________________
[૨૪]
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
નોન :- અહીં પ્રસંગથી લોક' શબ્દ અગ્નિકાયનો બોધક છે. પ્રાચીન કાળથી અન્ય ધર્મ પરંપરામાં જળને તથા અગ્નિને દેવતા માનીને પૂજવામાં આવતા હતા, પરંતુ તેની હિંસાના વિષયમાં કોઈ વિચાર થયો ન હતો. પાણીથી શુદ્ધિ અને પંચાગ્નિ તપાદિથી સિદ્ધિ માનીને તેનો પ્રગટરૂપે જ ઉપયોગ કરાતો હતો, પરંતુ જિનશાસનમાં અહિંસાની દૃષ્ટિથી આ બંનેને સજીવ સિદ્ધ કરીને તેની હિંસાનો નિષેધ કર્યો છે.
અગ્નિની સજીવતા સ્વયં જ સિદ્ધ છે કારણ કે તેમાં પ્રકાશ અને ઉષ્ણતાના ગુણો છે. આ ગુણો સજીવમાં હોય છે. અગ્નિ વાયુ વિના જીવી શકે નહિ. ન વિણા વાડM અજાણ ૩ળન– ભિગવતી શ.૧૬ ઉ.૧. ટીકા]અગ્નિ સ્નેહ, વાયુ, કાષ્ટાદિનો આહાર લઈને વધે છે. આહારના અભાવમાં તે ઘટે છે. આ સર્વ અગ્નિની સજીવતાનું સ્પષ્ટ લક્ષણ છે.
સચેતન દ્રવ્યની સચેતનતા સ્વીકારવામાં ન આવે તો તે અભ્યાખ્યાન દોષ છે. તેના અસ્તિત્વમાં નાસ્તિત્વનું દોષારોપણ થાય છે. બીજા જીવની સત્તાને ન માનવી તે પોતાના આત્માને નહિ માનવા બરાબર છે. હીદનો સત્યમ્સ :- દીર્ઘલોકનો અર્થ છે વનસ્પતિ. પાંચ સ્થાવર એકેન્દ્રિય જીવોમાં ચાર સ્થાવર જીવોની અવગાહના આંગુલના અસંખ્યાતમા ભાગની છે જ્યારે વનસ્પતિની ઉત્કૃષ્ટ અવગાહના એક હજાર યોજનથી પણ વધારે છે. વનસ્પતિનું ક્ષેત્ર પણ અત્યંત વ્યાપક છે માટે વનસ્પતિને આગમમાં 'દીર્ઘલોક કહેલ છે. અગ્નિ તેનું શસ્ત્ર છે માટે અગ્નિને દીર્ઘલોકશસ્ત્ર કહેલ છે. તેનો બીજો અર્થ એ છે કે અગ્નિ સહુથી વધારે તીક્ષ્ણ અને પ્રચંડ શસ્ત્ર છે. ત્નિ ગીફને સત્યે, તન્હા નોડું ન રીવા માં [ઉત્ત. અધ્ય. ૩૫ ગા. ૧૨.] અગ્નિ સમાન અન્ય કોઈ તીક્ષ્ણ શસ્ત્ર નથી, મોટા મોટા ભયાવહ અને સઘન જંગલોને તે થોડા સમયમાં બાળી નાખે છે. અગ્નિ વડવાનળના રૂપે સમુદ્રમાં પણ છુપાઈને રહે છે.
વેચાણ ના સંસ્કૃતમાં બે રૂપો થાય છે– ક્ષેત્રજ્ઞ અને ખેદજ્ઞ. તેમાં (૧) ક્ષેત્રજ્ઞ– અથવા ક્ષેત્ર એટલે શરીર કે આત્મા, તેના સ્વરૂપને જાણનાર તે ક્ષેત્રજ્ઞ. (૨) જ્ઞ- એટલે જીવ માત્રના દુઃખને જાણનાર. (૩) આચાર અને પ્રાયશ્ચિત્ત વિધિના જ્ઞાતા ગીતાર્થ (૪) સૂત્રકૃતાંગ સૂત્રમાં ભગવાન મહાવીરસ્વામીને રે સને મહેલી આ વિશેષણ આપીને લોકાલોક સ્વરૂપના જ્ઞાતા, પ્રત્યેક આત્માના સુખ-દુઃખના જાણનાર કહ્યા છે. ગીતામાં શરીરને ક્ષેત્ર અને આત્માને ક્ષેત્રજ્ઞ કહેલ છે. બૌદ્ધ ગ્રંથોમાં ક્ષેત્રજ્ઞનો અર્થ 'કુશળ' કર્યો છે. અસત્કર્સ :- આ શબ્દ 'સંયમ'ના અર્થમાં વપરાયો છે. અસંયમને ભાવશસ્ત્ર કહેલ છે. મારે ય અસંગનો સ€ -[નિર્યુકિત ગા. ૯૬.] તેથી તેનો પ્રતિપક્ષી સંયમ અશસ્ત્ર છે, તે જીવમાત્રનો રક્ષક–બંધુ છે. આ કથનનો ભાવ એ છે કે જે હિંસાને જાણે છે તે અહિંસાને જાણે છે, જે અહિંસાને જાણે છે તે હિંસાને પણ જાણે છે.
અગ્નિકાય હિંસાત્યાગનો સંકલ્પ :| २ वीरेहिं एवं अभिभूय दिटुं, संजएहि, सया जएहिं, सया अप्पमत्तेहिं । जे पमत्ते गुणट्ठिए, से हु दंडे पवुच्चइ । तं परिण्णाय मेहावी इयाणि
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org