________________
[ ૮૪ ]
શ્રી આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
ભૂલથી સાકરના બદલે મીઠું લેવાઈ ગયું હોય અને થોડે દૂર જતાં સાધુને ખબર પડે(કે આ તો મીઠું છે સાકર નથી), અને ઘર નજીકમાં જ હોય, તો તે ઘરમાં પાછા જઈને પહેલાં તે મીઠું બતાવે અને કહે- હે આયુષ્યમાન્ ભાઈ કે બહેન ! તમે મને આ મીઠું જાણતા આપ્યું છે કે અજાણતા આપ્યું છે? જો તે કહે કે મેં જાણી જોઈને આપ્યું નથી, અજાણતા જ અપાઈ ગયું છે, પરંતુ તે આયુષ્યમાન ! હવે જો આપને તે કામ આવી શકે તેમ હોય તો હું તમોને આપું છું, તમો તમારી ઇચ્છા અનુસાર તેનો ઉપભોગ કરો અથવા અરસપરસ વહેંચી લ્યો. આ પ્રમાણે દાતાની આજ્ઞા પ્રાપ્ત થાય અથવા દાતા આપે તો સાધુ તે અચિત્ત મીઠાને યતનાપૂર્વક ખાય કે પાણીમાં અથવા છાશ વગેરેમાં નાંખીને પીવે.
જો તે પોતે તેટલું મીઠું ખાવા કે પીવા સમર્થ ન હોય તો સમીપસ્થ અન્ય સાધર્મિક, સાંભોગિક, સમનોજ્ઞ તેમજ અપારિવારિક સાધુ પાસે જઈ તેને આપે. કદાચ સમીપમાં સાધર્મિક સાંભોગિક સાધુ ન હોય તો વધારાના તે મીઠાંને એકાંત નિરવધ સ્થાનમાં જઈને વિધિ અનુસાર પરઠી દે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં એકના બદલે બીજી વસ્તુ મળવા પર સાધુએ તેનો ઉપયોગ કઈ રીતે કરવો? તેની વિધિ બતાવી છે. આ સૂત્રનો આશય એ છે કે- સાધુને પ્રયોજનવશ ખાંડ ગ્રહણ કરવી હોય, ત્યારે દળેલી સાકરના ભ્રમથી સફેદ રંગના કારણે દાતા મીઠું લાવીને સાધુને આપવા લાગે અને તે સમયે સાધુને ખ્યાલ આવી જાય કે આ મીઠું છે, તો વિચક્ષણ મુનિ તે સમયે જ ના પાડી દે.
કદાચિતુ ભૂલથી મીઠું લેવાઈ ગયું હોય અને પાછળથી ખબર પડે કે આ ખાંડ નથી પણ મીઠું છે, તો તે દાતાની પાસે જઈને પૂછે કે તમોએ આ વસ્તુ જાણી જોઈને આપી છે કે અજાણતા? દાતા કહે કે મેં અજાણતા આપી છે પણ હવે તેની આજ્ઞા આપું છું; તમો તેનો પરિભોગ કરો અથવા વિભાજિત કરી લ્યો. આ રીતે દાતા આજ્ઞા આપી દે, તો તેનો યથાયોગ્ય ઉપભોગ કરે. જો તે પદાર્થ આવશ્યકતાથી વધારે હોય તો નજીકમાં સાધર્મિક આદિ સાધુ હોય તો તેને આપે. સમીપમાં સાધર્મિક આદિ સાધુ ન હોય, તો પરઠવાની વિધિ અનુસાર પરઠી દે. સંક્ષેપમાં સાધુની ગોચરીમાં અજાણતા એકના બદલે બીજી વસ્તુ ગ્રહણ થઈ ગઈ હોય, તો વાસ્તવિકતાનો ખ્યાલ આવે ત્યારે ગૃહસ્થ પાસે તે લઈને જાય અને જે બન્યું છે તેની સ્પષ્ટતા કરે. આ તેની પ્રામાણિકતા છે, અન્યથા ગૃહસ્થને સાધુ પ્રતિ અવિશ્વાસ થાય છે. ઉપસંહાર:| ८ एयं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं । जं सव्वट्ठहिं समिए सहिए सया जए । त्ति बेमि । ભાવાર્થ :- આ પિંડેષણા વિવેક તે સાધુ કે સાધ્વીની આચાર–સમગ્રતા અર્થાત્ સમાચારી છે. તેનું પૂર્ણપણે પાલન કરતાં સાધુ-સાધ્વીએ સમિતિઓથી યુક્ત અને જ્ઞાનાદિના ઉપયોગ સહિત થઈને નિરંતર સંયમ પાલનમાં પુરુષાર્થશીલ રહેવું જોઈએ. આ પ્રમાણે તીર્થકરોએ કહ્યું છે.
છે અધ્યયન-૧/૧૦ સંપૂર્ણ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org