________________
૩૦ |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
તે પ્રમત્ત છે. ગૃહત્યાગી હોવા છતાં ગૃહસ્થભાવના કારણે ગૃહસ્થ સમાન થઈ જાય છે.
વિવેચન :
'ગુણ' શબ્દના અનેક અર્થ છે. વ્યાખ્યાકારોએ ગુણ શબ્દની ૧૫ વ્યાખ્યા કરી છે. અહીં ગુણનો અર્થ પાંચ ઈન્દ્રિયોથી ગ્રાહ્ય વિષય છે. વિષયો પાંચ છે– શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ. આ પાંચે ય વિષયો ઊધ્વદિ સર્વ દિશાઓમાં છે. ઈન્દ્રિયોના માધ્યમે આત્મા તેને ગ્રહણ કરે છે, સાંભળે છે, જુએ છે, સુંઘે છે, સ્વાદ લે છે, સ્પર્શ કરે છે. ગ્રહણ કરવું તે ઈન્દ્રિયનો ગુણ છે. ગ્રહણ કરાયેલા વિષયોમાં આસક્તિ રાખવી તે મન અથવા ચેતનાનું કાર્ય છે. જ્યારે મન વિષયો તરફ આસક્ત થાય છે ત્યારે તે વિષય મન માટે બંધન અથવા આવર્તરૂપ બની જાય છે. સમુદ્રાદિમાં જ્યાં પાણી વેગપૂર્વક ગોળાકારે ફરતું હોય અર્થાતુ વમળ થાય, તેને આવર્ત કહે છે. આ આવર્તમાં જે પ્રાણી ફસાય છે તે પાણીમાં અંદર ખેંચાય જાય છે અને મૃત્યુ પામે છે. શબ્દાદિ વિષયોમાં, ગુણોમાં જે વ્યક્તિ આસક્ત બને, તે તેમાં ફસાય જાય છે અને કર્મબંધન વધારી સંસારમાં જન્મ મરણ કરે છે માટે ઈન્દ્રિય વિષયોની આસક્તિને અહીં આવર્ત કહેલ છે.
શાસ્ત્રકારોએ કહ્યું છે કે– રૂ૫ તેમજ શબ્દાદિને જોવા, સાંભળવામાં દોષ નથી પરંતુ તેમાં જે રાગદ્વેષ થાય, તેમાં આત્મા વૃદ્ધ બની જાય તો, તે આસક્તિ જ સંસાર છે. અનાસક્ત આત્મા સંસારમાં રહેવા છતાં સંસારથી મુક્ત કહેવાય છે.
સંયમી બનીને જે મુનિ વિષયમાં આસક્ત થાય, વિષયોનું વારંવાર સેવન કરે, તે માયાચારનું સેવન કરે છે કારણ કે તે બહારથી ત્યાગી દેખાય છે, તેણે મુનિના વેષને ધારણ કરેલ છે પરંતુ વાસ્તવમાં તે પ્રમાદી છે, ગૃહસ્થની સમાન આચરણ કરે છે, તે જિનેશ્વરની આજ્ઞાથી બહાર છે.
આ ઉદ્દેશકમાં વનસ્પતિકાયની હિંસાનો નિષેધ છે. પરમાર્થથી વિચારતાં શબ્દાદિ વિષયોની પ્રાસંગિકતા પ્રતીત થાય છે. શબ્દાદિ વિષયોની ઉત્પત્તિનું મુખ્ય સાધન વનસ્પતિ છે. વનસ્પતિમાંથી જ વીણાદિ વાજિંત્રો તથા અનેક પ્રકારના રંગ, રૂપ, ફૂલાદિની ગંધ, ફળાદિનો રસ તેમજ રૂ આદિના સ્પર્શની ઉત્પત્તિ થાય છે તેથી સૂત્રકારે વનસ્પતિના વર્ણનની પહેલાં વનસ્પતિથી ઉત્પન્ન થતી વસ્તુઓમાં અનાસક્ત રહેવાનો ઉપદેશ આપ્યો છે. હિંસાનું મૂળ કારણ પણ આસક્તિ જ છે. આસક્તિ જો ન હોય તો અનેક દિશાઓમાં રહેલા શબ્દાદિ વિષયો આત્માનું કાંઈ પણ અહિત કરી શકતા નથી. વનસ્પતિકાયની હિંસાનું પરિજ્ઞાન :| ३ लज्जमाणा पुढो पास । अणगारा मो त्ति एगे पवयमाणा, जमिण विरूवरूवेहिं सत्थेहिं वणस्सइकम्मसमारंभेणं वणस्सइसत्थं समारंभमाणे अण्णे वि अणेगरूवे पाणे विहिंसइ ।
तत्थ खलु भगवया परिण्णा पवेइया- इमस्स चेव जीवियस्स
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org