________________
શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ
ભાવાર્થ:સાતમી પિંડૈષણા– સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ કરે,ત્યારે એમ જાણે કે આ આહાર(ઉખડીયા વગેરે) ફેંકી દેવા યોગ્ય છે, જેને બીજા ઘણા માનવો, પશુ-પક્ષી, શ્રમણ(બૌદ્ધ આદિ ભિક્ષુક), બ્રાહ્મણ, અતિથિ, દરિદ્રી અને ભિખારી લોકો ઇચ્છતા પણ નથી, તેવા પ્રકારના ઉજ્જિત ધર્મવાળા આહારની પોતે યાચના કરે અથવા યાચના કર્યા વિના જ ગૃહસ્થ આપે તો તેને પ્રાસુક તેમજ એણીય જાણીને ગ્રહણ કરી લે. તે સાતમી પિંડૈષણા છે. આ પ્રમાણે સાત પિંડેયણા છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સાધુ-સાધ્વીના ગોચરી માટેના સાત વિશિષ્ટ અભિગ્રહ રૂપે સાત પિંડેષણાઓનું
૯૦
ઘન છે.
પિંડૈષણા— પિંડ – આહાર, એષણા - અન્વેષણ. સાધુના આહાર અન્વેષણ સંબંધી કે આહાર ગ્રહણ સંબંધી વિવિધ અભિગ્રહોને અહીં પિંડૈષણા કહી છે, તે સાત પ્રકારની છે–
(૧) અસંસૃષ્ટા- હાથ અથવા પાત્ર ખાધ પદાર્થોથી લિપ્ત-લેપાયેલા ન હોય, તેવા દાતા પાસેથી આહાર ગ્રહણ કરવાનો સંકલ્પ કરવો, તે અસંસૃષ્ટા પિંડૈષણા છે. જેમ કે- શાક વહોરાવવાનો ચમચો શાકવાળો ન હોય, તો તે ચમચાથી શાક લેવાનો સંકલ્પ કરવો.
(૨) સંસૃષ્ટા– હાથ અથવા પાત્ર ખાદ્ય પદાર્થોથી લિપ્ત–લેપાયેલા હોય, તેવા દાતા પાસેથી આહાર ગ્રહણ કરવાનો સંકલ્પ કરવો, તે સંસૃષ્ટા પિંડૈષણા છે. જેમ કે શાક વહોરાવવાનો ચમચો શાકવાળો હોય, તો તેવા ચમચાથી જ શાક લેવાનો સંકલ્પ કરવો.
(૩) ઉદ્ધૃતા— ગૃહસ્થે જેમાં રસોઈ બનાવી હોય, તે વાસણમાંથી અન્ય વાસણમાં ભોજન કાઢીને રાખ્યું હોય અને ગૃહસ્થના હાથ અથવા પાત્ર, તે બંનેમાંથી એક તે ભોજનથી લિપ્ત હોય અને એક લિપ્ત ન હોય, તેવા દાતા પાસેથી આહાર ગ્રહણ કરવાનો સંકલ્પ કરવો, તે ઉ‰તા પિંડૈષણા છે.
(૪) અલ્પલેપા– જે પદાર્થનો લેપ પાત્રને કે હાથને ન લાગ્યો હોય, જે પદાર્થો વહોરાવવાથી દાતાને હાથ કે પાત્રને ધોવાની જરૂર ન પડે, તે આહાર લેતાં વાપરતાં સાધુના હાથ–પાત્ર લિપ્ત ન થાય અને તેને ધોવાની જરૂર ન પડે તેવા મમરા, પૌવા, ધાણી, ખાખરા વગેરે પદાર્થો ગ્રહણ કરવાનો સંકલ્પ કરવો, તે અપલેપા પિંડેષણા છે.
(૫) અવગ્રહિતા— ગ્રહણ કરેલો. ગૃહસ્થે પીરસવા માટે આહારને વાસણોમાં કાઢીને રાખ્યો હોય અને તે આહારથી હાથ કે પાત્રમાં લેપ લાગે તેવો હોય, જેમ કે– દાળ, શાક વગેરે પદાર્થોને ગ્રહણ કરવાનો સંકલ્પ કરવો, તે અવગ્નહિત પિંડષણા છે.
(૬) પ્રગૃહિતા— વિશેષ પ્રકારે ગ્રહણ કરેલો. ગૃહસ્થે પોતાના ભોજન માટે કે અન્યના ભોજન માટે થાળીમાં આહાર પીરસ્યો હોય, પરંતુ હજુ જમ્યા ન હોય, તે આહાર દાતાના હાથમાં હોય કે થાળી આદિ વાસણમાં હોય તેવા દાતા પાસેથી આહાર ગ્રહણ કરવાનો સંકલ્પ કરવો, તે પ્રગૃહીત પિંડૈષણા છે. (૭) ઉજ્જિતધર્મા— ઘરના લોકો જમી લે ત્યાર પછી અનુપયોગી તેમજ જે પદાર્થને અન્ય પશુ-પક્ષીઓ કે યાચકો, સંન્યાસીઓ આદિ ગ્રહણ કરવાની ઇચ્છા કરતા ન હોય, તેવા પ્રકારના અર્થાત્ બીજાઓ દ્વારા અનિચ્છનીય આહાર ગ્રહણ કરવાનો સંકલ્પ કરવો, તે જિતધર્મા પિંડૈષણા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org