________________
અધ્યયન-૧: ઉદ્દેશક-૬
.
- ૪૭ |
કરીને, આંગળીથી ભયભીત કરીને, આંગળીનો સ્પર્શ કરીને કે ગૃહસ્થની પ્રશંસા કરીને આહારની યાચના કરે નહીં અને ક્યારેક ગૃહસ્થ આહાર ન આપે તો કઠોર વચન કહે નહીં. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ગૃહસ્થના ઘરમાં પ્રવિષ્ટ મુનિને ઇન્દ્રિય સંયમની હિતશિક્ષા આપી છે.
મુનિનો જીવન વ્યવહાર પોતાના ગૌરવને હાનિ ન થાય તેવો ગૌરવવંતો હોવો જોઈએ. સંયમ વિરાધના ન થાય તેની સાથે જ શાસનનો મહિમા વૃદ્ધિગત થતો રહે, તે લક્ષ્ય સતત તેની નજર સમક્ષ હોય છે.
ગૃહસ્થના દરવાજાની બારશાખને પકડીને ઊભા રહેતા તે જીર્ણ હોય, તો પડી જાય કે હલી જાય તો તેનાથી મુનિને વાગી જાય, જીવવિરાધના તથા સંયમવિરાધના થાય. ગૃહસ્થના સંડાસ-બાથરૂમ આદિ સ્થાન પાસે ઊભા રહેવાથી ગૃહસ્થને ક્ષોભ થાય છે. વાસણ ધોવાની ચોકડી કે પાણિયારા આદિ સ્થાન પાસે ઊભા રહેવાથી ગૃહસ્થની પ્રવૃત્તિ સ્થગિત થઈ જાય, સૂત્રોક્ત સ્થાનો ઊંચા-નીચા થઈને જોવાથી ગૃહસ્થને અનેક પ્રકારની શંકા થાય છે, સાધુ પ્રતિ દ્વેષ કે અપમાનની ભાવના જાગૃત થાય છે.
આંગળી ચીંધી ચીંધીને વસ્તુની યાચના કરવાથી મુનિની રસલોલુપતા પ્રગટ થાય છે. ક્યારેક ગૃહસ્થને ઇચ્છા ન હોય તોપણ લજ્જાવશ આપવું પડે, ગૃહસ્થની પ્રશંસા કરવાથી ગૃહસ્થના અભિમાનનું પોષણ થાય, ક્યારેક પોતાની લાચારી પ્રદર્શિત થાય છે અને પૂર્વ-પશ્ચિાત્ સંસ્તવ ઉત્પાદન નામનો દોષ લાગે છે.
આહાર પ્રાપ્તિ ન થાય, ત્યારે ગૃહસ્થને કઠોર વચન કહેવાથી સાધુ અને સાધુ માર્ગ પ્રતિ ગૃહસ્થને અભાવ થાય, તે શ્રદ્ધાથી ચલિત થઈ જાય અને સાધુની ભાષા સમિતિનો ભંગ થાય છે. કઠોર વચન કહેવા, તે ગૃહસ્થની આશાતના છે. ગૃહસ્થની આશાતના કરનારને નિશીથ સૂત્ર કથિત પ્રાયશ્ચિત્ત આવે છે.
આ રીતે મુનિની ચંચળતાથી સાધુ ધર્મનો નાશ થાય છે, તેથી મુનિએ ગૃહસ્થના ઘરમાં કારણ વિના ઊભા ન રહેવું જોઈએ. વિશિષ્ટ કારણવશ ઊભા રહેવું પડે, તો શિષ્ટાચાર અને સભ્યતાપૂર્વક ઊભા રહેવું જોઈએ.
સૂત્રોક્ત કથનથી સાધુ જીવનની વીરતા, ગંભીરતા, નિરભિમાનતા, અનાસક્ત ભાવ તેમજ સહિષ્ણુતાનો પરિચય થાય છે. આ ગુણોના વિકાસથી જ સાધુતા પરિપકવ બને છે. પૂર્વકર્મ દોષયુક્ત આહાર ગ્રહણ વિવેક:| ३ अह तत्थ कंचि भुंजमाणं पेहाए तं जहा- गाहावई वा जाव कम्मकरिं वा । से पुव्वामेव आलोएज्जा- आउसो ! त्ति वा भइणि ! त्ति वा दाहिसि मे एत्तो अण्णयर भोयणजाय ?
से सेवं वयंतस्स परो हत्थं वा मत्तं वा दव्विं वा भायणं वा; सीओदग-वियडेण वा उसिणोदगवियडेण वा; उच्छोलेज्ज वा पधोएज्ज वा । से पुवामेव आलोएज्जाआउसो ! त्ति वा भइणि ! त्ति वा मा एयं तुम हत्थं वा मत्तं वा दव्वि वा भायण वा सीओदगवियडेण वा उसिणोदगवियडेण वा उच्छोलेहि वा पधोएहि वा; अभिकंखसि मे दाउं, एमेव दलयाहि ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org