________________
| અધ્યયન-૨: ઉદ્દેશક-૨
[ ૧૧૫ |
આદિ દરેકને માટે ખુલ્લા હોય અને તે સ્થાનમાં ગૃહસ્થો કે સંન્યાસીઓ આવીને રહી ગયા હોય, ત્યાર પછી જૈન શ્રમણો તેમાં રહે, તો અભિક્રાંત કિયા યુક્ત શય્યા કહેવાય છે.
સુત્રોક્ત સ્થાનો જૈન શ્રમણના નિમિત્તિથી બનેલા નથી તેમજ અન્ય ગૃહસ્થોએ તેનો ઉપયોગ કરી લીધો છે, તેથી તેમાં જૈન શ્રમણોને આરંભ-સમારંભ આદિ કોઈ પણ પ્રકારનો દોષ લાગતો નથી, તેથી સાધુ માટે તે સ્થાન નિર્દોષ તથા કલ્પનીય છે. જેમ પચીસ ક્રિયાઓમાં ઐર્યાપથિકી ક્રિયા નિર્વધે છે તેમ આ અભિક્રાંત ક્રિયા પણ નિર્દોષ છે. (૪) અનભિક્રાંત ક્રિયા:१० इह खलु पाईणं वा पडीणं वा दाहीणं वा उदीणं वा संतेगइया सड्डा भवंति, तं जहा- गाहावई वा जाव कम्मकरीओ वा । तेसिं च णं आयारगोयरे णो सुणिसंते भवइ । तं सद्दहमाणेहिं तं पत्तियमाणेहिं तं रोयमाणेहिं बहवे समण-माहण-अतिहि-किवण वणीमए समुद्दिस्स तत्थ तत्थ अगारीहिं अगाराई चेइयाइ भवति, त जहा- आएसणाणि वा जाव भवणगिहाणि वा, जे भयतारो तहप्पगाराइं आएसणाणि वा जाव भवणगिहाणि वा तेहिं अणोवयमाणेहिं ओवयंति अयमाउसो ! अणभिक्कतकिरिया यावि भवइ । ભાવાર્થ :- આ સંસારમાં પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ કે ઉત્તર દિશાઓમાં કેટલાક શ્રદ્ધાળુ ભક્તિવંત ગૃહમાલિક થાવ તેના નોકર-નોકરાણી આદિ રહેતા હોય છે. તેઓ નિગ્રંથ સાધુઓના આચાર, વિચારથી અજ્ઞાત હોવા છતાં દાન પ્રત્યે શ્રદ્ધા, પ્રતીતિ અને અભિરુચિથી પ્રેરિત થઈને ઘણા શ્રમણ યાવત ભિખારીઓના નિમિત્તે લુહાર શાળા યાવત્ ભૂમિગૃહ આદિ બનાવે છે. જો તે લુહારશાળા યાવત્ ભૂમિગૃહમાં તે શ્રમણ આદિ આવીને રહ્યા ન હોય, તે પહેલાં જ જો ત્યાં જૈન શ્રમણ નિગ્રંથ આવીને રહે, તો તે નિગ્રંથોને અનભિક્રાંત ક્રિયા દોષ લાગે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શય્યા સંબંધી ચોથી અનભિક્રાંત ક્રિયાનું કથન છે.
જે ધર્મશાળા આદિ સાર્વજનિક સ્થાનોમાં અન્યતીર્થિક ગુહસ્થો કે સંન્યાસીઓએ નિવાસ કર્યો ન હોય, તે પહેલાં જ જૈન શ્રમણ તેમાં રહે તો તેઓને શય્યા સંબંધી અનભિક્રાન્ત ક્રિયા નામનો દોષ લાગે છે.
આ પ્રકારના શય્યા-સ્થાનમાં રહેવું સાધુને કલ્પનીય નથી, કારણ કે તે સ્થાનનો કોઈએ ઉપયોગ કર્યો ન હોવાથી તજ્જન્ય આરંભ-સમારંભાદિ દોષની ક્રિયા સાધુને લાગે છે. તે ઉપરાંત કાલાંતરમાં તે સ્થાનમાં કોઈ ઉપદ્રવ કે નુકશાન થાય, તો લોકોને જૈન સાધુ પ્રતિ શંકા કે અશ્રદ્ધાનો ભાવ થાય અથવા નવા મકાનમાં જૈન સાધુના સૌથી પહેલાં પ્રવેશને કેટલાક લોકો અમંગલકારી માને છે, તેથી સાધુએ પુરુષાન્તરકૃત સ્થાનમાં જ રહેવું જોઈએ. (૫) વર્રક્રિયા - ११ इह खलु पाईणं वा पडीणं वा दाहीणं वा उदीणं वा संतेगइया सड्ढा
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org