________________
| અધ્યયન-૧: ઉદ્દેશક-૯
[ ૭૩ ]
કે સાધુ સમાચારીના જ્ઞાતા શ્રાવકો પશ્ચાત્ કર્મ દોષને જાણે છે, તેથી સાધુને વહોરાવ્યા પછી નવું ભોજન બનાવતા નથી પરંતુ જેઓને સાધુ પ્રતિ શ્રદ્ધા અને ભક્તિનો ભાવ છે, તેઓ સાધુ માટે ભોજન ન બનાવાય તેટલું જ જાણે છે, પરંતુ પોતાનું ભોજન આપ્યા પછી નવું ભોજન ન બનાવાય તેમ જાણતા નથી. તેઓ માત્ર શ્રદ્ધાપૂર્વક સાધુને વહોરાવવાનો વિચાર કરે છે, તે સૂચિત કરવા અહીં કદ્દે શબ્દનો પ્રયોગ થયો છે. પરિભોગેષણા વિવેક - | ४ से भिक्खू वा भिक्खुणी वा जाव पविढे समाणे से जं पुण जाणेज्जा,... तेल्लपूयं आएसाए उवक्खडिज्जमाणं पेहाए णो खद्ध-खद्ध उवसंकमित्तु ओभासेज्जा, णण्णत्थ गिलाणाए । શબ્દાર્થ :- તેત્નપૂર્થ = તેલમાં બનેલા પૂડલા માણસા = અતિથિ. ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ કરે, ત્યારે એમ જાણે કે ગૃહસ્થ પોતાને ત્યાં આવેલા કોઈ અતિથિ માટે તેલમાં તળાતી પૂરી કે પૂડલા બનાવી રહ્યા છે, તો જલદી-જલદી ત્યાં જઈને આહારની યાચના કરે નહિ, પરંતુ બીમાર સાધુ માટે અત્યંત આવશ્યક હોય, તો વિવેક પૂર્વક ત્યાં જઈને યાચના કરી શકે છે. | ५ से भिक्खू वा भिक्खुणी वा गाहावईकुलं पिंडवाय पडियाए पविढे समाणे अण्णयरं भोयणजायं पडिगाहेत्ता सुब्भि-सुब्भि भोच्चा दुभि-दुभि परिटुवेइ। माइट्ठाणं संफासे । णो एवं करेज्जा । सुभि वा दुभि वा सव्वं भुंजे ण छडए । ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ગૃહસ્થને ત્યાં આહાર માટે જઈને, ત્યાંથી વિવિધ પ્રકારનો આહાર લઈ આવે, તેમાંથી સારો-સારો આહાર સ્વયં ભોગવે અને ખરાબ આહાર પરઠી દે, તો તે માયા-કપટનું સેવન કરે છે. સાધુએ આવા પ્રકારનું આચરણ કરવું જોઈએ નહીં. સાધુ પોતાની આવશ્યકતાનુસાર ગ્રહણ કરેલા આહારમાં સારો કે નરસો જે હોય તે સર્વ આહાર વાપરી લે, જરા માત્ર પણ ફેંકે નહીં. |६ से भिक्खू वा भिक्खुणी वा गाहावइकुलं जाव पविढे समाणे अण्णयरं वा पाणगजायं पडिगाहेत्ता पुप्फ पुप्फ आविइत्ता कसायं कसायं परिट्ठवेइ । माइट्ठाणं संफासे । णो एवं करेज्जा । पुप्फं पुप्फे ति वा कसायं कसाए ति वा सव्वमेयं भुजेज्जा, ण किंचि वि परिट्ठवेज्जा । ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં પાણી માટે પ્રવેશ કરીને, જે પાણી ગ્રહણ કરે તે પાણીમાંથી જે મનોજ્ઞ વર્ણ, ગંધ, રસયુક્ત, મધુર હોય તેને પીવે અને અમનોજ્ઞ વર્ણ, ગંધ, રસવાળા, ખાટા, ખારા, તૂરા કે કડવા પાણીને પરઠી દે, તો તે માયા સ્થાનનું સેવન કરે છે. સાધુએ એ પ્રમાણે કરવું જોઈએ નહિ, પરંતુ પાણી મધુર હોય કે તૂરું, તે સર્વ પાણીને સમભાવથી પીવે; તેમાંથી થોડું પણ બહાર પડે નહિ. | ७ से भिक्खू वा भिक्खुणी वा गाहावइकुलं पिंडवाय पडियाए पविढे समाणे बहुपरियावण्णं भोयणजायं पडिगाहेत्ता साहम्मिया तत्थ वसति संभोइया
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org