________________
૭ર |
શ્રી આચારાંગ સત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
ભાવનાથી હડકં = જ્યારે આ મને લાવીને દેશે પ્રખ્યાવિજ્ઞાન = ત્યારે હું ના પાડી દઈશ. ભાવાર્થ :- ભિક્ષાના સમયે પ્રવેશેલા સાધુને જોઈને શ્રદ્ધાળુ પરિચિત ગૃહસ્થ તેના માટે આધાકર્મી આહાર બનાવે કે અગ્નિ પર પકાવે, તો તે જોઈને, આ પ્રકારના અભિપ્રાયને જાણીને સાધુ મૌનપૂર્વક તે જોતા રહે અને જ્યારે તે આહાર લઈને આવશે ત્યારે તેને લેવાની ના પાડી દઈશ; તેમ વિચારે તો તે માયાસ્થાનનું સેવન કરે છે. સાધુ આ પ્રમાણે કરે નહિ. ગૃહસ્થની આહાર બનાવવાની ક્રિયાને જોઈને, જાણીને તે સમયે તરત જ કહી દે કે– હે આયુષ્યમનુ ભાઈ કે બહેન! આ પ્રકારનો આધાકર્મી આહાર ખાવો કે પીવો મારા માટે કલ્પનીય નથી, તેથી તમે આ રીતે ભોજન તૈયાર કરો નહિ કે અગ્નિ ઉપર પકાવો નહિ.
સાધુ આ પ્રમાણે કહે તોપણ તે ગૃહસ્થ આધાકર્મી આહાર બનાવીને કે અગ્નિ પર પકાવીને લાવે અને સાધુને આપે, તો સાધુ તે આહારને અપ્રાસુક અને અષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં પણ ગ્રહણ કરે નહિ. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં સાધુને માટે બનાવવામાં આવતા આધાકર્મી આહારના સંબંધમાં વિવેક દર્શાવ્યો છે.
મિ- આધાકર્મ. સાધુ માટે આહાર બનાવવો, સચિત્તને અચિત્ત કરવો કે પકાવવો તે આધાકર્મ દોષયુક્ત આહાર કહેવાય છે.
પ્રસ્તુત સૂત્રોમાં આધાકર્મ દોષ લાગવાની સંભવિત વિવિધ પરિસ્થિતિઓ આ પ્રમાણે છે(૧) શ્રદ્ધાવાન ગૃહસ્થ પોતાના માટે બનાવેલું ભોજન સાધુને આપે અને પોતાના માટે નવું ભોજન બનાવવાનો વિચાર કરે, તો તે નવું ભોજન બનાવવામાં સાધુ નિમિત્ત બને છે. (૨) ગોચરીના સમય પૂર્વે પરિચિત સ્વજનોના ઘેર ગમનાગમન કરવાથી તે સ્વજનો અનુરાગ વશ સાધુના નિમિત્તે વિશિષ્ટ આહાર તૈયાર કરે છે. (૩) ગોચરીના સમયે જ પરિચિત સ્વજનોને ત્યાં જવાથી તે સ્વજન સાધુને માટે આહાર તૈયાર કરે, સાધુને તેની જાણ થવા છતાં તેનો નિષેધ કર્યા વિના મૌન રહે અને વિચારે કે મને વહોરાવશે ત્યારે નિષેધ કરીશ, તો તેમાં તે સાધુ માયાસ્થાનનું સેવન કરે છે અર્થાત્ તે તેનો અવિવેક છે. વિવેકવાન સાધુને અનુમાન આદિ કોઈ પણ રીતે જાણ થઈ જાય કે ગૃહસ્થ મારા માટે આહાર બનાવી રહ્યા છે, તો તુરંત જ ગૃહસ્થને સ્પષ્ટ ભાષામાં કહી દેવું જોઈએ કે તમે આ રીતે આહાર તૈયાર કરો નહિ, કારણ કે અમારે માટે બનાવેલો આહાર અમને લેવો કલ્પતો નથી.
આ રીતે ઉપરોક્ત પરિસ્થિઓમાં સાધુ અપ્રમત્ત ભાવે નિર્દોષ આહાર ગ્રહણમાં સાવધાન રહે છે. તત્યિfઉં.... તલ્થ એટલે ત્યાં. જે સ્વજનાદિના ઘેર ગોચરીના સમય પહેલાં પહોંચીને એકાંત સ્થાનમાં ઊભો હતો, તે સ્વજનોના ઘરોથી અને ર-ર એટલે અન્ય-અન્ય અનેક ઘરોમાંથી સામુદાનિક ગોચરી ગ્રહણ કરે.
સંક્ષેપમાં સાધુ સ્વયં વિવેકપૂર્વક ભિક્ષા સમયે જ અન્ય ઘરોમાં કે સ્વજનોના આદિ કોઈ પણ ઘરમાં જઈને ત્યાં પ્રાસુક અને એષણીય આહારની ગવેષણા કરે છે. સ:-શ્રદ્ધાવાન. અહીં સૂત્રકારે શ્રાવક શબ્દનો પ્રયોગ ન કરતા શ્રદ્ધાવાન શબ્દનો પ્રયોગ કર્યો છે, કારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org