________________
૮૨ |
શ્રી આચારાંગ સત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
હો, તો આ ફળનો જેટલો સારભાગ–ગર છે તે મને આપો, ઠળિયા અને કાંટા આપશો નહીં.
સાધુ આ પ્રમાણે કહે, તો પણ તે ગૃહસ્થ પોતાના વાસણમાંથી ફળનો ઠળિયા સહિતનો ગરભાગ લઈને આપવા લાગે, તો સાધુ તે પદાર્થ તે ગૃહસ્થના હાથમાં કે પાત્રમાં હોય, ત્યાં જ તેને અપ્રાસુક અને અનેષણીય જાણીને ગ્રહણ કરવાનો નિષેધ કરી દે.
તેમ છતાં પણ તે ગૃહસ્થ આગ્રહપૂર્વક તે પદાર્થ સાધુના પાત્રમાં નાંખી દે, તો સાધુ હા-હા ન કરે અર્થાત્ ગૃહસ્થને ધિક્કારે નહીં, તેને સારા કે ખરાબ વચન કહે નહિ, પરંતુ તે આહારને લઈને જીવ-જંતુથી રહિત યાવત કરોળિયાના જાળાથી રહિત ઉદ્યાન કે ઉપાશ્રયના એકાંત નિરવ સ્થાનમાં જાય અને ત્યાં બેસીને તે ફળના ખાવા યોગ્ય સાર ભાગનો ઉપભોગ કરે અને ફેંકી દેવા યોગ્ય ઠળિયા, કાંટાને લઈને એકાંત સ્થાનમાં અચિત્ત, પરાઠવા યોગ્ય નિર્દોષ જગ્યામાં જઈને તેનું પ્રતિલેખન-પ્રમાર્જન કરીને તેને પરઠી દે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સાધુને માટે બહુઉક્ઝિતધર્મા પદાર્થોને ગ્રહણ કરવાનો નિષેધ છે.
તે પદાર્થો ચાર પ્રકારે વર્ણવ્યા છે– (૧) શેરડીના ટુકડા વગેરે (૨) મગફળી આદિની સેકેલી કે બાફેલી શિંગો (૩) ઠળિયા–બીજ વધારે હોય તેવા બહુબીજવાળા સીતાફળ, દાડમ વગેરે ફળો (૪) કાંટા વધારે હોય તેવા અનાનસ આદિ ફળ. (૧) શેરડીમાં માત્ર ગાંઠના ભાગમાં બીજ હોય છે. પાકેલી શેરડીના ગાંઠ ભાગ સિવાયના નાના કે મોટા ટુકડા અચિત હોય છે, પરંતુ શેરડીનો રસ ચૂસીને તેના છોતરા ફેંકવા પડે છે. (૨) મગફળી આદિની બાફેલી કે શેકેલી શિંગમાં કેવળ દાણા જ ખાવા યોગ્ય છે. તે સિવાયના ફોતરા આદિ ફેંકવાનું અધિક હોય છે. (૩) કેરી, ગુંદા વગેરે અથાણામાં તેના ઠળિયા ખાવા યોગ્ય નથી. (૪) કાંટાવાળા અનાનસ વગેરે ફળોમાં પણ કાંટાવાળો અધિક ભાગ ફેંકવા યોગ્ય છે. આ ચારે પ્રકારના બહુ ઉક્ઝિતધર્મી પદાર્થો અચેત છે. તેમ છતાં તેમાં ખાવા કરતાં ફેંકવા યોગ્ય ભાગ અધિક હોવાથી તેમાં કીડી, મંકોડા આદિ જીવોની વિરાધનાની સંભાવના છે.
તેથી આ પ્રકારનો આહાર પ્રાસુક-અચિત્ત અને આધાકર્મ આદિ દોષોથી રહિત હોવા છતાં પણ અનેષણીય અને અગ્રાહ્ય છે. ગૃહસ્થ તેવો આહાર સાધુને આપવાની ઇચ્છા પ્રગટ કરે, તો સાધુએ સ્પષ્ટ કહી દેવું જોઈએ કે આવો આહાર મને અકલ્પનીય છે. કદાચ ગૃહસ્થ આવો આહાર ભાવાવેશથી પરાણે સાધુના પાત્રમાં નાંખી દે તો સાધુ ગૃહસ્થને જરા પણ ઉપાલંભ કે દોષ આપ્યા વિના, મૌનપૂર્વક એકાંતમાં જઈને તેમાંથી સાર ભાગને વાપરે અને નાંખી દેવા યોગ્ય ભાગને અલગ કાઢીને એકાંતમાં નિરવધ-જીવ-જંતુ રહિત જગ્યાને જોઈને, પોંજીને, ત્યાં પરઠી દે. વિદુગાવં પોષાનં માં વા વદુર - દુબળવં = ઘણા ઠળિયાવાળા, પત્નિ = ગર ભાગ, વહુદય = ઘણાં કાંટાવાળા, મિત્તે = અનાનસાદિ ફળ.
બહુઉજ્જિત ધર્મવાળા ફળો સંબંધી આ સૂત્રો(સૂત્ર-૪, ૫, ૬) દશવૈકાલિક સૂત્ર, અધ્યયન-૫, ઉદ્દેશક-૧, ગાથા-૭૩, ૭૪ સાથે સંપૂર્ણ રીતે સમાનતા ધરાવે છે. જેમ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org