________________
શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ
સાધુનું જીવન સ્વાવલંબી હોય છે. તેને આહાર-પાણીની ગવેષણા માટે તેમજ મળ-મૂત્ર આદિ પરઠવા માટે ગમનાગમન કરવું પડે છે, તેથી સાધુ પોતાના સંયમી જીવનમાં કોઈ પણ પ્રકારની સ્ખલના ન થાય તેવા સ્થાનમાં જ નિવાસ કરે છે. જો સાધુ ઊંચાઈ પર આવેલા ખુલ્લા સ્થાનમાં નિવાસ કરે, તો વારંવાર ચડ-ઉતર કરતાં કે રાત્રે અંધારામાં ચડ-ઉતર કરતાં ક્યારેક નિસઃરણી પરથી પગ લપસી જાય, પડી જવાય, તેનાથી જીવવિરાધના, સંયમવિરાધના અને આત્મવિરાધના થાય છે, તેથી સામાન્ય રીતે સાધુ સહજતાથી સરળતાપૂર્વક ગમનાગમન થઈ શકે તેવા સ્થાનમાં જ નિવાસ કરે છે.
૧૦૨
જળસ્થ આળાાાËિ...... કોઈ વિશિષ્ટ પરિસ્થિતિમાં અર્થાત્ અન્યત્ર નિર્દોષ સ્થાનની પ્રાપ્તિ ન થતી હોય, તો સાધુ અલ્પ સમય માટે અર્થાત્ એકાદ રાત્રિ કે એક બે કલાક વિવેક પૂર્વક તે
સ્થાનમાં રહે છે.
સાધુને ઊંચાઈ પર આવેલા ખુલ્લા સ્થાનમાં નિવાસ કરવો પડે, તો ત્યાં હાથ-પગ આદિ ધોવાની વગેરે સૂત્રોક્ત કોઈ પણ પ્રવૃત્તિઓ કરવી ન જોઈએ. તે પ્રવૃત્તિઓ કરવાથી થતી હાનિઓ સૂત્રાર્થથી જ
સ્પષ્ટ છે.
જો ઉપરના માળના નિવાસ સ્થાનમાં ચઢવા માટેના પગથિયા સ્થિર હોય, તેના ઉપરથી ચડ-ઉતર સહેલાઈથી થઈ શકે તેમ હોય, છત ઉપર દિવાલ કે પાળી વ્યવસ્થિત રીતે બાંધેલી હોય, જેમાં સૂત્ર કથિત દોષોની શક્યતા ન હોય તો તે સ્થાનમાં સાધુ-સાધ્વી વિવેકપૂર્વક રહી શકે છે.
ગૃહસ્થાદિથી સંસક્ત ઉપાશ્રયનો વિવેક ઃ
१० सेभिक्खू वा भिक्खुणी वा जं पुण उवस्सयं जाणेज्जा- सइत्थियं सखुड्डुं सपसुभत्तपाणं; तहप्पगारे सागारिए उवस्सए जो ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएज्जा ।
શબ્દાર્થ :- સત્યિય = સ્ત્રી સહિત છે જુઠ્ઠું = બાળક, બિલાડી આદિ ક્ષુદ્ર જીવો યુક્ત સપન્નુમત્તપાળ = પશુઓ તથા આહાર-પાણીથી યુક્ત હોય તહપ્પરે સારણ્ ૩વસદ્ = તેવા પ્રકારના ગૃહસ્થોના સંપર્ક યુક્ત ઉપાશ્રયમાં.
ભાવાર્થ -- સાધુ કે સાધ્વી ઉપાશ્રયના વિષયમાં જાણે કે આ ઉપાશ્રય સ્ત્રીઓ, બાળકો, ક્ષુદ્ર પ્રાણીઓ, પશુઓથી કે ખાવા, પીવાની વસ્તુઓથી યુક્ત છે, તો આવા ગૃહસ્થાદિના સંસર્ગવાળા સ્થાનમાં સાધુસાધ્વી રહે નહીં, શયનાસન આદિ કરે નહીં.
११ आयाणमेयं भिक्खुस्स गाहावइकुलेण सद्धिं संवसमाणस्स - अलस वा विसूइया वा छड्डी वाणं उब्बाहेज्जा, अण्णयरे वा से दुक्खे रोगायंके समुप्पज्जेज्जा अस्संजए कलुणपडियाए तं भिक्खुस्स गायं तेल्लेण वा घएण वा णवणीएण वा वसाए वा अब्भंगेज्ज वा मक्खेज्ज वा; सिणाणेण वा कक्केण वा लोद्वेण वा वणेण वा चुणेण वा पउमेण वा आघंसेज्ज वा पघंसेज्ज वा उव्वलेज्ज वा उव्वट्टेज्ज वा; सीओदगवियडेण वा उसिणोदगवियडेण वा उच्छोलेज्ज वा पधोवेज्ज वा सिणावेज्ज वा सिंचेज्ज वा; दारुणा वा दारुपरिणामं कट्टु
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org