________________
| અધ્યયન-૧: ઉદ્દેશક-દ
- ૪૯ |
રુસ = વનસ્પતિ, શાકભાજીના ટુકડા, કીલકા ૩૬ = કોથમીર વગેરેની પીસેલી તાજી ચટણી સંસદૃન = પૃથ્વી અને વનસ્પતિથી ખરડાયેલા તનાવ સંસદૃ = દેય અચિત્ત ખાદ્ય પદાર્થથી ખરડાયેલા
સદ્ = ઉપરોક્ત સચિત્ત જળ, પૃથ્વી કે વનસ્પતિથી ન ખરડાયેલા. ભાવાર્થ :- જો સાધુ જાણે કે દાતાએ હાથ, પાત્ર આદિ ભિક્ષા દેવા માટે ધોયા નથી પરંતુ પહેલેથી જ ભીના છે, તો તેવા પ્રકારના કાચા પાણીવાળા હાથ, પાત્ર, કડછી આદિથી લાવીને અપાતો આહાર અપ્રાસુક, અનેષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે નહિ. જો સાધુ જાણે કે હાથ, પાત્ર આદિ ભીના નથી, પરંતુ પાણીનો લેપ માત્ર છે કે રેખાઓ ભીની છે તો તેવા પ્રકારના કાચા પાણીવાળા હાથ, પાત્ર, કડછી આદિથી લાવીને અપાતો આહાર અપ્રાસુક, અનેષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં પણ ગ્રહણ કરે નહિ.
જો જાણે કે હાથ, પાત્ર આદિ સચેત રજ, સચેત માટી, ક્ષારવાળી માટી, હડતાલ, હિંગળોક, મનસિલ, અંજન, મીઠું, ગેરુ-લાલ માટી, પીળી માટી, સફેદ માટી(ખડી), ફટકડી વગેરે સચિત્ત પૃથ્વીના ચૂર્ણથી, સુધારેલ શાકભાજીના બારીક ટુકડા, કીલકા, કોથમીરની તાજી ચટણી આદિ દ્વારા હાથ વગેરે ખરડાયેલા છે, તો તે પ્રકારના હાથ, પાત્રાદિથી લાવીને આપવામાં આવતો આહાર પણ સાધુ ગ્રહણ કરે નહિ,
પરંતુ સાધુ જાણે કે દાતાના હાથ વગેરે સચેત પાણીથી ભીના કે સ્નિગ્ધ નથી, સચેત માટી આદિથી ખરડાયેલા નથી, તો તથા પ્રકારના હાથ કે વાસણાદિથી આપવામાં આવતા અશનાદિને પ્રાસુક તેમજ એષણીય જાણીને પ્રાપ્ત થાય તો ગ્રહણ કરે છે.
જો તે સાધુ જાણે કે દાતાના હાથ, પાત્ર આદિ અસંસૃષ્ટ-સચેત પાણી, પૃથ્વી આદિથી ખરડાયેલા નથી, પરંતુ જે પદાર્થ આપવો છે તેનાથી જ ખરડાયેલા છે, તો તથા પ્રકારના હાથ કે વાસણાદિથી આપવામાં આવતા અશનાદિને પ્રાસુક તેમજ એષણીય જાણીને પ્રાપ્ત થાય, તો ગ્રહણ કરી શકે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાધુ માટે સચેત સંસૃષ્ટ આહાર ગ્રહણનો નિષેધ અને સચેત અસંતૃષ્ટ તથા તજ્જત સંસૃષ્ટ આહાર ગ્રહણનું વિધાન છે.
ગૃહસ્થ સાધુના નિમિત્તે હાથ, વાસણાદિ ધોઈને વહોરાવે, તો સાધુને પૂર્વકૃત દોષ લાગે છે અને વહોરાવ્યા પછી હાથ વગેરે ધોવે, તો પશ્ચાતુકત દોષ લાગે છે.
:- ક્યારેક સાધને વહોરાવવાના નિમિત્તે નહીં પરંતુ ગૃહસ્થ પોતાના જ કોઈ કામ માટે હાથ આદિ ધોયા હોય અને તેના હાથ સચેત પાણીથી ભીના હોય અથવા તેના હાથ, પાત્ર આદિ સચેત માટી કે સચેત વનસ્પતિ આદિથી સંસૃષ્ટ હોય, તો તેના દ્વારા સાધુ આહાર ગ્રહણ કરે નહીં કારણ કે તેમાં જીવવિરાધના થાય છે.
સંસ્કૃષ્ટ - જો ગૃહસ્થના હાથ, પાત્રાદિ સચેત પૃથ્વી, પાણી કે વનસ્પતિથી સંસ્કૃષ્ટ ન હોય, તો તેના દ્વારા સાધુ નિર્દોષ અને પ્રાસુક આહારને ગ્રહણ કરી શકે છે. તનાત સંસ્કૃષ્ટ:- જો ગૃહસ્થના હાથ, પાત્રાદિ સચેત પૃથ્વી આદિથી સંસ્કૃષ્ટ ન હોય, પરંતુ વહોરાવવા યોગ્ય ખાદ્ય પદાર્થથી જ સંસ્કૃષ્ટ હોય, જેમ કે ચમચો શાકવાળો જ હોય, તો તે ચમચા દ્વારા પ્રાસુક અને એષણીય પદાર્થ ગ્રહણ કરી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org