વિના મકાનો બનાવીને સંગ્રહ રૂપે રાખ્યા હોય અથવા કોઈ પણ સાધુ-સંન્યાસીઓને રહેવા માટે રાખ્યા હોય, (૨) યિાપુરા ભવિષ્યમાં પોતાને રહેવા માટે અથવા પોતાના રોકાણ માટે બનાવીને રાખ્યા હોય, (૩) પાઠ્યપુા- ભવિષ્યમાં ભાઈ-ભત્રીજા આદિના ભાગ પાડવા માટે પહેલેથી જ અલગ અલગ મકાનો બનાવીને રાખ્યા હોય, (૪) પરિમુાપુ- વર્તમાને ગૃહસ્થો તે મકાનનો ઉપયોગ કરી રહ્યા હોય, પરંતુ મકાન ઘણું મોટું હોવાથી તેમાંથી સાધુને રહેવા માટે જગ્યા આપી શકે તેમ હોય, (૫) પતિ વિયપુલ્લા- ગૃહસ્થોએ પોતાને રહેવા માટે નવુ મકાન બનાવી લીધું હોવાથી જૂનું મકાન ખાલી પડયું હોય. આવા કોઈ પણ કારણથી ગૃહસ્થ પાસે સાધુને આપી શકાય તેવું મકાન હોય, તો તેમાં સાધુનું આંશિક પણ નિમિત્ત ન હોવાથી, તે સ્થાન સાધુને માટે નિદોર્ષ અને ક્લ્પનીય છે.
સંક્ષેપમાં મુનિએ ગૃહસ્થની ભક્તિમાં ખેંચાઈને સદોષ સ્થાનમાં રહેવું ન જોઈએ. નિર્દોષ સ્થાનમાં જ સાધુની સાધનાનો વિકાસ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org